Page :-1
મનોહરલાલ અને જગદીશભાઈ બને જણા એસ.ટી.ના સરકારી દવાખાનામાંથી બહાર આવતા હતા, જગદીશભાઈના હાથ માં મનોહરલાલની ફાઈલ હતી , બને જણા સાથે જ રીટાયર થયા હતા બે વર્ષ પેહલા ,એસ.ટી.માં ક્લાર્ક હતા .. મનોહરલાલ દાદરા ઉતરતા એક પગથીયું ચુકી ગયા .. અડબડિયું ખાઈ અને મનોહરલાલ પડી ગયા , આજુબાજુ ના લોકોએ તરત જ એમને ઉભા કર્યા , સહેજ માથામાં વાગ્યું હતું ફરી પાછા હોસ્પિટલ માં અંદર જઈ ને પાટાપીંડી કરાવી ….બપોરની સાંજ થઇ હોસ્પિટલમાં બને જણા ત્યાં જ બેઠા રહ્યા ..એવું નક્કી કર્યું કે થોડા નમતા પોહરે ઘેર પાછા જઈશું .. ફોન કરી અને ઘરે જાણ કરી દીધી …
બંને જણા હોસ્પિટલ ના બાંકડે સુનમુન થઇને બેઠા હતા , મનોહરલાલ વિચારતા હતા હજી કાલે રાત્રે જ સવિતા કેહતી હતી ,ભગવાન આપણને બસ આ ત્રણ ચાર વર્ષ સાજા નરવા રાખે તો આ આપણો કાચો કચવારો પાકી જાય….મનોહરલાલ વળી વળી ને કાચા કચવારા ઉપર આવી જતા હતા ….
હોસ્પિટલ ના બાંકડે બેઠા બેઠા જગદીશભાઈ એ ખામોશી તોડી અને વાત છેડી જુઓ મનોહરલાલ આજકાલ ના જમાનામાં કીડની ટ્રાન્સપ્લાન્ટ એ કઈ બહુ મોટી વાત નથી , તમે ખોટી ચિંતા કરો છો , અને આ બધું અહિયાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં જ થઇ જશે , ફરી વાર જગદીશભાઈ બોલ્યા તમારે કઈ ચિંતા કરવાનું કારણ નથી …મનોહરલાલ ચૂપચાપ સંભાળતા રહ્યા..જગદીશભાઈએ આગળ ચલાવ્યું …હું જાણું છું કે તમારી દીકરી મુન્ની એકદમ હવે પરણવા લાયક છે એ વાત સાચી ,પણ તમે બે મહિનામાં તો પાછા એકદમ સાજા થઇ જશો ..અને તમારા દીકરા બબલુ નું ભણતર તો હવે પતવા માં છે , એમબીએ થશે આ વર્ષે તો બબલુ .. અને ફટાફટ કમાતો થઇ જશે ..મુન્ની બે મહિના ઘર સાચવશે ,સવિતાભાભી તમારી સાથે હોસ્પિટલ માં રેહશે ,અને તમારો બબલુ અને મારો નાનો લાલો બંને હોસ્પિટલ ના ધક્કા ખાશે … બધું સમુસુતરું ઉતરી જશે ,તમે ચિંતા છોડો …. મારે જો આ મારી દીકરી મેઘનાની સુવાવડ માટે અમેરિકા ના જવાનું હોત તો તો દવાખાને હું જ રેહત તમારી સાથે ,અને તમારા ભાભી ઘર ચલાવત બે ઘરના રસોડા એક જ કરી નાખત આપણે બે મહિના માટે ..એટલું બોલી ને અટક્યા જગદીશભાઈ .. ફરી પાછું બોલવાનું ચાલુ કર્યું ..ચાલો એક કામ કરું છું ,હું આજે રાત્રે વાત કરું છું મેઘના ને અમેરિકા .. એકલા તમારા ભાભીને જ મોકલી દઉં અમેરિકા મેઘના પાસે ,અને હું અહિયાં રહીશ તમારી સાથે …. To read page 2 click here
1 Comment