Page :-3
અમેરિકાથી પાછા આવી અને લાલા ને પરણાવવો એવું નક્કી કર્યું હતું… જગદીશભાઈ ને થોડી ગામડે જમીનો હતી ,અને ત્યાંથી થોડી ઘણી આવક થતી અને બાર મહિના નું કરિયાણું ગામડે થી આવતું ,એટલે મનોહરલાલ કરતા એમની રેહણીકરણી થોડી ઉંચી હતી,જયારે મનોહરલાલ ને જુવાન જોધ દીકરી મુન્ની ઘેર હતી ,ચારે બાજુ છોકરા જોવાતા મુન્ની માટે ,મુન્ની પોતે નોકરી ના ઈન્ટરવ્યું આપતી હતી …દીકરો બબલુ એમબીએ ની છેલ્લી પરીક્ષા આપતો હતો ,રીટાયર થયા ને બે વર્ષ થયા હતા ,આખી જિંદગી ની બચત માંડ પાંચ લાખ હતી , એક ઘરનું ઘર હતું , એસ ટી માંથી મહીને સાત હજાર નું પેન્શન આવતું હતું … ઘર ચાલી જતું હતું ..એમનું ,રાત્રે સુનમુન થઇ ગયેલા મનોહરલાલ ઓછું જમ્યા ,સવિતાબેન ની નજર માં ના આવ્યું મનોહરલાલનું વર્તન ..વાગ્યું છે એટલે કદાચ આવું વર્તન એવું સવિતાબેન એ ધારી લીધું … એકલા જાગતા પથારી માં પડ્યા રહ્યા અને તાળો મેળવતા રહ્યા .. કેટલો ખર્ચો થશે ..?
લગભગ ત્રણ લાખ ઓપરેશન ના અને પછી દર મહીને દસ હજાર દવાના…. કાલે સિવિલ હોસ્પિટલ જવું પડશે જાતે …
બીજે દિવસે સવારે એકલા સિવિલ હોસ્પિટલ પોહચી ગયા મનોહરલાલ …જગદીશભાઈ ને અમેરિકા જવાની પાંચ જ દિવસ ની વાર હોવાથી ક્યાંક ખરીદીએ નીકળી ગયા…
સિવિલ હોસ્પિટલ માં મનોહરલાલ એ તપાસ ચાલુ કરી , કોઈ બ્રેઈન ડેડ કેસ આવે અને કીડની મળે તો જ મફત કીડની મળે અથવા તો કોઈ સગા ની કીડની લેવી પડે ..? સગામાં રહ્યું કોણ ..? એક ભાઈ હતો એ તો મરી ગયો ..! હવે તો પત્ની સવિતા દીકરો બબલુ અને દીકરી મુન્ની … એ સિવાય ના મેળ પડે ..સવિતા ની કીડની લઉં અને એને કઈ થયું તો અમે બંને જઈએ ,તો છોકરા રખડી જાય …તો હવે તો બહારથી વેચાતી લેવી પડે કીડની … પાંચ લાખ થાય . ઓપરેશન સાથે આઠ થી દસ લાખ નો ખર્ચો …બધી બચત તો જાય અને ઉપરથી દેવું થાય .. મુન્ની ના લગ્ન કેમ કરવા ..? બબલુ નું શું ..? સવિતાને કોઈ બીમારી આવી તો એનું શું ..? સવિતા ના ઘડપણ નું શું ..? વિચારો ઘેરી વળ્યા મનોહરલાલ ને ..
કોઈ રસ્તો ના સુઝતા મનોહરલાલ સીધા બહાર ના એક મંદિર માં જઈને બેઠા … બહાર થી એક નનામી નીકળી … અને મન પર વિચાર હાવી થઇ ગયો અંતે તો આ જ દશા છે ને .. તો મારા બૈરી છોકરા ને રસ્તે લાવી ને શું કામ ..?રાત પડી મનોહરલાલ ની ઊંઘ હરામ થઇ ગઈ હતી , રાત્રી ના બે વાગ્યે ઉભા થયા ,પોતાના વિના ની દુનિયા ની કલ્પના કરવા લાગ્યા …. To read page 4 click here
No Comments