Page :-4
બહારથી આવતા આછા અજવાળામાં શાંતિથી ઉંઘેલા સવિતાબેન નું મોઢું જોયું .મારા વિના આ તો ચલાવી લેશે …પણ મારો બબલુ અને મુન્ની ..? છોકરાઓ નું મોઢું જોવા એમના રૂમમાં ગયા .. એમને પેહલી વખત બબલુ માં એક પુરુષ દેખાયો અને મુન્ની માં એક સ્ત્રી … અને મનમાં બોલ્યા.. હા મારો કાચો કચવારો હવે પાકી જ ગયો છે .. થોડો તડકો પડશે એટલી જ વાર છે ..
પણ જો હું ઓપરેશન કરાવીશ .. તો આ મારા કાચા કચવારા પર ધોમ ધખતો તડકો પડશે ….અને મારો આ કાચો કચવારો મુરઝાઈ જશે,દેવું ભરવામાં બબલુ ને દસ વર્ષ જશે અને મુન્નીને પણ નોકરી કરવી પડશે મારી દવા ના રૂપિયા માટે …..એના કરતા હું નહિ હોઉં તો પણ સવિતા એટલી તો મજબુત છે કે બધું પાર પડી દેશે .. અને મારા રૂપિયા નો એમને ટેકો રેહશે …નક્કી કરી લીધું મન થી …બસ જિંદગી હારી ગઈ …
જગદીશભાઈ અમેરિકા જતા પેહલા એકાંતમાં રડી પડ્યા મનોહરલાલ પાસે અને રીતસરની આજીજી કરી ..મનોહરલાલ ઓપરેશન કરાવજો .. આ કોરી ચેકબુક છે મારી , બધા પાના માં સહી કરતો જાઉં છું .. દસ લાખ બેલેન્સ છે ..બિલકુલ ચિંતા ના કરતા …તમે રાખો મનોહરલાલએ હા એ હા કરી ચેકબુક રાખી પોતાની પાસે …જગદીશભાઈએ ભારે હૈયે અમદાવાદ છોડ્યું… બીજા દિવસથી રોજ સવારે લાલબસ માં મનોહરલાલ બેસીને બહાર નીકળી જતા અને રાત્રે પાછા આવતા..ડોકટરે જે વસ્તુ ખાવા ની મનાઈ કરી હતી એ બધી જ ખાવાની ચાલુ કરી ,દવાઓ લેવાની બંધ કરી , એમને બને એટલી જલ્દી જીંદગી નો અંત લાવવો હતો…અને બબલુ ની પરીક્ષા પૂરી થઇ .. બીજા દિવસ ની સવાર મનોહરલાલને લઇ ને ગઈ ….
મનોહરલાલ ની લાશ ઘરમાં હતી બબલુ ,મુન્ની અને સવિતાબેન ને કઈ ખબર ના પડી કે આવું કેમ થયું .. ડેથ સર્ટીફીકેટ ની જરૂર પડી લાલો ડોક્ટર પાસે ગયો .. ફેમીલી ફીશિયન ચોકી ગયા .. આ માણસ તો જીવે એમ હતો … ખાલી ડાયાલીસીસ થી ચાલતે ..કોઈ ને કઈ ખબર ના પડી કે ફેમીલી ફીશિયન શું કહે છે ..? ફેમીલી ફીશિયન ઘેર આવ્યા ..મનોહરલાલ ની લાશ જોઈ અને ડેથ સર્ટીફીકેટ આપ્યું અને બબલુ અને મુન્ની ના હૃદય પર ના ઉતરે એવો ભાર નાખતા ગયા ….મેં જ એમને એસટી ના મોટા દવાખાને મોકલ્યા હતા ,જગદીશભાઈ સાથે હતા ,લાગે છે ફક્ત અને ફક્ત ઓપરેશન નો ખર્ચો બચાવવા અને તમારી જિંદગી સારી રીતે જાય માટે આ માણસે એના જીવન નું બલિદાન આપ્યું …..જગદીશભાઈએ અમેરિકા થી પાછા આવી ને વાત ને સમર્થન આપ્યું ….
આજે મનોહર લાલ ને ગયે પચ્ચીસ વર્ષ થયા બબલુ એક મોટી કંપની માં મેનેજર છે અને મુન્ની મોટી સ્કુલ ની પ્રિન્સીપાલ ….To read page 5 click here
No Comments