Page-1
મીઠાખળીમાં આવેલી હોટેલ સાઉથ એન્ડના એક રૂમમાં પલંગમાંથી ઉભી થઇ અને ચોંત્રીસ વર્ષની શર્વરીએ પોતના કપડા પેહર્યા,
એક દીકરાની માં થઇ પછી પણ સારું એવું શરીર સૌષ્ઠવ શર્વરીએ જાળવી રાખ્યું હતું ,એકદમ ગોરો વાન અને સરસ મજાની પર્સનાલીટી શર્વરીએ ડેવલપ કરી હતી ..
અને એનાથી ચાર વર્ષ નાનોસચિન કુંવારો અને એકવડિયો બાંધો અને આખા શરીરે એકદમ આછા વાળ ધરાવતો ગોરો ઉંચો ,પોઈન્ટેડ નાક, ઝીણી આંખો ધરાવતો એવો શર્વરીનો બોસચાર્ટડ એકાઉન્ટન્ટ સીડીઆઈસી બેંકનો આખા ગુજરાતનો ઓટો ફાઈનાન્સ ડીવીઝનનોહેડ ,નાની ઉમરમાં ખુબ તરક્કી કરી હતી સચિને ..
સચિને શર્વરીનો પથારીમાં પડ્યો પડ્યો જ હાથ ખેંચ્યો અને બોલ્યો ..ચલને ફરી એકવાર શર્વરી..,
શર્વરીએ કીધું ના ઘરે જવું પડશે મારે,સાંજના સાત વાગી ગયા છે, હવે વધારે મોડું થશે તો મારા સાસુ ઘરે કકળાટ કરશે અને પીયુષ નીચે હોટલની બહાર અડધો કલાકથી રાહ જોતો ઉભો છે,એનો મિસકોલ ક્યારનોય આવી ગયો છે ..!
પીયુષનું નામ સંભાળીને સચિનનો મૂડ ઓફ થઇ ગયો અને બોલ્યો ..શર્વરી દર વખતે આ તારો હસબંડ પીયુષ કીધા કરતા અડધો કલાક વેહલો કેમ આવી જાય છે ..? અને પાછો મિસ કોલ ઉપર મિસકોલ મારે છેજપતો જ નથી,
શર્વરી સેહજ આછું હસીને આડું જોઈ ગઈ, કઈ જવાબ ના આપ્યો..
સચિને પૂછ્યું પીયુષને ખબર છે આપણા રીલેશનની..?
શર્વરી બોલી..મને નથી ખબર કે પીયુષ જાણે છે કે નહિ..પણ દર ગુરુવારે આપણે જયારે અહિયાંસાઉથ એન્ડ હોટલમાં બપોરના આવી જઈએ છીએ અને પીયુષ મને લેવા આવે છે ,પછી એ દિવસે એ મારી સાથે બહુ ઓછું બોલે છે અને મને હાથ પણ નથી લગાડતો..અને હા સચિન લેટ મી કરેક્ટ યુ આપણા આ સબંધને તું રીલેશનશીપનું નામ નાઆપીશ, તું જે મારી સાથે કરી રહ્યો છે ને એને મોલેસ્ટેશન કેહવાય..એટલું બોલી શર્વરી એના કપડા અને વાળ સરખા કરવા લાગી.મોલેસ્ટેશન શબ્દ સાંભળીને સચિન થોડો અકળાઈ ગયો પણ પછી કંટ્રોલ કરી ગયો..CONT..2