Page-11
હોટલના રૂમના ટેબલ પર ઇશાનનું લેપટોપ હતું શર્વરી એ ટેબલ પાસે પડેલી ખુરશી પર બેઠી ઈશાને સેહજ શર્વરીની નજીક જઈને લેપટોપમાં પાસવર્ડ નાખ્યો ..
શર્વરીએ પોતાના ખભા પર ઇશાનનો હાથ પકડીને મુકાવ્યો અને બોલી કન્ટીન્યુ ઇશાન મેઇક મી હેપી, ઇશાન તૈયાર જ હતો,
ઇશાનખુરશીમાં બેઠેલી શર્વરીના ખભા અને શરીર પર હાથ ફેરવતો રહ્યો શર્વરી લેપટોપમાં રહેલા પ્રેઝન્ટેશનનેધ્યાનથી જોતી રહી અને એક પછી એક સ્લાઈડ તૈયાર કરતી રહી ..
ઇશાન જોતો રહ્યો અને શીખતો રહ્યો ,છેવટે બંને જણા પલંગમાં પડ્યા..કલાકએક પછી પલંગમાંથી ઉભા થઇને બંને એકપડા સરખા કર્યા અને શર્વરીએ કીધું ચલ એકવાર મારી સામે પ્રેઝન્ટેશન રન કરીજા તો..
ઇશાન એક પછી એક સ્લાઈડ લેપટોપમાં ફેરવતો ગયો અને પ્રેઝન્ટેશન આપતો ગયો, શર્વરી એને જ્યાં જરૂર લાગી ત્યાં ટીપ્સ આપતી રહી..
બેત્રણ વાર રીપીટેશન થયા છેવટે શર્વરીએ કીધું પરફેક્ટ પણ હજી બે ત્રણ વાર રટ્ટો મારી લેજે,ત્યાં આખા ઇન્ડિયાની જનતા હશે બે દિવસ માટેએટલે કોન્ફીડેન્ટલી બોલજે..
ઈશાને કીધું ઓકે સ્યોર મેમ..શર્વરીએ ભૂલ સુધારી સ્યોર નહિ, શ્યોર ઇશાન તારા પ્રોનાઉંન્સ પર ધ્યાન રાખજે ..
ઇશાન બોલ્યો સ્યોર ..સોરી મેમ.. શ્યોર મેમ ..શર્વરીએ એના ગાલ પર હળવી ટપલી મારી ધેટ્સ લાઇકમાય ગુડ બોય…ચલ હું નીકળું કોલ મી આફ્ટર યુ રીચ સુરત …
ઇશાન બોલ્યો શ્યોર મેમ ..
બંને જણા હસતા હસતા રૂમ ની બહાર આવ્યા,શર્વરીએ લીફ્ટમાં કીધું ઇશાન જરૂર પડે ડાયના મેમ ને પણ હેપી કરવા પડશે આઈ એમ શ્યોર યુ વિલ ડુ ધેટ હેપીલી ..વિલ યુ ડુ ધેટ ?
ઇશાનને થોડા ગલગલીયા થયા, આ તો એક કરતા બે હાથમાં આવી ફરી એ બોલ્યો શ્યોર મેમ..ઈશાને ક્યારેય ડાયના મેમને જોયા જ નોહતા ખાલી ફોન પર એમનો અવાજ જ સાંભળેલો હતો..
શર્વરી બોલી ઇશાન તારું આ શ્યોર મેમ પકડી રાખજે ,ફટાફટ પ્રમોટ થઈશ સીડીઆઈસી બેંકમાં તું..લીફ્ટ ઉભી રહી એટલે શર્વરી ઇશાનનું શ્યોર મેમ સાંભળવા ઉભી ના રહી અને દોડી ગઈ… Cont..12