Page:-16
જોરદાર તાળીઓ પડી હોલમાં ઈશાને ફટાફટ શર્વરીએ તૈયાર કરેલું પ્રેઝન્ટેશન આપી ગયો આખા હોલમાં બેઠેલા બધા સડક થઇ ગયા ,ત્રણે સુપર બોસ એ ઉભા થઇને ઇશાનને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું ..સતત પાંચ મિનીટ સુધી હોલ તાળીઓથી ગુંજતો રહ્યો ..
ઇશાન કમ્પ્લીટ બાજી મારી ગયો, શર્વરીને હાશ થયું..બપોરે લંચ સેશનમાં બીજા હોલમાં બેઠેલા સચિનને આખી વાતની જાણ થઇ એટલે એ દોડતો આવ્યો શર્વરી પાસે ..આ કાઠીયાવાડીએ શું કર્યું ? શર્વરી બોલી તારી વાટ લાગશે સચિન કાલે ,સાચવી લે ડાયનાને આજની રાત..સચિન દાંત ભીસીને બોલ્યો આવવા દે સાલા ઈશાનિયાને જોઉં છું એને ભુજના રણની તપતી રેતીમાં ના ઉંઘાડુને તો જો..
શર્વરી મનમાં ખુશ થઇ એ ચાન્સ નહિ આવે તારે સચિન,તારું કામ હું તમામ કરીશ કર હજી મોલેસ્ટેશન મારું ..!
લંચ પછી બીજા બધાએ જુનિયર મેનેજરોએ પોતાના પ્રેઝન્ટેશન આપ્યા,
રાત્રે ગાલા ડીનર હતું સીડીઆઈસી બેંકના બધા જુનિયર સીનીયર મેનેજરોએ પોત પોતાની રીતે ખુબ દારૂ પીધો અને રૂમમાં ગયા,ડાયના એ શર્વરીને ઈશારો કર્યો અને પોતાની પાસે બોલાવી ..
શર્વરી જેવી આવી એટલે ડાયનાએ એના રૂમની ડુપ્લીકેટ કી શર્વરીને આપી ..ઇશાન કો ભેજો..યુ આર ડન વિથ હિમ ના..
શર્વરીની આંખમાં ચમક આવી ગઈ,એણે માથું ધુણાવીને હા પાડી ડાયેનાને ,શર્વરીને તકદીર સાથ આપતું લાગ્યું ,ડાયનાની નજર ઇશાન પર ઠરી છે તો સચિન હવે બે દિવસ સ્ટે બેક કરે કે પાંચ દિવસ કોઈ ફર્ક નહિ પડે ,સચિન તો હવે ગયો જ નક્કી
શર્વરી ઇશાનને ચાલુ પાર્ટીમાંથી બહાર હોટલના રીસેપ્શન સુધી લાવી, ઇશાન લે આ ડાયના મેમની રૂમ કી .. એકવીસમાં માળ પર સ્યુટછે એમનો તારે આજે રાત્રે ત્યાં રેહવાનું છે ..ઇશાન ભડક્યો મેમ..મેમ આ શું છે ..? ક્યા ડાયના મેમ ? પેલા ફ્રોક પેહરી અને બેઠા હતાઅને ઘરડા જેવા લાગતા હતા એ ..?
શર્વરીએ પોતાના હાવભાવ થોડા કડક કર્યા અને બોલી ..હા ઇશાન એ જ ડાયના મેમ છે જેની સાથે તું ફોન પર વાતો કરે છે…જો ઇશાન ના પડવાની જગ્યા નથી , જો તું ડાયનાના રૂમમાં ના ગયો તો તું અને હું બંને બરબાદ..જતો રહે ચુપચાપ ..પ્લીઝ CONT..17