Page:-17
ઇશાન અચકાતા અચકાતા બોલ્યો પણ મેમ એ તો..
શર્વરીએ વચ્ચેથી જ એને બોલતો અટકાવ્યો અને એકદમ કડક અવાજે બોલી..બી અ મેન ઇશાન ,મર્દ બન અને મર્દ એને જ કેહવાય જે હાથમાં આવેલો મોકો ના છોડે,હાથમાં આવેલા મોકાનો ફાયદો ઉઠાવે એ સાચો મર્દ કેહવાય ..નો ચોઈસ ઇશાન જસ્ટ ગો એન્ડ મેઇક હર હેપી બાય ગુડ લક ..
એટલું બોલી અને શર્વરી ઊંધું ફરીને સડસડાટ પાર્ટીમાં જતી રહી.
પાંચ સિતારા હોટેલની ગલીયારામાં અટવાતો અટવાતો અને મનથી ગૂંચાતો ઇશાન એકવીસમાં માળે ગયો..ડાયનાના સ્યુટમાં..અને પાર્ટીમાં સચિને મિસ્ટર ચઢ્ઢાની રૂમ કી શર્વરીને આપી દીધી..શર્વરી થાકી અને રાત્રે પોણા બે વાગે મિસ્ટર ચઢ્ઢાની રૂમમાંથી પોતાના રૂમ પર આવી શાવર લઈને સેહજ આડી પડી ત્યાં એના રૂમની બેલ વાગી ..
બારણું ખોલ્યું ..લાલ લાલ તગતગતી આંખે ભયંકર ગુસ્સામાં ઇશાન ઉભો હતો,એની બંને આંખમાંથી આંસુ જતા હતા અને ચુન્થાયેલા વાળ અને શર્ટ ના બે બટન ખુલ્લા હતા ..
ઇશાનના ચિંથરેહાલ દેદાર જોઇને શર્વરીએ એને રૂમમાં ખેંચ્યો ..ઇશાન કશું જ બોલ્યા વિના ખાલી માથુંહલાવી અને ના પડતો રહ્યો અને ગુસ્સાથી હાંફતો રહ્યો શર્વરીના રૂમના દરવાજાની બારસાખ પકડીને ઉભો રહ્યો..શર્વરી એને ખેંચતી રહી રૂમમાં અને ઇશાન શર્વરીને ધક્કો મારતો રહ્યો ..
શર્વરી એને રૂમમાં ખેંચતી રહી ઇશાન ગુર્રાતો રહ્યો ધરાર અંદર રૂમમાં ના આવ્યો ઇશાન ..શર્વરીએ રૂમ કી કાઢી લીધી અને ઇશાનનો હાથ પકડી અને લીફ્ટ તરફ ખેંચ્યો ઇશાન યંત્રવત ચાલવા લાગ્યો એની સાથે, નાઈટ ડ્રેસપેહરેલી શર્વરી ઇશાનને છેક એકદમ હોટલની બહાર નરીમાન પોઈન્ટના દરિયાની પાળી પર લઇ ગઈ , લગભગ આખુ મુંબઈ ઊંઘી ગયી હતું રાતના બે વાગ્યા હતા ..
બંને જણા દરિયા કિનારે પાળી પર બેઠા શર્વરીએ કીધું હવે બોલ ઇશાન શું થયું ઇશાન ચુપ રહ્યો ..શર્વરીએ એને ખભેથી પકડી અને હચમચાવી નાખ્યો ..અને લગભગ ચીસ નાખી ઇશાન બોલ.. ઇશાન ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યો ..
શર્વરીએ એને થોડો નજીક લેવાની કોશિશ કરી. ઈશાને એને હડસેલો માર્યો ..અને બોલ્યો હું પુરુષ વેશ્યા થવા માટે ચાર્ટડ એકાઉન્ટન્ટ નથી થયો, અને બેંકમાં નથી જોડાયો ..તે અને તારી ડાયના એ મને વેશ્યા બનવી દીધો …CONT..18