Page:-18
શર્વરી એક લાફો માર્યો ઈશાનને અને બોલી ઇશાન કંટ્રોલ યોર સેલ્ફ, બધાની લાઈફમાં આ ફેઇઝ આવે છે , ઇશાન એ ધારદાર રીતે શર્વરીની આંખમાં જોયું અને બોલ્યો એટલે તારી લાઈફમાં શું થયું હતું .. જરાક પણ જુઠ્ઠું નો બોલીશ ..અને હા ..હું આ બધા ધંધા ફરી નથી કરવાનો.. શર્વરીએ કીધું એ તારી ઉપર ડીપેન્ડ છે તારે શું કરવું,પણ મારી સાથે તું જયારે રહ્યો ત્યારે તો તે આવું રીએક્ટ નોહ્તું કર્યું ..
તું જુદી વાત હતી સરૂ.. ઇશાન શર્વરીમાંથી સરુ પર આવી ગયો .. તું તો મને ગમતી અને મારી ઈચ્છા છે તું ,અને આ ડાકણ તો ખરેખરની ડાકણ છે મને કઈ બે ગોળીઓ ગળાવી અને મારી હાલત બગાડી નાખી છે..હજી મને ધડકારા થાય છે ,એણે મને ચૂંથ્યો છે સાલ્લ્લીડાકણએ ..સરૂ. એટલું બોલીને ઇશાન શર્વરીને વળગી પડ્યો અને રડવા માંડ્યો..
શર્વરીને ક્યાંક એવું લાગ્યું કે ઇશાન એને ખરા દિલથી પ્રેમ કરે છે અને ઇશાનનું એ સરુનું સંબોધન એને કોઈકની યાદ આપી ગયું,અને શર્વરીની સામે એના ભૂતકાળ દોડતો રહ્યો ..પણ ના ઇશાન ચિરાગ હરગીઝ નથી.. શર્વરીએ એના મનને વાળી લીધું
ઇશાનની સાથે શર્વરી પણ રડવા માંડી બંને જણા દરિયાની પાળે નરીમાન પોઈન્ટ ઉપર એકબીજાને ચોંટીને રડતા રહ્યા અને દરિયો પણ એ બંનેને જોઈને રંગમાં આવ્યો ,મધરાતે આકાશ લાલ લાલ થઇ ગયું
ઉછળી ઉછળીને દરિયામાં મોજા આવવા લાગ્યા એક મોટા ઉછળતા મોજાનું ખારું ખારું પાણી ઇશાનના બરડે અડ્યું અને ઇશાનના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.. શર્વરી એ ઇશાનનું ભીનું શર્ટ ઊંચું કર્યું અને બરડો જોયો ..આખો વાંસો નખોરિયાથી લાલ લાલ હતો .. ચલ રૂમ પર ઇશાન..તારા બરડે ઘા છે અને મારા હૈયે ..ચલ ઇશાન ચલ આપણે બંને લોહી લુહાણ જ છીએ…
ઇશાન ચુપચાપ યંત્રવત હારેલો થાકેલો શર્વરીના ખભે માથું નાખી અને શર્વરીના ટેકે ટેકે ચાલતો ચાલતો રોડ ક્રોસ કરીને હોટલમાં આવ્યો હોટેલનો સિક્યુરીટી સ્ટાફ એમ જ સમજતો હતો કે બંને ખુબ દારૂ પી ગયા છે,શર્વરી ઇશાનને એના રૂમ પર લઇ ગઈ, ઇશાનનું શર્ટ કાઢી અને એના જખમો ને સેહજ ગરમ પાણીના ટોવેલથી સાફ કર્યા ઇશાન દર્દનો માર્યો સિસકારા બોલાવતો રહ્યો,
શર્વરીએ રીસેપ્શન પર ફોન કરી અને ફર્સ્ટ એઇડ બોક્સ મંગાવ્યું ..હોટેલના સ્ટાફએ પૂછ્યું મેમ કુછ જ્યાદા હો તો ડોક્ટર કો બુલાયે ..CONT..19