Page:-19
શર્વરીએ ના પાડી ઇશાન હીબકા ભરતો ઊંઘી ગયો ઘડિયાળમાં જોયું શર્વરીએ સવારના ચાર થયા હતા..માસુમ ઇશાનના ચેહરાને જોતી શર્વરી સામેના સોફા પર ઊંઘી ગઈ..
સવારના આઠ વાગ્યા..સચિન નો ફોન રણક્યો શર્વરીના રૂમમાં, ઇશાન હજી ભર ઊંઘમાં હતો,સચિને પૂછ્યું ચઢ્ઢા જોડે રાત બરાબર હતી શર્વરી એ ધીમા અવાજે કીધું હા ઓકે ..બ્રેકફાસ્ટ પર આવ આજે મારું પ્રેઝન્ટેશન છે અને તારી ટ્રેનીગ આજે સીલ્વારાજ સરની રૂમ કી તું લઇ લેજે..
શર્વરીએ હા પાડી સચીને ફોન મુક્યો શર્વરીને કોણ જાણે કેમ કોઈ ઉત્સાહના જાગ્યો,ફરી પછી સોફામાં જઈને પડી રહી,
ઘડિયાળએ એનું કામ કર્યું નવ વાગ્યા બ્રેકફાસ્ટ માટે રાજકોટવાળાનો ફોન આવ્યો, નીચે આવો શર્વરી મેમ અને ઇશાન ક્યાં છે આખી રાત એ રૂમ પર નથી આવ્યો શર્વરીએ કીધું.. ઇશાન એના ફ્રેન્ડસ જોડે ફરવા ગયો હતો અને એને એક્સીડેન્ટ થયો છે કઈ મેજર નથી બાઈક પરથી પડ્યા છે અને બરડે છોલાયું છે, એટલે મેં એને મારા રૂમમાં રાખ્યો છે,તમે લોકો બ્રેકફાસ્ટ કરીને મારા રૂમ પર આવો અને મારો અને ઇશાનનો બ્રેકફાસ્ટ મારા રૂમ પર મોકલો..
શર્વરીએ ફોન કાપ્યો અને ઇશાનને ઉઠાડવા એના માથે હાથ મુક્યો ઇશાન તાવથી ધગધગતો હતો,શર્વરીથી ચીસ નાખી ગઈ, એણે તરત જ રીસેપ્શન પર ફોન કરીને ડોકટર બોલવવાનું કહ્યું, થોડીવારમાં રાજકોટ અને બરોડાવાળા બંને આવ્યા, શર્વરીનું મોઢું જોઇને એમને લાગ્યું કે નક્કી કઈ મોટું છે, શર્વરીએ કીધું ઇશાનને ભયંકર તાવ છે અને બેહોશ છે ,થોડીવારમાં ડોક્ટર આવ્યા અને ઇશાનને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો,એની જોડે સચિને રાજકોટ અને બરોડાવાળા કલીગ્સ ગયા શર્વરીને કમ્પલસરી ટ્રેનીગમાં મોકલી પણ શર્વરીનો જીવ તો ઈશાનમાં જ હતો દર કલાકે કલાકે ફોનથી ઇશાનના ખબર લેતી રહી..
બપોર પછી ઇશાન ભાનમાં આવ્યો તાવ પણ ઉતર્યો હતો અને સીડીઆઈસી બેંકના બધા જ સ્ટાફમાં ઇશાનના એક્સીડેન્ટના સમાચાર ફેલાઈ ગયા હતા, સીનીયર અને જુનિયર બધાને ખબર પડી ગઈ હતી કે ઇશાન હોસ્પિટલાઈઝડ છે ..
ડાયના રોચા ગભરાઈ હતી,એ શર્વરી પાસે લંચ સેશનમાં આવી અને બોલી થેન્ક્સ શર્વરી તુને એક્સીડેન્ટવાલી સ્ટોરી બનાકે મુઝે બચા લિયા, કાફી સેન્સીટીવ હૈ યે લડકા , તું તો બતા રહી થી કી તેરે સાથ સબ હો ..CONT..20