Page:-21
સિલ્વરાજ સર ગુજરાતીમાં બોલ્યા હા બેટા ખાઈ લે બને જણા આશ્ચર્યમાં પડ્યા .. સિલ્વારાજ સર બોલ્યા હું ગુજરાતમાં મોટો થયો છું અને આઈઆઈએમ અમદાવાદમાં હું ભણ્યો છું .કેવું લાગ્યું મારું ગુજરાતી..?હું ગુજરાતી જ છું ..
ગુજરાતીમાં બોલી અને એકદમ વાતાવરણના ભારને સિલ્વારાજ સરએ હળવું કરી નાખ્યું ,એમણે ઇશાનને સેહજ ટેકો આપીને બેઠો કર્યો ..અને શર્વરીએ એને ચમચી ચમચીથી જમાડવાનું ચાલુ કર્યું..
સુપર બોસ સિલ્વારાજની હાજરીથી શર્વરી અને ઇશાન એકદમ એટીકેટથી વર્તતા હતા ,બંને જણા માટે આ એક બહુ મોટી વાત હતી કે સિલ્વારાજ સર ઈશાન શર્વરીના રૂમ પર આવ્યા..ઇશાન જમી રહ્યો પછી સિલ્વારાજ સરએ કીધું ઇશાન કાલે રાત્રે તું સૌથી પેહલા મારા રૂમમાં આવ્યો એ તે બહુ જ સારું કર્યું બેટા ,ગઈકાલે તું સખત ગુસ્સામાં હતો એટલે મેં તારી સાથે કોઈ બીજી વાત ના કરી તું જે બોલ્યો એ મેં સાંભળી લીધું હવે મને આખી ગઈકાલની વાત વિસ્તારથી કહે શું થયું હતું ..?
શર્વરીના પગ નીચેથી અચાનક જમીન ખસી ગઈ..શર્વરી રૂમ છોડીને બહાર જવા લાગી સિલ્વરાજ સરએ જોરથી બુમ મારી તારે પણ અહી બેસવાનું છે શર્વરી..શર્વરી એક આરોપીની જેમ નીચી નજરે સોફા પર બેસી ગઈ..પછી ઇશાન તરફ ફરીને સિલ્વરાજ બોલ્યા .બોલ બેટા ઇશાન શું કેહવું છે તારે..?ઈશાને મોઢું ખોલ્યું સર મોલેસ્ટેશન વિના આગળ ના અવાય લાઈફમાં ?શુ તમારું પણ મોલેસ્ટેશન થયું છે ? આવી રીતે તમને પણ કોઈ તમારી સીનીયર ઓફિસરે ચૂંથી કાઢ્યા છે?ઇશાનના ધારદાર સવાલથી સિલ્વારાજ સર થોડા આઘાપાછા થયા પણ એ ઉદ્દેશથી આવ્યા હતા એને પૂરો કરવા હવે એમને મર્યાદા મૂક્ય જ છૂટકો હતો ..સિલ્વારાજ સર બોલ્યા ..ના કેમ અવાય બેટા ચોક્કસ આગળ અવાય , શર્વરી બેટા તારું શું કેહવું છે .? શર્વરી કઈ બોલી નહિ એટલે સિલ્વારાજ સર બોલ્યા શર્વરી તે જ ઇશાનને ડાયનાના રૂમમાં મોકલ્યો હતોને ..?પોઈન્ટ બ્લેન્ક સવાલ નાખ્યો એમણે શર્વરી પર ..શર્વરી નીચું જોઈ રહી કોઈ જ જવાબના આપ્યો ..સિલ્વારાજ સર આગળ બોલ્યા ..ગઈકાલે રાત્રે ડાયનાના રૂમ પરથી ઇશાન સીધો મારા રૂમ પર આવ્યો હતો અને ખુબ ગુસ્સામાં હતો, બહુ બધું બોલ્યો ઇશાન આપણી બેંકમાં ચાલતા બધાના કાંડ વિશે એ રડતો ગયો અને બોલતો ગયો , ડાયનાએ પણ ઘણું બધું એને કહી દીધું છે ..ઇશાનના મોહમાં આવી જઈને..અને પોતે જે કરી રહી છે એને સાચું ઠેરવવા માટે ..CONT..22