Page:-23
શર્વરી બોલી ..કરવું પડે ઇશાન કરવું પડે તને ઓરતની મજબૂરીનો ક્યાં અંદાજ છે..હું આવી નોહતી .. તારી જેમ મારું જયારે પેહલું મોલેસ્ટેશન થયું ને ત્યારે હું ખુબ રડી ચીખી અને ચિલ્લાઈ હતી,તું તો નસીબવાળો છે કે તને સંભાળનારા સિલ્વારાજ સર મળ્યા અને છાનો રાખવા શર્વરી મળી …આ તારી શર્વરી મેમને તો કોઈ જ ના મળ્યું પેહલા દિવસથી તે આજ સુધી ..બસ બધાએ પોતાના સ્વાર્થ અને મજા માટે રૂમની ચાવીઓ આપી અને લીધી..
અને ઇશાન જો એક સર્વ સામાન્ય વાત છે તમે જે કોઈ ધંધો કે નોકરી કરતા હો ને ત્યારે એમાં ક્યાંક કઈ ખોટું થતું હોય કે ખોટું કરતા હો અને એ ખોટાને જો ધંધાના ભાગ તરીકે સ્વીકારી લો ને ત્યારે એ કામ ગમે તેવું હોય પણ એ કામ પ્રત્યે તમને ક્યારેય ઘૃણાના થાય..કારણકે એ કામ કરવાથી જે પૈસા મળે છે ને એમાંથી તમારું ઘર ચાલે છે તમારા અને તમારા ઘરવાળાના મોજ શોખ પોસાય છે..
ઇશાનએ થોડા તુચ્છકારથી શર્વરીની સામે જોયું એટલે શર્વરી આગળ બોલી ..
મોલેસ્ટેશનને મારી આ કોર્પોરેટ લાઈફના એક ભાગ તરીકે મારી સાથે ચોટાડવામાં આવ્યો છે .
આજે તો હું પણ તને કહી જ દઉં કે કેવી કેવી મજબૂરીમાંથી હું નીકળી છું ..નાનપણમાં હું અને મારો ભાઈ એક એક નાની નાની વાતો માટે તરસતા હતા ,હું પંદર વર્ષની થઈને ઇશાન ત્યાં સુધી તો અમે ભાજીપાંવ જેવી વસ્તુ ખાધી નોહતી,લો ગાર્ડનની અંદર રમવા જતા પણ જમવા નહિ ..મારો ભાઈ એના દોસ્તોના માંગેલા કપડા પેહરી અને લગ્નોમાં જતો, અને મારા માં બાપ ખુશ થતા જો જોયું કેવો પોતાનો રસ્તો કરતા શીખી ગયો..આડકતરી રીતે મને પણ એ કેહવામાં આવતું કે કોઈના માંગેલા કે મફતમાં થાય એટલા જલસા કરી લેવાના,કોઈના ઉદઘાટનમાં હમેશા અમે ત્રણ ચાર કપ આઈસ્ક્રીમ ખાતા અને મારા માંબાપ પોરસાતા અને અમને કેહતા કે છોકરાવ દબાઈને ખાઈ લેજો..જીવનમ મોજ અને શોખને તો આ તારી શર્વરી મેમ એ જોયા સુધ્ધા નથી, પેહલીવાર કોલેજમાં આવી પછી એક ફ્રેન્ડની ગાડીમાં બેઠી તો મારો બાપ, માં અને ભાઈ ગાંડા ગાંડા થઇ ગયા કે શર્વરી તો ગાડીમાં બેસીને આવી અને
બીજી વાર જયારે નવરાત્રીમાં એકલી બેઠી તો અડધી રાત્રે મારી એજ ફ્રેન્ડના ભાઈએ મારી છાતી પર હાથ માર્યો અને મેં બુમ મારી કે બ્લાઉઝ ફાટી જશે તો એ બોલ્યો વાંધો નહિ મારા બાપનું જ છે ,મારી બેહને જ તને પેહરવા આપ્યું છે ને …CONT..24