Page:-24
આ બધું સાંભળીને ઇશાન બોલ્યો મેમ તમે તો એવી વાતો કરી છો કે ગરીબ લોકોને દુનિયામાં તકલીફ જ હોય છે અને એ બધાને શરીર વેચ્યે જ છૂટકો હોય ..શર્વરી ઓર ગીન્નાઈ ..સાંભળ ત્યારે ઇશાન સાંભળ ..મારી પેહલી નોકરી અઢી હજારની હતી ડેટા એન્ટ્રી ઓપરેટરની ,અને ત્યારે જ મને પરણાવી દેવામાં આવી પીયુષ જોડે ..
વર્ષ પછી પીયુષ પોતે ખુબ સંતોષી અને બિલકુલ એમ્બીશીયષ ના લાગ્યો મને ,પણ હું પ્રેગ્નેટ હતી પડ્યું પાનું નિભાવવાનું હતું ,એક સંતાન ને જન્મ આપી અને હું ફરી નોકરીએ લાગી..
ત્યારે મને મળ્યો ચિરાગ ,એ મારી સાથે ભણતો તારી જેમ એ પણ મને સરૂ કહીને બોલાવતો હતો ઇશાન, એ એક લાઈફ ઇન્સ્યુરન્સ કંપનીમાં સેલ્સ મેનેજર હતો,અને એણે મને એની કંપનીમાં જોબ અપાવી..
આટલું સાંભળીને સિલ્વારાજ સર બોલ્યા ઓકે શર્વરી તો આ બધાની શરૂઆત ઇન્સ્યુરન્સ કંપનીમાંથી થઇ..શર્વરીએ માથું ધુણાવીને હા પાડી
ઇશાન તરત જ બોલ્યો તમને કેવી રીતે ખબર પડી સર ..સિલ્વારાજ સર થોડું હસીને બોલ્યા બેટા ઇશાન ઇન્સ્યુરન્સ કંપની જોઈન તો બધા કરી લે છે પણ એમાં ટકવું બહુ મુશ્કેલ છે ,એમાં બે જ પ્રકારના માણસો ટકી શકે છે ,એક તદ્દન નફફટ અને નાગા જેને પોતાના માન કે અપમાનની પડી નથી એવા અને બીજા જેણે પૈસાની સખત જરૂર છે કે ભૂખ છે એવા લોકો .. એમ આઈ રાઈટ શર્વરી ..?
શર્વરી કશું બોલી નહિ ..સિલ્વરાજ સર બોલ્યા હવે તારે કઈ વધારે કેહવાની જરૂર નથી શર્વરી હું સમજી ગયો છું બાકીનું બધું ..ઇશાન ફરી વચ્ચે બોલ્યો સર હું નથી સમજ્યો .,શર્વરી મેમની આખી વાતમાં ક્યાય એવું નથી કે જે મારી સાથે ગઈકાલે થયું હું એમને જસ્ટિફાય નથી કરતો..
સિલ્વારાજ સર બોલ્યા હું કહું તને શું થયું હશે ઇશાન .. એ ચિરાગે શર્વરીને પેહલા જેમ શર્વરીએ તને પ્રેમથી વશમાં કર્યો ,એમ શર્વરીને ચિરાગએ વશમાં કરી હશે અને પછી જેમ શર્વરીએ એના બોસ સચિનના પ્રેશરને લીધે તને ડાયનાના રૂમમાં ધકેલ્યો એમ ચિરાગે શર્વરીને કોઈના રૂમમાં ધકેલી હશે .. એમ આઈ રાઈટ શર્વરી ..?શર્વરીએ નીચી નજરે હા પાડી ..
ઇશાન ફરી એકવાર બોલ્યો તમને કેવી રીતે ખબર પડી સર..? CONT..25