Page:-25
સિલ્વારાજ સર હસીને બોલ્યા અનુભવ બેટા મોટેભાગે માણસ જે ક્રાઈમ પોતાની સાથે થયો હોય એ જ બીજા ઉપર કરે છે અને રીત પણ એની એ જ રાખે..અને તો જ એને સફળતા મળે..
હવે મારો સવાલ તમને બંનેને તમારે સીડીઆઈસી બેંકમાં કંટીન્યુ કરવાનું છે ..? બંને જણાએ એક સાથે ના પાડી..સિલ્વારાજ સર બોલ્યા કેમ ?
શર્વરી બોલી સર થાકી ગઈ છું આ બધાથી બસ હવે નથી થતું..સિલ્વારાજ સરએ કીધું એ સારી વાત છે કે તું થાક્કી ગઈ છે આ બધાથી પણ તારે મારું એક કામ કરવાનું છે શર્વરી ,એક વર્ષ સીડીઆઈસીમાં રહી જા ,અને પછી જોબ છોડજે મારે આ બધો કચરો સાફ કરવાનો છે સીડીઆઈસી માંથી ..
શર્વરી બોલી એ કચરો તમારાથી સાફ નહિ થાય સર એના મૂળ બહુ ઊંડા છે ..છેક એમ ડી જયેશ સુધી જાય છે..ડાયેના રોચા અને જયેશ પારેખ કલાસમેટ હતા ,અને લોકો તો ત્યાં સુધી કહે છે કે ડાયેના રોચા સાથે તમે પણ …
સિલ્વારાજ સર થોડું હસીને બોલ્યા હા મને ખબર છે,જયેશ પારેખ , ડાયેના અને ચઢ્ઢા ત્રણે મારી નજર સામે આ બેંકમાં જોડાયો છે અને એના બધા કરતૂતો હું અને એનો બાપ દિનેશ પારેખ જાણીએ છીએ માટે જ અમારે આ બધું હવે બંધ કરાવવું છે અને સીડીઆઈસી બેંક ના સારા નસીબે હજી એનો ચેરમેન દિનેશ પારેખ પંચ્યાસી વર્ષે જીવે છે .. મેં અને દિનેશ પારેખ બંને જણે અમારા લોહી પાણી એક કરીને આ સીડીઆઈસી બેંકને મોટી કરી છે મારી તમને બંનેને એક રીક્વેસ્ટ છે આવતીકાલ સાંજ સુધી કોઈ ડીસીશન ના લેશો ..એવોર્ડ સેરેમની પતવા દેજો.. એમાં ચેરમેન દિનેશ પારેખ જાતે આવવાના છે..
ઇશાનએ કીધું ઓકે સર .. સિલ્વારાજ સર પોતાની ખુરશીમાંથી ઉભા થયા અને કીધું હું જઈશ હવે તમે બંને સાચવી ને રેહજો શર્વરી પ્લીઝ કોઈ ડીસીશન હમણાં નહિ જ..અને હા શર્વરી મોલેસ્ટેશન અને એબ્યુઝમેન્ટમાં ઘણો ફર્ક હોય છે. તે અને ડાયનાએ ઇશાનને અબ્યુઝ કર્યો છે આને મોલેસ્ટેશનના કેહવાય..
આટલું બોલીને સિલ્વારાજ સર રૂમની બહાર નીકળી ગયા ..ઇશાન અને શર્વરી રૂમમાં એકલા પડ્યા,ઇશાન પલંગ પરથી ઉભો થયો અને બોલ્યો સોરી સરૂ મેં તમને હર્ટ કર્યા છે શર્વરી કશું જ બોલ્યા વિના સોફામાંથી ઉભી થઇ અને ઉતરેલા મોઢે બાથરૂમમાં જતી રહી રાત્રીના અગિયાર થયા હતા, ઇશાન રૂમની બારીમાંથી અંધારામાં ઉછાળતો અરબી સમુદ્ર જોતો રહ્યો ..CONT..26