Page:-27
ચિરાગે મને કન્વીન્સ કરવા અને એના લીજીકને સાચું ઠેરવવા એ બોલ્યો ..હવે એ ડોક્ટર અને તારી કે મારી વચ્ચે કોઈ જ કોમન ટોપિક નથી ,અને જયારે કોઈ કોમન ટોપિક ના હોય તો પુરુષો માટે બે જ ટોપિક કોમન બચે છે, એક દારુ અને બીજું સેક્સ ..સરૂ તું તારા ઘરે દારૂ પી ને જઈ નહિ શકે એટલે તારા માટે આ બીજો રસ્તો જ રહ્યો છે ,અને આ રસ્તો તારા અને મારા બંને માટે સેઈફ પણ છે સમાજમાં ક્યાંય કોઈ ને ખબર નહિ પડે ..જો આ લાઈનમાં તારે આગળ વધવું હોય તો એક જ રસ્તો છે તારે માટે..
આવી બધી ગોળ ગોળ વાતો કરી અને મને ચિરાગે ધકેલી દીધી .. હું તારા કરતા પણ વધારે એકલી એકલી રડી પણ જયારે ચાર કરોડની પોલીસીનું કમીશન આવ્યું અને એમાંથી મેં મારી ગાડી લીધી અને મારા હસબંડ અને દીકરાના મોઢાની ખુશી જોઈ ..બસ પછી મેં આ વાતને મારી કેરિયરના એક ભાગ તરીકે સ્વીકારી લીધી..મને ઘણી વાર કેહવામાં આવતું કે એક સ્ત્રી તરીકે તું ફિલ્ડમાં જા .. શર્વરીના ગળામથી એક ડૂસકું નીકળી ગયું ..સ્ત્રી તરીકે ફિલ્ડમાં જવાનું એટલે પરફેક્ટ રીતે તૈયાર થવાનું અને ક્લ્યાન્ટ ને મારે મારી તરફ આકર્ષવાનો..અને પછી જેવો ક્લ્યાન્ટ અને જેવું પ્રીમીયમ એવી સર્વિસ…જેમ જેમ હું રૂપિયા કમાતી ગઈ અને ઇન્સ્યુરન્સ કંપનીમાંથી મને ઇન્સેન્ટીવના ભાગ રૂપે ફોરેનની ટ્રીપો મળતી ગઈ ,મારો પરિવાર પણ એ બધાથી ટેવાતો ગયો , મારો પાંચ વર્ષનો દીકરો પણ હવે પૂછે છે કે મમ્મી આ વર્ષે આપણે ક્યાં ફરવા જવાનું છે? અને મને પણ લાઈફની લક્ઝરીમાં જ આનંદ આવતો..હું ભૂલી ગઈ કે કઈ કિમતે એને હું મેળવી રહી છું બસ કોઈપણ ભોગે ટાર્ગેટ એચીવ કરો અને પર્કસ મેળવો, નવા નવા દેશ અને દુનિયા કંપની ના ખર્ચે જોવો હરો ફરો અને મજા કરો..
હું એવી ગાડીમાં બેસી ગઈ કે જેમાંથી ઉતરવું મારે માટે શક્ય નોહતું..મોલેસ્ટેશન કે અબ્યુઝમેન્ટ મારી સાથે શું થઇ રહ્યું છે એનું જ મને ભાન ના રહ્યું..
બસ પછી ધીમ ધીમે હું ટેવાતી ગઈ અને મને આ બધી વસ્તુઓથી ઘૃણા જતી રહી ,
પણ ઇશાન કાલે તે મારી અંદરની શર્વરીને જગાડી દીધી છે બસ હવે નહિ ..મોલેસ્ટેશન કે અબ્યુઝમેન્ટ કઈ પણ નહિ..
શર્વરી બોલતા બોલતા હાંફી ગઈ ઈશાને એને પાણી આપ્યું ..બંને જણા સોફામાં પડી રહ્યા અને રાત વિતાવી ..CONT..28