Page:-28
બીજા દિવસે સવાર સવારમાં એક ગાડી નરીમાન પોઈન્ટ પરની પાંચ સિતારા હોટેલમાં શર્વરી અને ઇશાનને લેવા આવી
નરીમાન પોઈન્ટ ઉપર હોટેલની પાછળ જ આવેલી સીડીઆઈસી બેંકની કોર્પોરેટ ઓફિસમાં લઇ જવા માટે ..
સીડીઆઈસી બેંકના ચેરમેન દિનેશ પારેખની સામે શર્વરી અને ઈશાનને સિલ્વારાજ સરએ ઉભા કર્યા કોઈ જ બહુ વાતો નહિ ફક્ત બે પાંચ વાક્યોની આપ લે થઇ ઇશાન અને શર્વરીની ચેરમેન દિનેશ પારેખ સાથે ..
ઇશાન અને શર્વરીની અક્કલ બહારની ઘટના હતી દિનેશ પારેખની ઓફિસમાં દિનેશ પારેખને મળવું..
સાંજે પાંચ સિતારા હોટલમાં કિંગ હોલમાં સાયકલ મીટીંગનું છેલ્લું સેશન ચાલુ થયું
સીડીઆઈસી બેંકનો સીનીયર જુનિયર બધા જ મેનેજર લેવલનો સ્ટાફ હજાર લગભગ દોઢસો જણા હતા…સતત ત્રણ વર્ષથી ટાર્ગેટ એચીવર તરીકે શર્વરીને યુરોપની ટ્રીપ ફેમીલી સાથે આપવામાં આવી હતી..
પેહલા એવોર્ડ સેરેમની થઇ અને પછી વારો હતો પ્રમોશન અને ટ્રાન્સફર એનાઉન્સમેન્ટનો ..
અચાનક પંચ્યાસી વર્ષના સીડીઆઈસી બેંકના ચેરમેન દિનેશ પારેખની એન્ટ્રી પાંચ સિતારા હોટેલના કિંગ્સ હોલમાં થઇ, એકદમ ખળભળાટ મચી ગયો તમામ લોકો હોલમાં પોતાની જગ્યા પરથી ઉભા થઇ ગયા..સીડીઆઈસી બેંકના મોટાભાગના મેનેજરોએ એમના ચેરમેન દિનેશ પારેખને ફક્ત છાપામાં ફોટામાં કે ટીવી પર જ જોયા હતા ,એ બધા મેનેજરો પેહલીવાર દિનેશ પારેખને રૂબરૂ જોઈ રહ્યા હતા ..!
દિનેશ પારેખએ પોતાની જગ્યા લીધી ,ડાયેના અને મિસ્ટર ચઢ્ઢા સમજી ગયા કે આજે આ બેંકમાં ના થવાનું બધ્ધું જ થશે ચેરમેન દિનેશ પારેખ સાયકલ મીટીંગમાં એમનેમ ના આવે..હોશકોશ ઉડી ગયા ડાયના અને મિસ્ટર ચઢ્ઢાના, દિનેશ પારેખએ બધાને બેસવાનો ઈશારો કર્યો લગભગ સવાસોથી દોઢસો માણસોનો સ્ટાફ યંત્રવત પોતાની જગ્યાએ બેઠો ..
ડાયેનાને કઈક મોટી ગડબડ લાગી એટલે ડાયેનાએ એના મોબાઈલમાંથી ચેરમેન દિનેશ પારેખના દીકરા અને પોતાના કલાસમેટ સીડીઆઈસી બેંકના એમ.ડી. જયેશ પારેખને પોતના મોબાઈલમાંથી મેસેજ કર્યો ..ચેરમેન દિનેશ પારેખ ઇસ ઇન સાયકલ મીટીંગ વેર આર યુ જયેશ ?