Page:-3
સચિન હોટેલની પાછળ પાર્કિંગમાંથી એની ગાડી લઈને નીકળી ગયો,શર્વરી પીયુષના બાઈક પાછળ બેસીને ઘેર ગઈ.સચિનના મગજ ઉપર આવતા મહિનાના પેહલા અઠવાડિયે મુંબઈમાં થનારી સીડીઆઈસી બેંકની સાયકલ મીટીંગનું ટેન્શન સવાર થઇ ગયું,દર છ મહીને વર્ષમાં બે વાર સીડીઆઈસી બેંકની સાયકલ મીટીંગ થતી અને એમાં દરેક મેનેજરોના ભવિષ્ય નક્કી થતા..
શર્વરી અને પીયુષ લોગાર્ડનની પાછળ લાલ બંગલાની બાજુમાં આવેલા પોતાના ફ્લેટમાં પોહચ્યા ફ્લેટ ત્રણ બેડરૂમનો હતો,પીયુષના પપ્પા અને શર્વરીના સસરા ગવર્મેન્ટ ઓફિસર હતા,થોડા ઘણા રૂપિયા મારી ખાધા હતા ,એટલે ઘર પ્રમાણમાં સારું હતું પણ પીયુષમાં બહુ ભલીવાર નહિ એટલે સમજીને શર્વરીના સાસુ સસરા એ શર્વરીને નોકરી કરવાની પરમીશન આપી,
શર્વરી પોતાની પેહલી નોકરીથી અત્યારે કેરિયરના દસમાં વર્ષએ ચોથી નોકરી સુધી પોહચી અને એમાં એ સીડીઆઈસીજેવી મોટી બેન્કિંગ કોર્પોરેટ કંપનીમાં ઓટો ફાયનાન્સ ડીવીઝનની આસીસ્ટંટ જનરલ મેનેજર બની ગઈ હતી …
ઘરે પોહચીને શર્વરીએ શાવર લીધો ફેશ થઈને અને ઘરના કામે લાગી ,ઉનાળો હતો એટલે દિવસો લાંબા હતા..શર્વરીને ઘરના કામ કરતા કરતા એની સાથે કોઈની ગાડીમાં એકલા બેસવાની કેટલી કિમત ચૂકવી હતી એ યાદ આવી ગયું ..શર્વરીની ફ્રેન્ડ શ્રેયાનો ભાઈ જયારે કોલેજમાં હતી ત્યારે એને લેવા નવરાત્રીમાં શર્વરીના ઘેર આવ્યો અને રાત્રે પાછા મુકવા જતા, રીતસર તૂટી પડ્યો હતો..માંડ માંડ આબરૂ બચી હતી..
રાત પડતા સુધીમાં સચિનના માથા પર સાયકલ મીટીંગ સવાર થઇ ગઈ હતી,અને એને ઊંડે ઊંડે ક્યાંક લાગતું હતું કે આ વખતે સાયકલ મીટીંગમાં એનું માથું તલવારની ધારે છે,
એટલે સચિને રાત્રે ને રાત્રે એણે આખા ગુજરાતના પોતના બધા કલીગ્સને ફોન કર્યા અને મન્થ એન્ડ હતો એટલે બધાની ઊંઘ ઉડાડી ,અને હુકમ છોડ્યો તમારા સેલ્સના ફિગરો અત્યારે અને અત્યારે આપો ,અને સચિને બધા જ જુનિયર્સની હવા ટાઈટ કરી નાખી સચિને..એકમાત્ર શર્વરીને ફોન ના ગયો..રાત્રે સચિન પાસે બધાના સેલ્સ ફિગરો આવ્યા એકમાત્ર શર્વરી બાકી રહી ગઈ હતી,બધા ફીગર્સ તરત જ એણે બોમ્બે પોતાની સીડીઆઈસી બેંકની નરીમાન પોઈન્ટ પર બેસતી સીડીઆઈસી બેંકની ઓલ ઇન્ડિયા ઓટો ફાયનાન્સ ડીવીઝનની સુપર બોસને ડાયના રોચાનેમેઈલ કરી દીધા,CONT..4