Page:-31
ઇશાનને એકદમ ઈચ્છા થઇ ગઈ બોલવાની.. સરૂ અત્યારે જ આવ, પણ એ બોલતા અટકી ગયો..
સીધું એવું કેહવાને બદલે ઇશાન બોલ્યો..સાયકલ મીટીંગને તો હજી દોઢ મહિનાની વાર છે મેમ, જો ખરેખર તમારે તમારા લો પરફોર્મન્સ માટે વાત કરવી હોય અને સાયકલ મીટીંગ પેહલા જો તમારે કોઈ કરેક્ટીવ એક્શન લેવા હોય તો તમે આપણા એમડી સિલ્વારાજ સરને ડાયરેક્ટ ફોન કરી એપોઇન્ટમેન્ટ લઇ અને તાત્કાલિક અહિયાં બોમ્બે આવી જાવ..ચોક્કસ કૈક રસ્તો નીકળશે ખરો..અને હા મેમ સીડીઆઈસી બેંકનું એક ગેસ્ટહાઉસ વરલીમાં છે અને હું પણ એક બેડરૂમનો ફ્લેટ ભાડે રાખી અને વરલીમાં જ રહુ છું,અને હા બીજી વાત આ આખુ વિક મારા ઘરમાં હું એકલો જ છું સરૂ, ઈશાને આડકતરું પોતાની સાથે રેહવાનું આમંત્રણ શર્વરીને આપી દીધું ,પછી ઇશાન આગળ બોલ્યો ..તમે અત્યારે જ ફોન કરો મેમ, આપણા એમડી સરને, આજે સોમવાર છે અને આ ગુરુવારથી સિલ્વારાજ સર દિલ્લી અને નોર્થ ઇન્ડિયાના ટ્રાવેલિંગ પર છે..
શર્વરીએ કીધું ઓહ..ઓકે ..શર્વરી એક બે સેકન્ડ વિચારમાં પડી ગઈ ફોન કરું કે ના કરું મુંબઈ જાઉં કે નહિ ?પણ મનમાં એક અદમ્ય ઈચ્છા જાગી હતી શર્વરીને , ઇશાનને મળવાની.. અને ઇશાનનો ઈશારો શર્વરી સરસ રીતે સમજી ગઈ હતી , છેવટે એક પંથ દો કાજ એમ વિચારીને સીડીઆઈસી બેંકના એમડી સિલ્વારાજ સરને શર્વરીએ ફોન લગાડ્યો, અને એમની પર્સનલ આસીસ્ટન્ટને મેસેજ આપ્યો કે મને બુધવારની સરને મળવા માટેની એપોઇન્ટમેન્ટ આપો ,મારે મુંબઈ એમને મળવા આવવું છે.. એકાદ કલાકમાં સિલ્વારાજ સરની આસીસ્ટન્ટનો બોમ્બેથી ફોન આવ્યો શર્વરીમેમ બુધવારે બપોરે ત્રણથી સાડા ત્રણમાં તમારી એપોઇન્ટમેન્ટ છે , પણ મેમ આઈ રીક્વેસ્ટ તમે થોડા વેહલા આવજો , જો સર ફ્રી થશે તો તમને વધુ સમય માટે મળી શકશે ..
શર્વરીએ કીધું ..ઓફકોર્સ હું બુધવાર સવારથી જ સીડીઆઈસીની બોમ્બે કોર્પોરેટ ઓફીસમાં જ હોઈશ ડોન્ટ વરી..સર મને ગમે ત્યારે બોલાવી શકે છે..અને પછી બોલી કેન યુ ટ્રાન્સફર ધીસ લાઈન ટુ ઇશાન પ્લીઝ ..ફોન ઇશાનની કેબીનમાં ગયો શર્વરીએ કીધું..ઇશાન સર હું કાલે રાતની ફ્લાઈટ લઉં છું અને મુંબઈ આવું છું અને ફ્રાઈડે મોર્નીગ ફ્લાઈટથી પાછી અમદાવાદ જઈશ..તમે મને એરપોર્ટથી પીક કરી લેજો..ઇશાન માટે ઈશારો કાફી હતો..
શર્વરીની આ બોમ્બેની ટ્રીપ એના અને ઇશાનના જીવનમાં બહુ જ મોટી ઉથલ પાથલ મચાવવાની હતી..CONT..32