Page:-34
શર્વરી બોલી હા ઇશાન ..સિલ્વારાજ સરની સ્ટ્રીક ઈન્સ્કટ્રશન પછી મેં મારા એવા ચાર પાંચ ક્લાયન્ટ ઓછા કરી નાખ્યા, જ્યાં મારે એ લોકોની પથારી ગરમ કરવા જવું પડતું હતું..અને એ બીઝનેસનો મોટો લોસ અત્યારે મારા સેલ્સ પર દેખાય છે..તને ખબર છે ઇશાન, સચિન હમેશા એકાદ છોકરી દરેક સીટીમાં રાખતો કે જે આવું બધું કરવા તૈયાર હોય અને એ પણ બધું સિલ્વરાજ સરએ બંધ કરાવી દીધું લગભગ એ ટાઈપની બધી છોકરીઓને ફાયર કરી દીધી છે ઓલ ઓવર ગુજરાતની ટીમમાંથી એટલે ત્યાંથી પણ મોટો લોસ છે..સમજણ નથી પડતી કે શું કરવું..? હજી જો આમને આમ પરફોમન્સ લો જશે તો નેક્સ્ટ ઈયર તો ચોક્કસ મને ફાયર કરશે આ તારો સિલ્વરાજ સર..ઇશાન બોલ્યો..એવું ના થાય એમણે જ કીધું છે કે આ બધુ બંધ કરો..શર્વરી થોડું હસીને બોલી હા ઇશાન તું હજી બચ્ચું જ રહ્યો છે ..એમણે આ બધું બંધ કરવાનું કીધું છે ,પણ ધંધો ઓછો કરવાનું નથી કીધું ,તું એ તારા સિલ્વારાજ સરના ટાર્ગેટ જો ઇશાન, પેહલા કરતા લગભગ ડબલ ટાર્ગેટ મુક્યા છે , ધંધો તો કોઈપણ કંપનીને જોઈએ જ અને આવા બધા ચોખલિયા વેડા કરતા મેનેજરોને કંપની એકાદ બે વર્ષથી વધારે સહન નથી કરતી હોતી ઇશાન, તારી આ પેહલી નોકરી છે મારી તો ચોથી નોકરી છે ઇશાન..
ઇશાન શર્વરીની સામે અચંબાથી જોઈ રહ્યો.. એટલે સરૂ તું શું કેહવા માંગે છે..ફરી પાછું એ બધું..?
હા ઇશાન કદાચ સીડીઆઈસીના સ્ટાફમાં અંદર અંદર ના ચાલુ થાય પણ કસ્ટમર એન્ડમાં તો કરવું જ પડશે..તમે છોકરાઓ એકલા દારૂની પાર્ટી કરી કરીને ક્લાયન્ટને ના પકડી શકો.. છોકરી તો તમારે આપવી જ પડશે ..નો ચોઈસ ઇશાન ચમકીને બોલ્યો..ના સરૂ એના વિના બીઝનેસ થાય.. શર્વરી બોલી ..ખોટી વાત છે ઇશાન, ચિરાગ સાચો હતો અને જો આજે ચિરાગ ક્યાં છે ..
ઇશાન થોડી ખારાશથી બોલ્યો.. ક્યાં છે ચિરાગ..? શર્વરી બોલી..ઇશાન ચિરાગ અત્યારે ગુડગાંવ બેસે છે અને ત્રિમ્પોલી ફાયનાન્સ અને ઇન્સ્યોરન્સને લીડ કરે છે પૂરું સવા બે કરોડનું પેકેજ છે એક વર્ષનું એનું ,અને બોમ્બે,દિલ્લીમાં એના ફ્લેટ્સ છે અને અમદાવાદનું તું એનું ફાર્મ હાઉસ જોવે ને તો તને ચક્કર આવી જાય, અને એના બીજા ઇન્વેસ્ટમેન્ટ તો જુદા, એશ કરે છે ચિરાગ..એશ , જો ઇશાન ધંધો એ ધંધો છે,એમા કોઈ જ લાગણી કે સબંધોને સ્થાન નથી હોતું ,અને તે જે વેવલાવેડા કર્યા હતા અને એમાં સિલ્વારાજ સર ખેંચાઈ ગયા એની પણ ક્યાય જગ્યા નથી હોતી..ઇશાન બોલ્યો ..સરૂ તું આ બધું શું બોલે છે..?CONT..35