Page:-35
શર્વરી બોલી ..એકદમ પ્રેકટીકલ વાત કરું છું ઇશાન મને તારું ફેમીલી બેકગ્રાઉન્ડ નથી ખબર પણ હું માનું છું કે તારું ફેમીલી એક મિડલ ક્લાસ ફેમીલી છે.. ઇશાન બોલ્યો ..હા સરૂ મારા મમ્મી હાઉસ મેકર છે અને પપ્પાની કટલરીની દુકાન છે જામનગરમાં .. શર્વરી બોલી..ઓહ ..સોરી ઈશાન પણ તું તો લોઅર મિડલ ક્લાસમાં આવે મિડલ ક્લાસમાં પણ નહિ..
ઇશાન બોલ્યો શું ફરક પડે લોઅર મિડલ ક્લાસમાં અને મિડલ ક્લાસમાં..પડે ઇશાન પડે બહુ ફરક પડે ..મિડલ કલાસમાં રૂપિયા કરતા કેહવતા એથીક્સ અને મુલ્યોને વધારે ભાર આપીને લોકો જીવતા હોય છે અને લોઅર મિડલ કલાસને વેલ્યુ એથીક્સ આવી કોઈ ટર્મની જ ખબર નથી..લોઅર મિડલ ક્લાસના બૈરા ખાલી એમ જ બોલે આપડે તો આપડી ઈજ્જત આબરૂ સચવાઈ રહી અને જન્મારો ગયો એ જ ઘણું છે..પણ સાથે સાથે ઇશાન બીજી એક હકીકત એ છે એ એની ઈજ્જત આબરૂ વેચવા નીકળે તો પાંચસો રૂપિયાથી વધારે કોઈ ના આપે.. આ દુનિયા બહુ જ ખરાબ છે ઇશાન.. તારી લોઅર મિડલ ક્લાસમાં જન્મેલી અને મિડલ ક્લાસમાં પરણેલી એવી આ મિડલ કલાસ સરૂએ એની ઈજ્જત આબરૂની પેહલા કિમત ઉભી કરી અને પછી વેચી..
ઇશાન માટે આ સ્ટેટમેન્ટ બહુ જ નવું હતું ..સરૂ તું શું કેહવા માંગે છે .?મને કઈ જ સમજણ નથી પડતી,શર્વરી બોલી ..નહિ ખબર પડે ઇશાન તને નહિ પડે..ઓરત થવું પડે ઇશાન જેની ઈજ્જતની કોઈ કિમત આ દુનિયા નક્કી કરે છે ..તું આ દુનિયા માટે સેલેબલ નથી ઇશાન .. ઇશાન અકળાઈ ગયો સરૂ પ્રોબ્લેમને તું ક્યાંથી ક્યાં ખેંચી જાય છે..લો પરફોર્મન્સ અને સેલ્સને તું ક્યાં છેક લઇ ગઈ..
ઇશાનને માટે શર્વરી ફક્ત એની સરૂ જ હતી..
શર્વરી બોલી .ઇશાન પ્રોબ્લેમ અત્યારે લો પરફોર્મન્સ પણ નથી..પણ હું આવનારા ભવિષ્યના પ્રોબ્લેમથી અકળાયેલી છું,હવે મારે વર્ષે પચીસ લાખથી નીચે નથી આવવું.. ઇશાન અને જો આમ ને આમ આખુ વર્ષ ડાઉન ગયું ને તો સીડીઆઈસીનો ચેરમેન દિનેશ પારેખ સીડીઆઈસીના એમડી સિલ્વરાજ સરને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં કાઢી મુકશે અને પછી તું અને હું બંને એબ્સ્યુલીટલી રોડ પર હોઈશું, અને તારા બાર મહિનાના આ વીસ લાખ રૂપિયા અને મારા પચીસ લાખ રૂપિયા તને અને મને આ સીડીઆઈસી સિવાય બીજું કોઈ નહી આપે..
સિલ્વારાજ સરને સીડીઆઈસીમાંથી કાઢી મુકે તો શું.? એ સવાલ વિશે ઇશાન એ કયારેય વિચાર્યું જ નોહતુ..! ઇશાન પોતાના નખ ચાવવા માંડ્યો CONT..36