Page:-37
સિલ્વારાજ સરએ તરત જ સામો મેસેજ મોકલ્યો શર્વરીને કેહજો કે સાડા બાર વાગે ઉપર આવી જાય અને એણે લંચ મારી સાથે કરવાનું છે અને તું એના લંચની એરેન્જમેન્ટ કરી લેજે…
એમની સેક્રેટરીએ કીધુ ઓકે સર અને એ મેસેજ શર્વરીન પોહ્ચાડ્યો..સિલ્વારાજ સરના મેસેજથી શર્વરી એકદમ ટેન્શનમાં આવી ગઈ ત્રણ કલાક વેહલી અને પાછું લંચ માટે પણ બોલાવી ક્યાંક ખબર તો નથી પાડીને કે રાત્રે હું ઇશાનના ઘરમાં હતી ..?
શર્વરીનું ચબરાક મગજ બધી જ પરિસ્થિતિઓનું એનાલીસીસ કરવા માંડ્યું, પેહલો જ ડાઉટ એને ઇશાન પર ગયો એટલે એ સીધી જ ઇશાનની કેબીનમાં ગઈ અને ઇશાનને પૂછ્યું તે કોઈને કીધું નથી ને કે હું રાત્રે તારે ઘેર હતી.. ઇશાન આંખો નચાવીને બોલ્યો ..ના ના .હવે હું બાળક નથી મેમ મર્દ છું અને મોકાનો ફાયદો પણ ઉઠાવું છું..
શર્વરીનું ટેન્શન ઓર વધ્યું કે તો શું કારણ હોઈ શકે એટલે એ અકળાઈને બોલી ..ઇશાન આ ડાયલોગ બાજીનો અને મજાક મસ્તીનો સમય નથી.. સિલ્વારાજ સરએ ત્રણ કલાક વેહલી મને સાડા બાર વાગે બોલાવી છે અને એ પણ મારે લંચ એમની સાથે કરવા નું છે.. શું ચક્કર છે..?તને કઈ ખબર છે?ઇશાન થોડો સીરીયસ થયો..ના સરૂ કઈ ખબર નથી પણ એટલુ કહુકે આખા ઇન્ડિયાના સીડીઆઈસીના ઓટો ફાયનાન્સની ફીગર્સ ભયંકર ડાઉન છે છેલ્લા દોઢ કવાર્ટરના,તું કાલે કેહતી હતીને એમ સિલ્વારાજ સરની ઉપર પણ જબરજસ્ત પ્રેશર છે એટલી તો મને ખબર છે..શર્વરી કઈ બોલી નહિ અને નિ:સાસો નાખ્યો..ચલ હવે મારે તારા કોઈ સીનીયરને જ પકડવો પડશે.. અને મારે જાણવું તો પડશે જ કે સિલ્વારાજ સરને મળતા પેહલા, કે ચક્કર શું છે? પેલો ભોપાલવાળો ગુપ્તા આજકાલ અહિયાં બોમ્બે જ ઓફિસમાં બેસે છે ને ઇશાન ..?
ઈશાને હા પાડી..એ જાડિયો અહિયા જ છે, આખો દિવસ કઈ નું કઈ ભચડતો હોય છે, છેલ્લા ચાર મહિનમાં એના માટે મેં દસ કિલો કચોરી જામનગર થી મંગાવી છે અને એ ગેંડો ખાઈ ગયો ..
શર્વરી કડક અવાજે બોલી ઇશાન ..હું સીરીયસ ટોપિક પર વાત કરું છું એને ફોન લગાડ મારે મળવું છે અત્યારે એ નવરો હોય તો..ઈશાને ઇન્ટરકોમ પરથી ગુપ્તાની લાઈન માંગી.. સામે ગુપ્તા લાઈન પર આવ્યો યસ ઇશાન..ગુપ્તા સર શર્વરી મેમ આયી હૈ ગુજરાત સે તો આપકો અભી મિલના ચાહતી હૈ..અગર આપ ફ્રી હૈ તો,,CONT..38