Page:-42
ત્યાં લંચ આવ્યું બંને જણાએ લંચ કરતા કરતા વાતો ચાલુ કરી..
જુઓ શર્વરી કાયા ઓટોમોટીવએ એમના બધા જ ફાયનાન્સ પાર્ટનરને ગોવા બોલવ્યા છેઅને એ લોકો એક જ બેઠકે બધું ફાઈનલ કરશે ત્યાં ગોવામાં ,
એમની સ્ટ્રેટેજી પ્રમાણે એક લાખ રૂપિયાની ગાડી લેવા હિન્દુસ્તાનમાં લાઈનો લાગશે ..
એટલે કાયા ઓટોમોટીવ પેહલા સાડા ત્રણસો રૂપિયામાં એક લાખની ગાડીનું બુકિંગ માટેનું ફોર્મ વેચશે અને દસ હજાર રૂપિયાની ડીપોઝીટ લેશે..ઓછામાં ઓછા એક કરોડ ફોર્મ વેચાશે અને ભરાશે..કાયા ઓટોમોટીવ જે બેંકની સાથે ટાય અપ કરશે એ બેંક થ્રુ જ આ બધા ટ્રાન્ઝેકશન થશે,અને એક લાખ રૂપિયાની ગાડીનું બધું જ ફાયનાન્સ એ જ બેંક થ્રુ થશે..અને દર વર્ષે દસ લાખ ગાડી કાયા મોટર્સમાં બનવવાની છે અને વેચવાની છે..અને એનું ફાયનાન્સ જે બેંક સાથે ડીલ ગોવામાં ફાયનલ થશે તેને મળશે .. શર્વરી ફાટી આંખે સાંભળતી હતી
બોલો શર્વરીબેન ધંધો કેટલો મોટો છે..?તમારું લો-પરફોર્મન્સ આ એક જ ડીલમાં ક્યાં પોહચે ..?
શર્વરી મગજમાં આંકડા ગોઠવતી રહી ,અને પછી બોલી સર આખી સીડીઆઈસી બેંક આ ડીલ થાય તો કયાની ક્યાં પોહચી જાય..!કદાચ ફોર્ચ્યુન ફાઈવ હન્ડ્રેડમાં આવી જાય..
સિલ્વારાજ સર બોલ્યા હા શર્વરી એટલે જ હું તને ગોવા આવવા માટે પ્રેશર કરું છું..આપણા ચેરમેન દિનેશ પારેખ પણ આવે છે..
શર્વરીને તો એક પછી એક શોક મળતા હતા , કંપનીની કોર ટીમ સાથે ડીલ કરવા માટે અને એ પણ આટલી મોટી ડીલ કરવાની પ્લસ સીડીઆઈસી ના ચેરમેન દિનેશ પારેખ જે ડેલીગેશન લીડ કરતા હોય એ ડેલીગેશનમાં જવાનું.. !!
સિલ્વરાજ સરએ અને શર્વરીએ સાથે લંચ પતાવ્યું, અને પછી ગોવા જનારા બધા મેનેજરોને પોતાની ચેમ્બરના કોન્ફરન્સ હોલમાં સિલ્વારાજ સરે બોલાવ્યા ,ગુપ્તાજી એમાં સામેલ હતો..
શર્વરી માટે નો આ પેહલો મોકો હતો,સીડીઆઈસી બેંકના એમડી સિલ્વારાજ સરની ચેમ્બરમાં પ્રેઝન્ટેશન જોવાનો અને કોર્પોરેટ ગેઈમના ભાગ બનવાનો..ગુપ્તાજીએ સિલ્વારાજ સરને કાનમાં કઈક કીધું અને સિલ્વરાજ સરએ પેહલા વિચાર્યું અને પછી કીધું ઓકે લે લો સાથ મેં અને ગુપ્તાજીએ ઇશાનને ફોન કર્યો અને ઉપર વીસમા માળે બોલાવી લીધો,CONT..43