Page:-48
ઈશાને સેહજ હસીને કીધું નાં સર કામ થઇ જશે.. ગુપ્તાજીએ કીધું..
ગુપ્તાજી આગળ બોલ્યો ..પર્સી ખંભાતા એકસામટી દસ મીનીટમાં ચાર પાંચ સિગરેટ ફૂંકી જશે,અને હા એ બીજું કઈ પણ માંગે તો તારે કેહવાનું કે તમારો રૂમ નબર આપો સર હું લેતો આવીશ, કોઈ જ વાતની ના નહિ પાડવાની ઓકે, સમજી ગયો..ઈશાને કીધું ઓકે સર પણ આ બાકીના પાંચ પેકેટ સિગરેટ કોના છે ? ગુપ્તાજી બોલ્યા ..તારા ..કીધું તો ખરું જા એશ કર..
ઇશાન ખુશ ખુશ થા ગયો અને ગુપ્તાની બનાવેલી જાળમાં ભરાતો ગયો..ઇશાન ગુપ્તાના રૂમ પરથી નીકળી અને બહાર આવ્યો સામે શર્વરી આવતી દેખાઈ.. ઈશાને રોમેન્ટિક મૂડમાં આવી જઈને સેહજ હળવી સીટી મારી, શર્વરીએ ઈશારો કરીને એના રૂમમાં ખેંચી લીધો ઇશાનને ..અને ઇશાનને એની ટાઈથી પકડીને પોતાની નજીક ખેંચ્યો ,શર્વરીને સિગારેટની વાસ આવી ઇશાનના મોઢામાંથી એટલે શર્વરી થોડી દુર હતી ગઈ..
ઇશાન..ઈશાને બે હાથથી એના કોટના ખિસ્સા બતાડ્યા..અને બોલ્યો અઠ્યાવીસ પાઉન્ડનું એક પેકેટ છે સરૂ ડાર્લિંગ ..દસ મળ્યા છે આપણને ..શર્વરીએ ઝીણી આંખે ઇશાનની સામે જોયું કઈ બોલી નહિ ઇશાન યંત્રવત બોલી પડયો..પર્સી ખંભાતાના છે..અડધા મારા અને અડધા પર્સીના..શર્વરી ઇશાનની સામે જોતી રહી અને ઇશાન એરપોર્ટ પર થયેલી બધી વાતોનો રીપોર્ટ શર્વરીને આપતો ગયો અને શર્વરી સમજી ગઈ કે ગુપ્તાજી પર્સી ખંભાતાની દુખતી નસ શોધી લાવ્યો છે અને એ દુખતી નસ પંપાળવા માટે જ ઇશાનને ડેલીગેશનમાં લેવામાં આવ્યો છે..અને તો પછી મને કોના માટે ?પર્સીને માટે ઇશાન તો મારે ..? રહી રહીને એક જ નામ આવતું હતું શર્વરીને મગજમાં ..મિલન દવે..એરપોર્ટ પર પેહલી વાર મિલન દવેને જોયો ત્યારથી શર્વરીને લાગતુ હતું કે આને ક્યાંક જોયો છે.. ઇશાન પોતાનો કોટ ઉતારીને શર્વરીને વળગી પડ્યો, શર્વરીએ કીધું ઇશાન અત્યારે નહિ ઇશાન બોલ્યો અત્યારે નહિ તો ક્યારે સરૂ બેબી ?શર્વરી થોડી અકળાઈને બોલી ઇશાન તું પેહલા મને છોડ મને વિચારવા દે શું ચાલી રહ્યું છે ? ઇશાન બોલ્યો તું વિચાર સરૂ અને હું મારુ કામ કરું,એમ કરતો ઇશાન શર્વરીના બદન પર હાથ ફેરવવા માંડ્યો ..અચાનક શર્વરીના રૂમ ની ડોરબેલ વાગી ઇશાન તરત જ શર્વરીથી છૂટો પડી અને કોટ પેહરવા લાગ્યો અને શર્વરીએ પોતાની સાડી સરખી કરીને બુમ મારી યસ હું ઇસ ધીસ ? સામે જવાબ આવ્યો સરપ્રાઈઝ ..ગેસ હુ ..? CONT..49