Page:-49
શર્વરીને અવાજ પકડાઈ ગયો એ ચિરાગ હતો.. શર્વરીએ ઇશાનને ઈશારો કર્યો એટલે ઇશાન ખુરશી પર બેસી ગયો અને ટેબલ પરથી પેન પેપર લઈને કઈક લખતો હોય એવો ડોળ કરવા લાગ્યો અને શર્વરી ધીમેથી બોલી ચિરાગ લાગે છે..
બારણા આગળ જઈને ધીમેકથી શર્વરીએ બારણું ખોલ્યું, ચિરાગ જ હતો શર્વરી કશું બોલી નહિ ખાલી ચિરાગની આંખોમાં જોઈ રહી ..ચિરાગ બોલ્યો સરૂ હું છું, ચિરાગ.. કેમ આવી રીતે જોવે છે મારી સામે ?ચિરાગએ શર્વરીને ખભે હળવેથી હાથ મુક્યો અને ફરી બોલ્યો સરૂ હું છું યાર..કમ ઓન મને અંદર તો આવવા દે..શર્વરી થોડી હટી ગઈ અને ચિરાગ રૂમમાં એન્ટર થયો અને એની નજર ઇશાન પર પડી, ચિરાગને જોઈને ઇશાન થોડો અકળાયો અને ઇશાનને જોઈને ચિરાગ સેહજ ખાસીયાણો પડી ગયો..
શર્વરીના કમરામાં ખામોશી છવાઈ ગઈ, બને પુરુષોએ શર્વરીને ભોગવી હતી અને બંને જણા અત્યારે શર્વરીને ભોગવવાના ઈરાદાથી શર્વરીના રૂમમાં આવ્યા હતા ..
શર્વરી માનસિક રીતે ઇશાન માટે તૈયાર હતી પણ ચિરાગ માટે એને રહી રહીને દિલમાં નફરત થતી હતી ,શર્વરીને સતત એવું જ લાગ્યું હતું કે ડોક્ટરના ઇન્સ્યોરન્સ પ્રીમીયમના કમીશનના રૂપિયામાં એનો અડધો ભાગ હતો અને ત્યારે જો એ પાંચ લાખની બદલે પાંસઠ લાખ મળ્યા હોત તો આજે એનું ભવિષ્ય કઈ જુદું જ હોત..ચિરાગએ ઇશાનને જોઈને ખામોશી તોડી ..ઓહ હાઈ ..હું તારું નામ ભૂલી ગયો દોસ્ત એમ કરીને ચિરાગે ઇશાનની સામે હાથ લંબાવ્યો.. ઇશાનને પોતાનું નામ બોલ્યા વિના છૂટકો જ નોહતો એ બોલ્યો ..ઇશાન એટલું બોલીને ઈશાને પણ હાથ લંબાવ્યો..અને બંને જણાએ હાથ મેળવ્યા શર્વરી જોઈ રહી કશું બોલી નહિ..
છેવટે ચિરાગ બોલ્યો શર્વરી હું કદાચ ખોટા સમયે આવ્યો તો..શર્વરી એ તરત જ વાળી લીધું ના ચિરાગ બેસ ને.. ઇશાન મારો જુનિયર છે પણ હી ઈઝ લાઈક અ ફ્રેન્ડ ઓન્લી.. કઈ ઓફીશીયલ કામ છે તારે કે એમ જ મળવા આવ્યો છે?
ચિરાગએ કીધું બિલકુલ તને મળવા જ આવ્યો છું , મેં તને બોમ્બે એરપોર્ટ પર લોન્જમાં પણ જોઈ હતી પણ ત્યારે તું બીઝી હતી એટલે તને ફ્લાઈટમાં મળવા આવ્યો અને પછી આહિયા તને હોટેલમાં પણ જોઈ એટલે હું તને મળવા આવ્યો ..શર્વરીએ પૂછ્યું વેકેશન પર છે તું ચિરાગ ? ચિરાગ હસીને બોલ્યો ના સરૂ એ દિવસો ગયા , તું જે કામ માટે આવી છે ને એજ કામ માટે હું આવ્યો છું, ઇન ફેક્ટ આપણે કોમ્પિટિટર છીએ,હું પણ કાયા ઓટોમોટીવ માટે જ આવ્યો છું..CONT..50