Page:-5
સામેથી ગુપ્તાનો જવાબ આવ્યો દેખ ભાઈ સચિન અગર પ્રમોશન ચાહીએ ઔર સીડીઆઈસી બેંકકી નરીમાન પોઈન્ટકી હેડ ઓફીસમેં બૈઠના હૈ તો ફિર રુકના પડેગા સચિન ..! ડાયન કો “હેપી” કરના પડેગા પર થોડા ખ્યાલ રખના બુઢેયા સાલી કાટતી બહોત હૈ..થોડા બચકે રેહના..
ડાયના રોચાની જોડે સાયકલ મીટીંગ પછી સ્ટે બેકની વાતથી સચિનનો મૂડ ઝીરો થઇ ગયો..
બીજે દિવસે સવારે સીડીઆઈસી બેંકની બ્રાંચ પર શર્વરી આવી અને એનાથ્રુ થયેલા ઓટો ફાયનાન્સના ફીગર્સ એણે સચિનને સામેથી આપ્યા ,બધામાં હાઈએસ્ટ સેલ્સ હતું શર્વરીનું , સૌથી વધારે ફીનાનન્સ શર્વરી થ્રુ થયું હતું ..બપોરે બોમ્બેથી લેડી સુપર બોસ ડાયના રોચાનો ફોન શર્વરી પર આવ્યો શર્વરી ઇસમેં કોઈ લોન એનપીએ તો નહિ હોગી ના ..?
શર્વરીએ ઠંડે કલેજે જવાબ આપ્યો નો મેમ ડોન્ટ વરી..સામેથી ડાયનાનો જવાબ આવ્યો એક દિન મેરી જગહ તું લે લેગી શર્વરી.. કોન્ગ્રેચ્યુલેશન શર્વરી ..સાયકલ મીટીંગ મેં બોમ્બે આઓ એક સરપ્રાઈઝ હૈ તુમ્હારે લિયે…
શર્વરી એ જવાબ આપ્યો યા શ્યોર આઈ વિલ થેન્ક્સ મેમ..
શર્વરીએ પોતાના બોસ સચિનની બોસ ડાયના રોચા પાસેથી મળેલા કોમ્પ્લીમેન્ટસને બેંકમાં કોઈની જોડે શેર ના કર્યા,બસ મનમાં ને મનમાં ખુશ થતી રહી અને સચિન ને હટાવી એની જગ્યાએ બેસવાના પોતાના ટાર્ગેટને મનમાં મમળાવતી રહી ..
પણ શર્વરીની બોડી લેન્ગવેજમાં થયેલો ફેરફાર સચિનના ધ્યાનમાં આવી ગયો હતો , સાંજેબેન્કિંગ અવર્સ પત્યા સાડા પાંચ વાગ્યા હતા સચિને શર્વરીને પોતાની કેબીનમાં બોલાવી ..
કેમ શું વાત છે આજે કઈ વધારે ખુશ છે તું શર્વરી..? શર્વરીએ કીધું નથીંગ એવું કઈ નથી..
સચિન બોલ્યો..શર્વરી આ વખતે સાયકલ મીટીંગમાં મારી બજાવવા બોમ્બેવાળી ડાકણ તૈયાર બેઠી છે..જબરજસ્ત ખારી થઇ છે મારી ઉપર..
શર્વરીએ પૂછ્યું કેમ..?
સચિને કીધું તારા સિવાય એકપણ ઘોડાઓના ટાર્ગેટ એચીવ નથી, રાજકોટ ,સુરત ,બરોડા,મેહસાણાકોઈના ટાર્ગેટ એચીવ નથી થયા,ખાલી પેલો જામનગરવાળો કાઠીયાવાડી ઈશાનીયોધંધો લાવ્યો છે અને બીજી તું ,CONT..6