Page:-50
શર્વરીના ભવાં ઊંચા થઇ ગયા અને બોલી તો તો મારે તને મારા રૂમમાં પણ એલાઉડ ના કરવો જોઈએ..ચિરાગ બોલ્યો યુ આર રાઈટ સરૂ પણ હું સીઆઈડીસી બેંકની ગુજરાત હેડ શર્વરી મેમના રૂમમાં નથી આવ્યો હું તો મારી કોલેજ ફ્રેન્ડ સરૂને મળવા આવ્યો છું..ચિરાગ સરૂ સરૂ બોલતો હતો અને ઇશાનનો ગુસ્સો વધતો જતો હતો ..શર્વરી બોલી.. ચિરાગ હું ઓફિશિઅલ ટ્રીપ પર છું અને તું પણ ચિરાગ ઓફિશિઅલ ટ્રીપ પર છે..શા માટે કારણ વિનાના કોમ્પ્લીકેશન ઉભા કરે છે ? આપણે બીજે પણ ગમે ત્યારે મળી શકીએ છીએ ,પણ અત્યારે અહિયાં તું મને મળે કે હું તને મળુ પછી તારી અને મારી બંને કંપનીઓના બોસીસ ની નજરમાં આવીશું, જો કે એમાં ખતરો મારા કરતા તારે વધારે છે, કેમકે કાયા ઓટોમોટીવ અને સીડીઆઈસીનું લગભગ બધું ફાઈનલ જ છે,પર્સી ખંભાતાનો બાપ જહાંગીર પણ અમારા દિનેશ પારેખના પ્રાઇવેટ જેટમાં ગોવા આવ્યો છે,તું સમજી શકે છે હું શું કેહવા માંગું છું ..ચિરાગ બોલ્યો હા મને ખબર છે સરૂ.. શર્વરી આગળ બોલી અને ચિરાગ તારી ત્રીમ્પોલી ફાયનાન્સ પાસે હજી બેન્કિગનું લાયસન્સ પણ આવ્યું નથી ,એકલું ફાયનાન્સ અને ઈન્સ્યોરન્સ બે જ લાયસન્સ છે જયારે સીડીઆઈસી એક ફૂલ ફલેજ ઓપરેટીવ બેંક છે ચિરાગ ..ચિરાગ બોલ્યો સરૂ તું બહુ આગળ જતી રહી છે એક જમાનો હતો કે.. શર્વરી એને વચ્ચેથી કાપતા બોલી કેમ પ્રોગ્રેસિવ કોઈ એક માણસ જ હોઈ શકે ? નોલેજ પર તારા એકલાનો હક્ક છે ? ચિરાગ હસીને બોલ્યો નો નો સરૂ ડેફીનેટલી નોટ.. પણ મને ખુશી થાય છે કે તું પણ મારી બિલકુલ બાજુમાં આવીને ઉભી રહી ગઈ શર્વરી બોલી..તારી બાજુમાં નહિ ચિરાગ સામે તારી બિલકુલ સામે ..એટલું બોલીને શર્વરીએ રૂમનું બારણું ખોલી કાઢ્યું..ચિરાગ સમજી ગયો એટલે ઉભો થઇ અને બોલ્યો યસ ગુડ લક સરૂ સોરી શર્વરી મેમ ..એટલું બોલી અને એક સિગરેટનું પેકેટ ચિરાગએ એના કોટમાંથી કાઢી અને ટેબલ પર મુક્યું અને બોલ્યો તારી અને પર્સી ખંભાતા બંને ના ચોઈસની બ્રાંડ છે ટ્રેઝર ગોલ્ડ આ એન્જોય સરૂ ..ઇશાન વચ્ચે બોલ્યો સરૂ સિગારેટ નથી પીતી..! ચિરાગ હસીને બોલ્યો ..સરૂ અહ હ એટલું બોલી ઇશાન ના ગાલ પર હળવી ટપલી મારીને ચિરાગ બોલ્યો ઇશાન બકા શર્વરી મેમ બોલ સરૂ નહિ, હજી તો તે સરૂ નો સ તે પણ નથી ઓળખ્યો બહુ એટલે સરૂ તો બહુ દુર છે.. સરૂને તો તારી સસ્તી ચોકડી છાપમાં તો આખું પેકેટ પીવે ને તો પણ કિક ના આવે..શર્વરીએ સેહજ કડક અવાજે કીધું..ચિરાગ અને ચિરાગ બોલ્યો ઓકે ઓકે બેબી નથીંગ મોર.. બટ એન્જોય યોર ન્યુ બોય….CONT..51