Page:-54
શર્વરી તરત જ બોલી એટલે સ્વાતી દીદી તમારા..મિલન બોલ્યો હા એ મારી વાઈફ છે.. શર્વરી બોલી ઓહ કરેક્ટ તો તો તમે મારા જીજુ થાવ હું સ્કુલમાં હતી ત્યારે તમારા મેરેજ થયા હતા અને હું તમારા મેરેજમાં પણ આવી છું ..હું અને રીના ક્લાસ મેટ હતા , ઈનફેક્ટ વી આર વેરી ગુડ ફ્રેન્ડસ..
શર્વરી પર લટ્ટુ થયેલો મિલન દવે હસીને બોલ્યો હા સ્વાતિ રીનાથી બાર વર્ષ મોટી છે..બટ એની વે મને આ શર્વરી નામની સાળી બહુ ગમી છે..
શર્વરી બોલી..નો પ્રોબ્લેમ મને પણ આટલા હેન્ડસમ જીજુ બહુ ગમ્યા છે ..અને બને જણા ખડખડાટ હસવા માંડયા.શર્વરીએ જીજુ શબ્દ ઉપર ભાર આપ્યો, મિલન દવે મંદ મંદ મુસ્કુરારતો શર્વરીને જોતો રહ્યો વાતો અને ગપશપ ચાલતી રહી ને મિલન દવે શર્વરીના રૂપને અને દારુ ,સિગારેટ પીવાની અદાઓને માણતો રહ્યો..!શર્વરીએ સ્કુલ લાઈફની સાચી ખોટી વાતો કરી અને મિલન દવેને આખો ટાઈમ પકડી રાખ્યો…
રાત જમતી ગઈ બીચ પાર્ટીમાં લોકો હવે ધીમે ધીમે આઉટ થતા જતા હતા..
પણ ચિરાગ અને શર્વરી બને જણાએ ખુબ જ માપમાં દારૂ પીધો હતો અને પેહલો રાઉન્ડ એ લોકો એ પાસ કરી લીધો હતો મિલન દવે અને પર્સી ખંભાતા બંનેને એમણે ખુબ જ ઈમ્પ્રેસ કરી લીધા હતા.. ઇશાન ક્યાંક પાછો પડ્યો હતો..
બીચ પાર્ટી લગભગ પૂરી થવામાં આવી પર્સી અને મિલન દવે બંને જણા આઉટ હતા એટલે ;લગભગ સાડા બાર વાગ્યે એ લોકો પોતાના સ્યુટ રૂમમાં જતા રહ્યા હતા ..
શર્વરી ,ઇશાન અને ચિરાગ ત્રણે ના ટાર્ગેટ મિલન દવે અને પર્સી ખંભાતા બંને હવે એમના રૂમમાં ગયા હતા અને એ ત્રણે જણા નવરા પડયા હતા ,શર્વરીને મિલન દવે સુધી અચાનક જ પોહચવા મળ્યું એ જીતનો જબરજસ્ત નશો ચડ્યો હતો ..
શર્વરી પાર્ટીમાંથી બહાર નીકળી અને દરિયા તરફ ગઈ..ચિરાગને હવે શર્વરીને પટાવ્યા સિવાય છૂટકો નોહતો , એ સમજી ગયો હતો કે એની ડીલ થ્રુ કરાવી હોય તો શર્વરીએ હવે જબરજસ્ત સ્ટ્રોંગ પાનુ હતું ..ચિરાગ એની પાછળ ગયો..
શર્વરીને ખબર હતી કે ચિરાગ પાછળ આવે છે એનો પડછાયો એને દેખાતો હતો..શર્વરી અને ચિરાગ બંને નજીક આવ્યા દરિયો બને ના પગ પલાળીને પાછો જતો હતો..શર્વરીના દિલના એક ખૂણે ચિરાગ હજી પણ રેહતો હતો..ક્યારેક ચિરાગના સપના જોયા હતા અને સપના માણ્યા હતા ચિરાગની સાથે..!CONT..55