Page:-56
બપોરના અગિયાર વગ્યાની સીડીઆઈસીની ઇન્ટરનલ મીટીંગ હતી બે વાગ્યે પૂરી થઇ ,
આવતીકાલે સીડીઆઈસી અને કાયા ઓટોમોટીવની ફાયનલ મીટીંગની તૈયારીઓ પૂરી થઇ..ફ્ર્રી સેશન હતું બપોર પછીનું શર્વરીને બપોરના આરામ કરવો હતો પોતના રૂમ પર ગઈ, ઇશાન પાછળ પાછળ ગયો..શર્વરી નાઈટ ગાઉનમાં હતી અને ઊંઘમાં હતી..ઇશાન શર્વરીના રૂમમાં આવીને બોલ્યો ..સરૂ કાલ રાતની બધી વાત મારાથી ગુપ્તાજીને કેહવાઈ ગઈ છે..
શર્વરી બોલી ..મને ખબર છે,ગુપ્તાને હેન્ડલ કરવો એ તારી તાકાત બહારની વાત છે બોલ બીજું શું બોલ્યો છે તું ?
ઇશાન બોલ્યો સરૂ આ ચિરાગ ..શર્વરીએ કંટાળા થી કીધું એના વિશે પછી ગમે ત્યારે વાત કરીશું..
એટલું બોલીને શર્વરી એના બેડમાં સુવા માટે પડી ,ઇશાન એની પાછળ જ બેડમાં પડ્યો સરૂ કાલે રાત્રે તો પેલો ચિરાગ હતો કઈ ના થયું ચલને પ્લીઝ..
શર્વરીએ કીધું ઇશાન..ઇશાને થોડી જબરજસ્તી કરીને એના હોઠ પોતના હોઠથી બંધ કર્યા..
ઈશાને ઉભા થઇનને ચેક કરી લીધું કે દરવાજો બરાબર લોક છે કે નહિ..બંને જણા રતિક્રીડામાં વ્યસ્ત હતા અને અચાનક શર્વરીના રૂમનો દરવાજો ખુલી ગયો અને બંધ પણ થઇ ગયો ઉંધા ફરીને એમણે જોયું તો ચિરાગ હતો..
ચિરાગ એમની અવસ્થા જોઈને બોલ્યો ..કેરી ઓન ગાયઝ..હું થોડીવાર પછી આવું છું
ઇશાન છોભીલો પડ્યોં અને બેડમાંથી ઉભો થવા ગયો પણ એટલીવારમાં તો ચિરાગે રૂમની બહાર જતો રહ્યો હતો અને દરવાજો બંધ થઇ ગયો ,ઇશાન શર્વરીથી દુર થઇ ગયો અને એકદમ ગુસ્સાથી બોલ્યો..સરૂ ચિરાગની પાસે તારા રૂમની કી ક્યાંથી આવી? શર્વરી બોલી મને નથી ખબર.. ઇશાન..ઇશાન તરત જ રીશેપ્શન પર ફોન લગાડવા ગયો શર્વરીએ રોક્યો.. ઇશાન શાંત થા એ હમણા પાછો આવશે ત્યારે હું જ એને પૂછી લઈશ.. ઇશાન બોલ્યો મને એક વાત કહે કે એ તને સરૂ કેમ કહે છે..? તારે એની સાથે શું છે ?
શર્વરી બોલી ..કઈ જ નથી ઇશાન.. ઇશાન બોલ્યો તો એ ક્યા હક્કથી આવી રીતે લોક ખોલીને તારા રૂમ પર આવે છે? અને કાલે બીચ પર એ કેમ તારી સાથે આટલી છૂટછાટ લેતો હતો?શર્વરી બોલી શાંત થા ઇશાન, ચિરાગ આપણા ફિલ્ડનો માણસ છે ગમે ત્યારે કામ લાગશે અને બીજી વાત તું મને આ બધા સવાલ કેમ પૂછે છે ? તું મારો હસબંડ નથી ઇશાન ..CONT..57