Page:-6
સચિન આગળ બોલ્યો ..બસ તમે બે જ જણા છો જે ધંધો લાવ્યા છોસાયકલ મીટીંગમાં ડાકણની જોડે એના પેલા બે ભૂત અને પિશાચ પણ બેઠા હશે …મારું લોહી ચૂસવા ,શર્વરી તું મને હેલ્પ કરીશ..?
શર્વરીએ પૂછ્યું યા શ્યોર ,કેવી રીતે ..?
યાર પેલી ડાકણ રોચાએ તો મને કહી દીધું છે સાયકલ મીટીંગ પછી બોમ્બે રોકાવાનું ,એટલે એને તો હું હેપીકરીશ, પણ તું એક કામ કરીશ પેલા બે ને હેપી કરી નાખ તો હું આ વખતે બચીશ નહિ તો સાલા ત્રણે ત્રણ ભેગા થઈને મને કર્ણાટકમાં નાખશે
શર્વરીનું દિમાગ ચાલ્યું ..એકદમ બ્રોડ સ્માઈલ સાથે બોલી ..ઓકે સચિન નો પ્રોબ્લેમ આઈ ડોન્ટ માઈન્ડ ટુ ડુ ધેટ,પણ ઊંધું ના પડે એ જોજે ,એ બંનેમાં મિસ્ટર ચઢ્ઢાનો તો પ્રોબ્લેમ નથી પણ પેલો બીજો સિલ્વારાજ સર છે ને ,એ મને લાગે છે એ આ બધા કામ માટે થોડો વધારે ઘરડો છે ..
મિસ્ટર ચઢ્ઢા તો પંચાવન વર્ષનો છે એ બે ગોળી ખાશે તો ઘોડા જેવો હણહણશે પણ સિલ્વારાજ સર તો છેક અડસઠ વર્ષના થઇ ગયા છે એટલે જો કઈ ઊંધું પડ્યું ને તો તને કર્ણાટક અને સાથે મનેઓરિસ્સામાં નાખશે,
સચિન બોલ્યો..ના ઊંધું નહિ પડે હું ડાકણ જોડે સેટ કરીશ ,તું ટેન્શનના લે એક જમાનામાં એ ભૂતમિસ્ટર ચઢ્ઢો અને પિશાચ સિલ્વારાજ એ બંને ડાકણ જોડે સેટ હતા, મારી જોડે પાકી ઇન્ફોર્મેશન છે ..અને ડાયેના એ સૌથી મોટું સેટિંગ પડ્યું છે આપણી બેંક ના એમડી જયેશ પારેખ જોડે, એના બાપ દિનેશ પારેખ એ આ સીડીઆઈસી બેંક ઉભી કરી છે, ડાયનાએ તો થડિયું પકડ્યું છે આખી સીડીઆઈસીનું ..
શર્વરીએ કીધું ઓકે ,તો બરાબર છે મને વાંધો નથી પણ ઓન્લી વન્સ અને એ પણ તારા માટે સચિન પછી આ બધું કાયમનું ના થવું જોઈએ..
સચિન એની સીટ પરથી ઉભો થઇ ગયો અને શર્વરી નો હાથ પકડીને બોલ્યો ..થેંકયુ સો મચ શર્વરી આપણે આમ જ જો એક ટીમ થઇ ને ચાલીશું ને તો હું જઈશ બોમ્બે કોર્પોરેટ ઓફિસમાં અને તું ગુજરાતની ટોપ બોસ ,સીધું મારી જેમ તારું પેકેજ પચીસ લાખનું થઇ જશે અને બોમ્બેમાં મારું ચાલીસ લાખનું..આ બધા ડોસા ડગરા સીડીઆઈસી બેંકમાંથી હવે રીટાયર્ડ થવાની તૈયારીમાં જ છે,બે પાંચ વર્ષમાં ઉપર ટોપ મેનેજમેન્ટમાં જગ્યા જ જગ્યા છે ..આપણે પછી જીંદગી આખીના જલસા જ જલસા છે..CONT..7