Page:-7
શર્વરીને પચીસ લાખના પેકેજની વાત સાંભળીને જ શરીરમાંથી એક હર્ષ નું લખલખું પસાર થઇ ગયું ,અને બોલી ડન સચિન ,પછી સચિન જોડે હાથ મિલાવી અને એની કેબીનમાંથી બહાર ગઈ ..
સચિનને થોડી હાશ થઇ..અને શર્વરીને થયું ચાલો સીડીઆઈસી બેંકમાં જો મિસ્ટર ચઢ્ઢા અને સિલ્વારાજ હાથમાં આવે તો વધુ એક સ્ટેપ આગળ જવાશે .. અને એ ત્રણ પછી તો એમની ઉપર તો સીડીઆઈસી બેંકના માલિક અને એમ.ડી. જયેશ પારેખ અને જયેશ પારેખના પપ્પા ચેરમેન દિનેશ પારેખ જ રહ્યા..!,ક્યારેક નસીબ સાથ આપે અને જયેશ પારેખ હાથમાં આવી જાય તો ખરેખર સચિન કહે છે એમ જીંદગી આખી ના જલસા ,ડાયનાની જેમ..!
બોમ્બેની સાયકલ મીટીંગની પેહલા અમદાવાદમાં એક ગુજરાત લેવલની મીટીંગ ગોઠવાઈ, ગુજરાતની મીટીંગમાં બધાજ આસીસટન્ટ મેનેજરોને સચિને માંબેનની ગાળો આપી કામ ના કરવા માટે અને ટાર્ગેટ એચીવ ના કરવા માટે ,
જામનગરના કાઠીયાવાડી છોકરા ઇશાનને પણ બધાની સાથે ગાળો પડી,
પણ જામનગરના કાઠીયાવાડી ઇશાનને ગાળો પડી કામ કરવા માટે..તને શું ચળ હતી કે તે ટાર્ગેટ એચીવ કર્યું ઇશાન ?તારું ટાર્ગેટ એચીવ ના હોત તો મંદીના નામે આ બધા છૂટી જાત પણ હવે તો તારા લીધે અમારે બધાએ મુંબઈમાં ગાળો ખાવી પડશે ..
ચોવીસ વર્ષનો એકદમ સોહામણો અને હમણાં જ ચાર્ટડ એકાઉન્ટન્ટ થઇ અને સીડીઆઈસી બેંકમાં નવો નવો જોડાયેલો મૂળે જામનગરમાં જ રેહતો ઇશાન થોડા દબાતા અવાજે બોલ્યો શર્વરી મેડમના ટાર્ગેટ પણ એચીવ છે જ ને..મને એકલાને કેમ..?!!
ઇશાન સિવાય બધાને ખબર હતી કે શર્વરી મેમનું નામ ના લેવાય પણ ઈશાને ભૂલ કરી નાખી અને એણે ભૂલનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો ,તરત જ સચિને ઇશાનને એ જ મીનીટે એને નાનકડું પ્રમોશન આપી અને જામનગરથી સીધો સુરત ટ્રાન્સફર કરી નાખ્યો .. બહુ કરગર્યો ઇશાન પણ સચિન ના માન્યો ..
મીટીંગ પૂરી થઇ પછી સાંજે બધા પોત પોતાની હોટલની રૂમે ગયા શર્વરી પોતાના ઘરે ગઈ અને ત્યાંથી એણે ઇશાનને ફોન કર્યો,શર્વરીને એક હાથો જોઈતો હતો સચિનને હટાવવા માટે ,એના મગજમાં એકદમ સેટ થઇ ગયું કે ઇશાન બધી રીતે પરફેક્ટ છે,જો સચિનની બદલે ઇશાનને ડાયનાની રૂમમાં પોહાચાડું તો સચિનનું પત્તું એક ઝાટકે જ કપાય..પણ CONT..8