Page:-73
પર્સીની આંખમાં ચમક આવી ગઈ લાવ ચલ વાપરીએ, પર્સીએ પૂછ્યું તારે આ બે લાખનો હિસાબ કોઈને આપવા નો છે ?ઈશાને કીધું હા ગુપ્તા સર માંગશે..પર્સીએ તરત જ બે લાખના કોઈન લીધા હતા એ મિલનની અને એની બંને સ્લીપો એની પાસે હતી એણે તરત જ એક સ્લીપ ઈશાનને આપી અને બોલ્યો લે આ સ્લીપ કહી દેજે કે હું જુગારમાં હારી ગયો.ચલ હજી બે કલાક બાકી છે આપણે કેલંગુટ જઈને રખડીએ..! સુટ્ટા મારીશુ..બંને જણા કેસીનોની બહાર નીકળ્યા અને એક ટેક્ષી પકડી અને બીચ સાઈડ જવા નીકળ્યા , ગાડીમાં બેઠા બેઠા ઈશાને શર્વરીને ફોન લગાડ્યો ,શર્વરીએ ફોન કાપી નાખ્યો ઇશાન વારે વારે ફોન લગાડતો હતો અને શર્વરી કાપી નાખતી હતી, પર્સી ઇશાનની આ હરકત જોઈ રહ્યો હતો અને પર્સીના મોબાઈલ પર પણ વારે વારે એક ફોન આવતો હતો અને પર્સી કાપી નાખતો હતો..એ મેહરાન ખંભાતા હતી પર્સીની માં.મેહરાન એક જમાનામાં ઇન્ડિયાની ટોપ મોડેલ રહું ચુકી હતી, મેહરાન ખંભાતા કાયા ઓટોમોટીવમાં પણ એક્ટીવ પાર્ટ લેતી હતી..પર્સી એનું પેહલુ સંતાન હતું .. એક જમાનામાં ટોપની મોડેલ રહી ચુકેલી મેહરાન એના બોલીવુડ કનેક્શનને લીધે અવારનવાર પાર્ટીઓમાં જતી આવતી અને જોડે પર્સી પણ સાથે જતો ..કાચી ઉંમરમાં પર્સી આવી જ એક પાર્ટીમાં એક ભૂતપૂર્વ મિસ વર્લ્ડના નાયેશા મેહરાના ચક્કરમાં આવી ગયો, નાયેશા પર્સીથી આઠ વર્ષ મોટી હતી..બંને જણાએ ભરપૂર ડેટિંગ કર્યું અને વાત લગ્ન સુધી આવી ગઈ,
મેહરાનને પર્સીના નાયેશા સાથેના ડેટિંગથી કોઈ પ્રોબ્લેમ નોહતો પણ વાત લગ્ન સુધી આવી એ મેહરાનને હરગીઝ મંજુર નોહતું ,એટલે મિસ વર્લ્ડ નાયેશા જોડેનું પર્સી સાથેનું ચક્કર મેહરાન ખંભાતાએ ગમે તે રીતે તોડાવ્યું ,અને એ ચક્કર તોડાવતા મેહારાનનો દમ નીકળી ગયો હતો અને પર્સી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો..
મેહરાન એક ભયાનક ડોમિનેટિંગ ઓરત હતી.. એને એની આજુબાજુના પુરુષોને ડોમીનેટ કરવાનો અનેરો આનંદ આવતો હતો અને એને એવા પુરુષ પણ મળી જતા..બાળકમાંથી પુરુષ થયેલા પર્સીને અચાનક મેહરાનના હાથમાંથી એક મિસ વર્લ્ડ થયેલી છોકરી લઇ જાય એ મેહરાનથી સહન ના થયું..અને પર્સીને એની પોતાની માં આવું કરશે એ સહન ના થયું અંટસ વધી અને મોટી ખાઈ થઇ માં દીકરા વચ્ચે.. બાપ જહાંગીર કવોસજી તદ્દન ન્યુટ્રલ રહ્યો..આખા કિસ્સામાં..ઇશાનના વારે વારે ફોન લગાડતો અને ફોન કપાતો એની આ હરકત જોઇને પર્સીએ ઇશાનને પૂછ્યું ઇન લવ ..? CONT..74