વિરલ અને નીરજા વચ્ચે છેલ્લી દસ મિનીટથી ચાલતો ઝઘડો હવે ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો , નીરજા આ તું શું કરે છે ..? તારો ઈરાદો શું છે ..?? વિરલે ઊંચા અવાજે પૂછ્યું ..અઠ્યાવીસ વર્ષનો વિરલ ..અમદાવાદના ખુબ સુખી અને સાધન સંપન્ન મોદી પરિવારનો દીકરો ,અને નીરજા એની સગી બેહન , છ વર્ષ મોટી , અત્યંત સોહામણું રૂપ નીરજાનું છતાં એકદમ સાદી સીધી અને બધા સાથે ભળી જાય …. નીરજા એકદમ છંછેડાઈ ગઈ ..તું તારું સંભાળ વિરલ ,મેં તને હજાર વખત કીધું કે મારા મામલામાં તારે દખલ નહી કરવાની … વિરલ થોડા વધારે ગુસ્સાથી બોલ્યો હું નહિ કરું તો કોણ કરશે ..?? આ તારા વાંકે હું કુંવારો રહી ગયો, મને અઠ્યાવીસ વર્ષ થઇ ગયા …હજી કહું છું ….સમજનીરજા અને સારો છોકરો જોઈને પરણી જા .. નીરજાએગુસ્સામાં છુટ્ટું ફ્લાવર વાઝ વિરલ તરફ ફેંક્યું …..વિરલે નિશાન ચુકવ્યું , અને દોડીને નીરજા બીજું કઈ ફેંકે એ પેહલા નીરજાને પકડી લીધી .. અને જોરથી બોલ્યો કઈકઅક્કલ વાપર , હવે તને ચોત્રીસ વર્ષ થયા , બહુ નખરા અને નાટક કર્યા , હું તારો ભાઈ છું ,કોઈ પારકો નથી કે તારી હાથે કરીને બુરાઈ હું કરું , આ તારા આવા એટીટ્યુડને લીધે ટેન્શનમાં ને ટેન્શનમાં મમ્મીને બ્લડ પ્રેશર આવ્યું છે અને પપ્પાને ડાયાબિટીસ આવી ગયો છે … નીરજા ફરી ચિલ્લાઈ મારું નામ ના લઈશ વિરલ … નાનીને બ્લડ પ્રેશર હતું અને દાદીને ડાયાબીટીસ ..અને વજન જોયું છે પપ્પાનું કેટલું છે ..?? ખાલી ખોટા એ બધાના રોગોની સાથે મને કનેક્ટ ના કર … વિરલ વધારે ગુસ્સે થયો અને વધુ ઊંચા અવાજે બોલ્યો ..ચલ નથી કરતો પણ એમ તો કહે કે તારા આ બધા બાવા સાધુઓ પાછળ ફરવાના નાટક અને એમની સાથે ના આ ખેલ ક્યાં સુધી ચાલુ રાખીશ ..?? તનેએક જણ સાથે પરણી જવામાં પ્રોબ્લેમ શું છે ..?? અરે કોઈ નહિ તો પેલા બેંગ્લોરવાળા અબ્દુલ હસન જોડે પરણી જવું હતું ….બબ્બે વર્ષ એની જોડે તું લીવ ઇનમાં રહી …CONT..2
No Comments