ડીએમ ના અવાજની નરમાશ મીનાબેનને સમજાઈ નહિ …પણ એટલું સમજી ગયા કે ડીએમ ભીસમાં છે … મીનાબેન ઉભા થયા અને આવ્યા ,નીરજા પલંગ પર પડી પડી ટીવીની ચેનલો બદલતી રહી … બંને પેહલી વાર ચાલતા બહાર ગાર્ડનમાં ગયા આછું અજવાળું હતું રાતની તૈયારી હતી … મીના , બ્રિજેશ દલાલ માટે તું નિકિતાબેન દલાલ જોડે વાત કર … કાલે એમને ડીનર પર ઇનવાઈટ કર .. ના ડીએમ કાલે તો આપણે નાથદ્વારા જવાનું છે અને છેક પરમદિવસે પાછા આવીશું મીના બેન આગળ બોલ્યા ..સારી વાત છેતમે નીરજાને માટે છોકરો જોવાનું નક્કી કર્યું ….ડીએમ , હજી તો તમારે બીજું એક કામ કરવાનું છે …તમે મનથી દીકરી પારકી કરી પણ તમારે તમારો દીકરો પોતાનો કરવાનો બાકી છે ….અને એ કામ તમારે કાલે કરવાનું છે … ડીએમ સડક થઇ ગયો પેહલી વાર મીનાએ ડીએમનો બોલ ઉથાપ્યો… આજે ડીએમના નસીબમાં હાર જ હાર લખી હતી … મીનાબેને પોતાના મોબાઈલથી ફોન લગાડ્યો …ભોલુ ક્યાં છે તું ..?? ઉદેપુર ક્રોસ કરી ગયો છું … સારું તું અને વિરલ નાથદ્વારા જાવ અમે કાલે સવારે આવીએ છીએ .. મનોરથ લખાવી દેજો સમાધાનમાં , આજે જો વેહલો પોહચે તો ….ફોન કાપ્યો .. ડીએમ તમને ખબર છે વિરલને તો યાદ જ નથી કે ક્યારે તમે એને ક્યારે રમાડ્યો હતો .. ડીએમ ખોટું ખોટું હસ્યો એતો મને પણ યાદ નથી મારા બાપે મને કયારે રમાડ્યો હતો ..!! ..મીનાબેન બોલ્યા …પણ ડીએમ તમારા બાને બધું યાદ હતું કે મોતીદાદા તમને લઈને રોજ સાયકલ પર આંટો મરાવતા ….ફિક્કું હસીને મીનાબેન બોલ્યા અફસોસ તો એ છે કે મને પણ યાદ નથી કે તમે વિરલને લઇને તમારી ગાડીમાં આંટો મારવા પણ ક્યારેય નીકળ્યા હોવ …ડીએમ એ ચુપચાપ મીનાબેન નું મેહણું સાંભળી લીધું , મીના તું તારે આજે મને જે કેહવું હોય તે કહી દે, મારે તો તમને શું કેહવાનું હોય ડીએમ ..?? અને એ પણ લગ્નના આડત્રીસ વર્ષે ..? આટલા વર્ષે તો હવે વગર બોલ્યે આપણે એકબીજાની વાત સમજી જવા જોઈતા હતા … બીજું મેહણું માર્યું .. ઠીક છે બોલી લે હું આજે બધાનો ગુનેગાર છું આ રાતદિવસ જોયા વિના ધંધા માં દોડાદોડી કરી અને આ બધું ઉભું કર્યું ,કોના માટે ..?? આ બે છોકરા માટે જ તો છે … ડીએમ વર્ષો થી કહું છું દુનિયામાં પૈસાથી બધું ના ખરીદાય , પણ તમે એક જ વાત કેહતા કે દીકરો રૂપિયાથી અને દીકરી પ્રેમથી ખરીદાય .. તમે આજે બંને માં ખોટા પડ્યા … દીકરી ને તમારા પ્રેમ અને પૈસાનો આફરો ચડ્યો છે અને દીકરાને તમારો વિરહ લાગ્યો છે તમારા પૈસા વિશે એ ક્યારેય કઈ જ નથી બોલતો ….એને તમારા કરતા ભોલુ જોડે વધારે ફાવે છે .. કેમ આવુ થાય ..?? ડીએમ ..? ડીએમ ફરી ચુપ .. તમે રૂપિયાથી ખરીદી અને મોંઘી મોંઘી વસ્તુઓ મોકલતા વિરલ માટે ભોલુ સાથે ,અને વસ્તુઓથી ખુશ થઇ અને એ ભેટી પડતો ભોલુ ને …તમે મિસ કર્યું ડીએમ દીકરાનું એ વહાલ ..મોંઘી વસ્તુ એને આપતો હમેશા ભોલુ ,માટે એને તો એનો ભોલુ મામો જ ગમતો , ભલે રૂપિયા તમારા ગયા … આજે આટલો મોટો એકસીડન્ટ થયો ડીએમ, તો પણ તમારો દીકરો એના મામા ને ત્યાં આવ્યો બાકી મુસીબતમાં તો છોકરું હમેશા બાપ પાસે આવે ડીએમ .. CONT..11
No Comments