નીલેશે પૂછ્યું ..વિરલ તું ચોક્કસ મને છે કે નીરજાના બધા અફેર જ હતા ..? ક્યાય કોઈ ફ્રેન્ડશીપ હતી જ નહિ ..?? ના મામુ પણ હવે આખુ ગામ બોલતું હોય તો હું એકલો શું કરું ..? અડધી સ્કુલ અને કોલેજ મને સાલે બાબુ કેહતી .. કોઈ સાલેબાબુ ના બોલેતો એકલું બાબુ કહીને બોલાવે ….એ બાબુ એમ કેહતા અને આવી બધી વાતમાં તો નાના મોટા ક્યાં કોઈ બાકી રાખે મામુ ..?? વિરલ તું મને એકવાત કહે કે તે નીરજા ને તારી સગી આંખે ક્યારેય કોઈની સાથે કોઈ આડીઅવળી અવસ્થામાં જોઈ છે..? કે એના મોબાઈલમાં કોઈ ફોટા કે કશું જોયું છે ..?? વિરલે વિચાર્યું .. ના મામુ ખાલી નીરજા બધા સાથે વાતો કરતી અને ગાડીમાં બેસતી બસ .. તો પછી તે કેમ ધારી લીધું કે નીરજા ખરાબ છે ..??હું કહું છું ને એટલે ખરાબ છે મામુ … ના વિરલ તારે સાચો અને સરખો જવાબ આપવો પડશે …. નહિ તારો બાપ તને નહિ છોડે … વિરલ બે મિનીટ અટકી ગયો …ઉભો રહે મામુ ચલ રૂમમાં વિરલ દોડી અને નીચે ગયો ગાડીમાં એનું બેગપેક પડ્યું હતું , એ લઇ ને ઉપર રૂમમાં આવ્યો લેપટોપ ચાલુ કર્યું … એક પેન ડ્રાઈવ ખિસ્સામાંથી કાઢી અને ભરવી લેપટોપમાં … લે મામુ આ ચાલીસથી વધારે કલીપો છે ,ઓછામાં ઓછી નીરજાની અને એ પણ કોઈ ઉતારેલી નહિ એણે જાતે ઉતારેલી …તારામાં તાકાત હોય તો લે જોઈ લે મામુ .. સાત જુદા જુદા છોકરા જોડે છે .. અને એમાં ચાર પાંચ ક્લીપમાં તો પેલો બેંગલોરવાળો બાબો , હસનીયો અને નીરજા ત્રણે છે …એક સાથે , અને બાબો તો એટલો હરામી છે કે એણે પેલા હસન ને પણ નથી છોડ્યો …બોલો આ ધંધા કરે છે તમારી ભાનજી…અને મારો બાપો તો આંધળો થયો છે ,એને એની છોકરી તો સતી સાવિત્રી લાગે છે …દેખાડજો તમારા ડીએમ ને આ બધું .. મને ગોળી મારવા ના હતા લો મારો ….શું મને ગોળી મારે તમારો ડીએમ , એ પણ હલકો છે સાલો સુરતના હીરાવાળાઓ જોડે પેલી પોર્ન સ્ટાર જોડે પાર્ટી કરી હતી લોનાવાલામાં ,ખબર છે ને છાપે ચડી હતી ને એ ,અને પેલા કાંતિકાકા ડેડના સુરત ના પાર્ટનર , એ તો પેલી ઉપર ઘોડો થઇ ગયા હતા , આખા ગામે કાંતિકાકા નો ફોટો જોયો , હવે
તમને ખબર છે ને મામુ એ બુઢ્ઢો અમારા ઘરે સો વખત આવે છે . .
નીલેશ એકદમ શોક થઇ ગયો .. વિરલ તું કયાની વાત ક્યાં કનેક્ટ કરે છે ..?મામુ આ કલીપો જો પછી તને ખબર પડશે કે હું શું કનેક્ટ કરું છું … પેલી પોર્નસ્ટાર ઉપર જેમ એ સુરતી કાંતિકાકો જેમ બેઠો હતો ને , એમ પેલો બેંગલોરવાળો બાબો બેઠો છે નીરજાની ઉપર એબ્સ્યુંલીટલી ન્યુડ ,…અને પેલો હસનીયો …વિરલ બોલતો અટકી ગયો …. લો જોઈ લો બધું ….. વિરલએ કલીપો લોડ કરી …નીલેશ ખાલી થમ્બનીલ ઈમેજ જોઈ અને એકદમ મૂંગોમંતર ગયો , કલીપ ચાલુ કરવાની હિમત જ ના થઇ નિલેશની , અને ઓફ ટ્રેક વાત કરી એણે ..વિરલ તારી પાસે ક્યાંથી આવી આ કલીપો..? એ ભૂલથી એનું લેપટોપ ખુલ્લું મૂકી ને ગઈ હતી મામુ , મેં એની બધી હિડન ફાઈલો ઓપન કરીને કોપી મારી લીધી … મારી પેનમાં …અને હા મામુ આ ડેટા તો છ મહિના જુનો છે … CONT..13
No Comments