વિરલ બોલ્યો ..પેલો હસનીયો અને બેંગલોરવાળો બાબો હજી નીરજાના કોન્ટેક્ટમાં છે …અને એ હસનીયો હજી એને ત્યાં બોલાવે છે .. નક્કી કઈક પડ્યું હશે એમની પાસે કે નીરજા ત્યાં જવા હજી મથે છે, બાબો તો અત્યારે રેપ કેસમાં ભરાયો છે ,અને જામીન પણ મળ્યા છે … પણ એની પાછળ પડેલા પેલા જર્નાલીસ્ટઓ એ નીરજાને શોધી કાઢી ,અને આ બધું છાપામાં આવ્યું છે …મેં ચાર પાંચ વખત નીરજાને હસન જોડે ફોન પર વાત કરતી સાંભળી છે… એ લગભગ નીરજા પાસે પૈસા માંગે છે …આજે સવારે ઝઘડો થયો ત્યારે મેં એને કહી દીધું છે કે હું બધું જાણું છું ..અને મારી પાસે બધી કલીપોની કોપી આ પેન ડ્રાઈવમાં છે …એટલે એ મરવા જતી હતી , કઈ એમનેમ મરે એમ નથી ,આ માયા મામુ… બહુ મોટી અને અઘરી માયા છે … નીલેશ એકદમ સુનમુન થઇ ગયો , હવે શું કરવું ..?? આતો ડુંગળીના એક પછી એક પડ ખુલતા જતા હતા , એને એમ હતુ કે અડધો પ્રોબ્લેમ વસુએ સોલ્વ કર્યો છે ,અને કાલે એ લોકો ચારે જણા અહિયાં આવે એટલે બધા વચ્ચે સમાધાન થઇ જશે … એની બદલે આ તો બીજું ઉભું થયું … નીલેશે કીધું સારું ચલ અત્યારે સુઈ જઈએ , કાલે સવારે એ લોકો આવી જશે મારે મંગળાના દર્શનમાં જવું છે , વેહલું ઉઠવું પડશે , તારે આવવું છે ..?? તમે પણ શું મામુ …!! ના મને સુવા દો ..બને જણા ઊંઘી ગયા .. નીલેશને ઈચ્છા થઇ ગઈ કે ફોન કરી અને વસુ ને વાત કરું પણ એને થયું કે , જો વાત કરીશ અને રસ્તામાં કઈ બોલશે વસુ તો પાછું કઈ નવું થશે ..એના કરતા બધાને અહિયાં આવવા દે પછી વાત …
વેહલી સવારે અમદાવાદથી ચારે જણા નીકળ્યા અને અગિયાર વાગે નાથદ્વારા આવી ગયા , મંદિરમાં મનોરથની વિધિમાં લગભગ એક વાગ્યો ,કોઈએ કોઈની સાથે કશી વાત કરી નહિ, નીરજા નીચું જોઇને બેઠી રહી અને વિરલ ચુપચાપ રહ્યો.. જમી અને આખો પરિવાર રૂમ પર આવ્યો , ડીએમનો સ્પેશીયલ રૂમ રેહતો , એના સ્યુટમાં જ બે બેડરૂમ હતા એક બેડરૂમ નીરજા અને વિરલને અપાયો , નીલેશ અને વસુંધરા બીજા રૂમમાં ગયા નીલેશે ફટાફટ ટુંકસાર વસુંધરાને કહી દીધો ..વસુંધરા બોલી આ તો પાણી માથાથી ઉપર ગયું છે .. ડીએમને વાત તો કરવી જ પડે.. સાંજે વાત કરીએ .. સાંજ પડી .. ઉથ્થાપનના દર્શન માટે ડીએમ અને નીલેશ સાથે વસુંધરા ગયા , બને છોકરા અને મીનાબેન દામોદરધામમાં જ રહ્યા …દર્શન કરી અને પાછા આવતા નીલેશે કીધું અમારા રૂમ પર આવો ડીએમ , નીલેશે વસુંધરાની હાજરીમાં બધી વાત કરી..અને આશ્ચર્યચકિત થવાને બદલે એણે ઠંડે કલેજે કીધું મને ખબર છે આ બધી વાતની .. એ હસનને રેકોર્ડીંગની કોપી જોઈએ છે … કર્ણાટક પોલીસે બાબાની જોડે એને પણ બલાત્કાર નો આરોપી બનાવ્યો છે ….જો રેકોર્ડિગની કોપી મળે તો એ હસન એવું સાબિત કરી શકે એમ છે કે એ પોતે પણ બાબાનો વિકટીમ હતો .. તમે લોકો એ બધી ચિંતા છોડો એની વ્યવસ્થા થઇ ગઈ છે, વિરલ ને કેહજો કે તાત્કાલિક કલીપ ડીલીટ કરે …નીલેશ અને વસુંધરા મીનીટે મીનીટે આઘાતમાં સરતા જતા હતા .. એમને સમજાતું નોહતું કે આ બાપ દીકરી ક્યાં સુધી પતનની ખાઈમાં ગયા છે …CONT..14
No Comments