તારી બેહન હવે બીજી કોઈ ભૂલ કરે એ પેહલા એને પેલા બ્રિજેશ દલાલ જોડે પરણાવી દેવાની છે , બ્રિજેશ અમેરીક્ન સીટીઝન છે … બંનેને અમેરિકા ભેગા કરી દઈશું ,ત્યાં કોઈ આઈટી ની એક કંપની બ્રિજેશને બાય કરીને આપીશું , મેં એના માટેની બધી વ્યવસ્થા કરી છે .. ૩૦૦ કરોડનો હવાલો મેં નાખ્યો છે અમેરિકા … વિરલ પેહલી વાર બોલ્યો …૩૦૦ કરોડ ..?? હા બેટા તું ચિંતા ના કર , લોકો માને છે કે મારી પાસે દસ હજાર કરોડ છે , પણ વિરલ આપણી પાસે વીસ હજાર કરોડ છે …બધું ભૂલી જા અને બ્રિજેશનો ભાઈ ધારેશ દલાલ તારા ગ્રુપમાં છે … કામ આગળ વધાર…વાત ચાલતી હતી ત્યાં એક એસએમએસ આવ્યો ડીએમ ના મોબાઈલ પર …ડીએમ ચશ્માં નોહતો લાવ્યો, લે વાંચ વિરલ ..તારાથી હવે મારે કઈ છુપાવવું નથી .. વિરલ બોલ્યો ..કોઈ નાગપ્પા નો મેસેજ છે ..શુ લખ્યું છે …?? લોર્ડ બાલાજી બ્લેસ યુ… ડીએમ એ મોબાઈલ ફોન વિરલના હાથમાંથી લીધો અને ફાસ્ટ ડાયલ કીથી ફોન લગાડ્યો નીરજાને …. નીરજા નીચે ભોલુના રૂમમાં આવ .. નીરજા આવી .. ડીએમ એ કીધું નીરજા તારો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો છે , ટીવી ચાલુ કર … બ્રેકીંગ ન્યુઝ ચાલતા હતા .. અબ્દુલ હસન હોસ્પિટલમાં જ મરી ગયો હતો …વિરલ આ બધી કલીપમાં એક કલીપમાં નીરજાને બાંધેલી છે અને એની ઉપર રેપ થાય છે .. એ કલીપ કાલે કર્ણાટક પોલીસને આપો … અને બાકીની કલીપ મેં કીધું એમ ડીલીટ કરો , બને તો બધી હાર્ડડીસ્ક ડીસટ્રોય કરો ….નીરજા બોલી થેંક યુ પાપા … ડીએમ એ જવાબ આપ્યો ..નો થેંકયુ બેટા.. ઈટ વોઝ પાર્ટ ઓફ ડીલ ,હવે તારે તારું કમીટમેન્ટ પૂરું કરવાનું છે ….નીરજા કશું બોલી નહિ ,ખાલી નીચું જોઈ ને માથું ધુણાવી હા પાડી અને બહાર જવા ગઈ .. ડીએમ એ કીધું એક મિનીટ દીકરા … વિરલ હવે ફરીવાર જો નીરજા નર્મદા કેનાલમાં જતી હોય તો તારે એને રોકવી નહિ … અને તમને બંને છોકરાઓને આજે એક વાત કહી દઉં છું આ દુનિયામાં ચોરી કરવી ગુન્હો નથી પકડાઈ જવું એ ગુન્હો છે … મન ભરીને ચોરીઓ કરો , મારા છોકરાઓ પણ પકડાવ નહિ ..અને એક લાસ્ટ વાત,તમારી એકબીજાની વાત ક્યારેય કોઈને પણ નહિ કેહવાની … વિરલ તારા ભોલુ મામુને પણ નહિ.. ફરી ભૂલ ના થાય …વિરલ તારી અને નીરજાની બંનેની ભૂલ એક સરખી છે, નીરજા તું ચોરી કરતા પકડાઈ , અને વિરલ તે આપણા ઘરની વાત પાંચમા માણસને કીધી …આજે હું તમને બંને ને માફ કરું છું .. પણ પેહલી અને છેલ્લી વાર … જાવ …!!
ગઈકાલે વિરલ પચાસમાં માળેથી બેઠો બેઠો કોસ્ટારિકાના વેકેશનનો પ્લાન કર્યો , સુરતવાળા કાંતિકાકાના ગ્રાન્ડસન સાથે…!!
નીરજા એ બ્રિજેશ દલાલ સાથે ડિવોર્સ લીધા છે અને સિંગલ મધર થઇને કેલીફોર્નીયામાં સાન ઓઝેમાં આઈ ટી કંપની ચલાવે છે …!!!
નીલેશ અને વસુંધરાને કશી જ સમજણ ના પડી કે શું થયું આ બધું , પણ મીનાબેન એમજ કહે છે વસુંધરાને ..બધી અમારા ઠાકોરજીની મેહરબાની છે કે એના ધામમાં બાપ દીકરા અને ભાઈબેન વચ્ચે સમાધાન થઇ ગયું …!
સંપૂર્ણ
શૈશવ વોરા
2 Comments
Fine story
કંઈક અધુરું લાગ્યું