વસુંધરા સખત ડરી ગઈ કે જો આણે મોઢું ખોલ્યું અને અવળું બોલી … તો….તો વિરલ ગયો , વસુંધરા દોડી … અને ચીસ નાખી નીલેશ ડીએમ આવે તે પેહલા વિરલને લઇ ને ભાગો … હું અને મીનાબેન બધું સાચવીશું તમે ભાગો …અમદાવાદ છોડો ..નીલેશ પણ સમજી ગયો કે નીરજા એમ બોલી કે એ સુસાઇડ કરવા જતી હતી ,અને એ પણ વિરલ બોલ્યો એટલે તો ખલ્લાસ … નીલેશે રીતસર વિરલનો હાથ પકડ્યો અને ખેંચ્યો અને એને એની BMW માં નાખ્યો અને પોતે ડ્રાઈવીંગ સીટ પર બેઠો અને ફરી ટાયરોએ ધુમાડો કાઢ્યો એટલી સ્પીડમાં નીલેશે ગાડી ભગાવી …નિલેશને પણ એકદમ જ ભાન થયું હતું કે હમણાં હમણા ડીએમ રીવોલ્વોર રાખે છે …વિરલ પણ હવે સખત ગભરાઈ ગયો હતો અને રડવાની અણી ઉપર આવ્યો હતો .. નીલેશ ગાડી ભગાવતો રહ્યો , એણે ગાડી ૨૦૦ ફૂટના રીંગરોડથી વાળી લીધી ….અને ગાંધીનગર તરફના રોડ પર ચડી ગયો …નીલેશ હવે વિરલનો જીવ બચાવવાના મિશન પર આવી ગયો હતો …નીલેશની ગાડી ફાર્મ હાઉસથી વીસેક કિલોમીટર આગળ ગઈ હશે અને ડીએમની જેગુઆર નીલેશના ફાર્મ પર આવી , ડીએમ નીચે ઉતરી અને બુમ મારી નીજુ … બેટા નીજુ … ક્યાં ગયું મારું નીજુ … નીરજા દોડી અને ડીએમને ભેટી પડી …ડીએમ આંખમાં પાણી સાથે બોલ્યો .. વાહ રે વાહ ઠાકોરજી મારું આ કાજુ તો અકબંધ છે …ડીએમ નીરજાને નીજુ કે કાજુ કહીને બોલાવતો, ચાલો કાલે નાથદ્વારા મારે તો મનોરથ કરવો પડશે મારી નીજુને સલામત રાખી ઠાકોરજીએ … મીનાબેને નીરજાને માથે હાથ ફેરવ્યો … નીરજા સેહજ આડું જોઈ ગઈ …ડીએમ એ પૂછ્યું ..શું થયું મારું કાજુ …?? બોલ નીજુ બેટા શું થયું હતું ..?? કુતરું વચ્ચે આવ્યુંકે બકરું વચ્ચે ..??એક્સીડેન્ટ કેવી રીતે થયો .. વસુંધરા એક થડકારો ચુકી ગઈ … જો આ બોલી કે સુસાઇડની કોશિશ કરી તો વિરલને કોઈ નહિ બચાવી શકે ..નીરજા કઈ ના બોલી … એટલે ડીએમ થોડો અકળાયો .. નીજુ બેટા બોલો શું થયું ..?કોઈના થી પણ તારે ડરવાનું નથી …નીરજા કઈ ના બોલી એટલે ડીએમ એ નજર ચારેબાજુ અને બુમ પાડી ફેરવી ભોલુ ક્યાં છે ..?? વસુંધરા થથરી ગઈ .. એ વિરલને લઈને દવાખાને ગયો છે ..? ડીએમ સમજી ગયો કે વસુંધરા જુઠ્ઠું બોલી રહી છે.. એણે ફક્ત ઊંચા અવાજે એટલું જ કીધું … વસુ …વસુંધરા એક સેકંડ ટકીના શકી ડીએમની સામે … તમારી બીકથી અને વિરલનો જીવ બચાવવા એ વિરલને લઈને ભાગી ગયો છે ….ડીએમ હવે પોતાનો આપો ખોતો જતો હતો …શું વાત છે ..??નીરજા બેટા બોલો …ડીએમ બંગલાની બહાર જવા દોડ્યો બધા સમજી ગયા કે હવે એ ડેશબોર્ડમાંથી રીવોલ્વોર કાઢશે … એટલે નીરજાએ બુમ મારી પાપુ ..પાપુ ઉભો રહે .. અને ડીએમના પગમાં એકદમ બ્રેક વાગી ગઈ … નીરજા પાછળથી વળગી ગઈ ડીએમને … બોલ મારા રાજા બેટા તને કોણે હેરાન કર્યો ..?? બહુ બધા એ પાપુ બહુ જ બધાએ .. હું થાકી ગઈ છું કંટાળી ગઈ છું .. મારે મરી જવું છે …હવે રિવોલ્વર તમે નહિ હું લાવું છું …એમ કરીને નીરજા દોડી …ડીએમ પાગલની જેમ નીરજાની પાછળ દોડ્યો અને નીરજાને પકડી લીધી .. બોલ નીરજા કોણ છે એ ..??CONT..6
No Comments