PAGE :1
રાત્રીના સાડા દસ વાગ્યા હતા ,સરસ મજાનો શિયાળો જામ્યો હતો ..અને રેડિયો પર ભૂલે બિસરે ગીત આવતા હતા ..
રીટા પોતના બે રૂમ રસોડાના, સાંકડી ચાલીના ખોબા જેવડા ખૂણાના ઘરમાં પથારીમાં પડી પડી ગોદડામાં ભરાઈને કાનમાં હેડ ફોન ભરાવી અને મોબાઈલમાંથી રેડિયો સંભાળતી હતી ,એના ઘરનું સરનામું હતું ૧૧/૩૨ રેવાબાઈની ચાલી,અરવિંદ મિલની બાજુમાં અસારવા ..
પરણીને રેવાબાઈની ચાલીમાં આવી રીટા ,આખી ચાલી જોતી રહી ગઈ..આ પરેશને આવી ઝન્નાટ છોકરી મળી ,એ પણ નારણપુરાની છોકરી, અરે એના બાપાને ત્યાં તો ગાડી છે , અને દેખાય તો જો પિક્ચરની હિરોઈન જેવી,આખી ચાલીના નાના મોટા બધા પુરુષો એકદમ હડકાઈ નજરે રીટાને જોતા અને જેમ ફાવે તેમ વિચારતા…
રીટાની બાજુમાં પરેશની પથારી ખાલી હતી , પિસ્તાળીસે પોહચેલી રીટા , દોઢસો રૂપિયાના કોટનના ગાઉનમાં પોતાનું સુડોળ શશક્ત ગોરું શરીર ઢાંકી અને પથારીમાં પડી હતી ,
પરેશજીવાભાઈ રાણા અત્યંત કદરૂપો બે દાંત સેહજ આગળ, અને કાળો ભમ્મર ,ફક્ત બારમું ધોરણ ભણીને આઈટીઆઈમાં ઈલેક્ટ્રીશિયનનો કોર્સ કર્યો , નરોડાની એક ફેકટરીમાં ઈલેક્ટ્રીશિયનની નોકરી ,દસ હજારનો પગાર હતો..રીટા થોડું ઘણું કામ કરી લેતી કોલેજના સુપરવિઝનમાં જતી ,કે કોઈ કલાસીસના પેપરો તપાસતી બેચાર ટ્યુશનો કરતી માંડ માંડ તાણી તુંસી ને ઘર ચાલતું ..ઘરમાં વેહિકલના નામે લાલબસ હતી …અમદાવાદમાં ફરતી સાતે સાત હજાર લાલબસ અને પાંચ હજાર શટલિયા ..બધા આપડા જ તો છે ..આજે પરેશની નાઈટ શિફ્ટ હતી …અને દીકરો મીતુલ આગલા રૂમમાં સુતો હતો .. મિતુલ હવે કોલેજમાં આવ્યો હતો.. મિતાલી કરતા મિતુલ છ વર્ષે નાનો હતો ..
રેડિયો પર બોલાયું અબ આપ સુનીયે લતા મંગેશકર કી આવાઝ મેં એક ગાના ફિલ્મ આવારા સે ..અને ગીત ચાલુ થયું …
એક બેવફા સે પ્યાર કિયા ,ઉસે નઝર કો ચાર કિયા ,હાય રે હમને યે ક્યા કિયા.. હાય રે હમને યે ક્યા કિયા …
ગાઉન પેહરી અને પથારીમાં પડેલી રીટાના દિલમાં તરત જ એક કસક ઉઠી અને આંખ સામે એક ચેહરો આવતો ગયો .. ગીત આગળ વધ્યું .. ભોલી સુરતવાલા નિકલા લુટેરા …
રીટા એકદમ બેચેન થઇ ગઈ જાણે એના માટે જ આ ગીત ગવાતું હોય એવું એને એકદમ લાગવા માંડ્યું ..રીટાને એક ઓગણીસ વર્ષનો ભોળો માસુમ ચેહરો એની આંખ સામે આવવા લાગ્યો ..
હજી તો એકપણ વખત શેવ કર્યા વિનાની મૂછો અને કાતરથી કાપેલી દાઢી …માસુમ છોકરો દુનિયાદારીથી અનજાન ..
ગીત આગળ વધ્યું ..રાત છૂપાયે દિલ મેં , મુહ પે સવેરા …
રાત તો હતી એના દિલમાં ,એક એક ખૂણામાં કાળી ભમ્મર તદ્દન નામક્કર, સખત મેલો નીકળ્યો , આજીજી ,વિનવણી.. બધું નકામું અને એના મોઢા ઉપર તો જાણે સવારની મસ્ત લાલીમાં છવાયેલી હતી ક્યાં ય કોઈ પાપ ગુન્હો ખોટું કર્યું કોઈ લાગણી નહિ બસ એકદમ શિયાળાની સવાર જેવો લાલ ગુલાબી ઠંડો ચેહરો….
ઓય હમને દિલ નિસાર કિયા ખુદ કો બેકરાર કિયા …
બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં એડમીશન લેવા ગઈ હતી અનેફોર્મ ભરવા કોલેજની ઓફિસની બહાર લાઈનમાંઉભી હતી રીટા અને એની આગળ એ છોકરો પાતળો અને ગોરો સામાન્ય હાઈટ અને એના ચેહરા પરની માસુમિયત જોઈ ને રીટા દિલ હારી ગઈ …
હૃદય ધક ધક કરવા લાગ્યું હતું,ધડકનો તેજ થઇ ગઈ હતી રીટાની ,જાણે આજુબાજુમાં કોઈ છે જ નહિ બસ રીટા અને એ છોકરો.. ઓગણીસ વર્ષની ઉમર રીટાની અને સાલ ઇસવીસનનો એશીનો દાયકો સલમાન અને ભાગ્યેશ્રી એ સમયની દરેકે દરેક જુવાનીના માથે ચડી અને નાચતી હતી …
શું ચાલી રહ્યું છે એની જ ખબર નોહતી પડતી રીટાને …CONT..2