PAGE:-13
રીટાએ એકદમ ચમકીને ઊંચા અવાજમાં કીધું મિતાલીની બાબતમાં તું શું વાત કરીશ મારી સાથે..? મોના એ કીધું શાંત થા રીટા ચલ ગાડીમાં બેસ ..રીટા ચુપચાપ મોનાની ગાડીમાં બેઠી ,લો ગાર્ડન સ્વાતી સ્નેક્સ પર આવ આશિષ ..આશિષ એની ગાડી લઈને પાછળ આવ્યો
રસ્તામાં રીટા એક શબ્દ ના બોલી મોના જોડે ..
રીટાની મન:સ્થિતિ બહુ વિચિત્ર થઇ હતી કોયડા ઉપર કોયડા આવતા જતા હતા ,જે ઓરતને આશિષના ફ્લેટમાં જોઈ અને આશિષની પત્ની માની એ કોણ ? અંદરથી આવેલો અવાજ અને મોન્ટુ કોણ ? અને બધાથી વધારે આશિષ મોના સાથે પરણ્યો અને મોના પાછી મારી સાથે મિતાલીની બાબતમાં વાત કરવા માંગે છે ..આશિષ એ તો મિતાલીને જોવાની સુધ્ધા ના પાડી તો પછી મોનાને મિતાલી જોડે શું ..?
ત્રણે જણાએ એક ખૂણાનું ટેબલ લઈને રેસ્તોરાંતમાં બેઠા મોનાએ વાતનો દોર હાથમાં લીધો ..
મોના બોલી ..રીટા પેહલા તો આશિષએ તારી સાથે કરેલા અન્યાય માટે હું તારી માફી માંગું છું , આશિષ કઈ બોલ્યો નહિ .. હવે વાત કરું મિતાલીની તું અને આશિષ તમારી જુવાનીમાં જે રસ્તે જતા હતા એ જ રસ્તે મિતાલી જઈ રહી હતી ..
મોના આગળ બોલી ..હા રીટા પેહલા મારું અને મિતાલીનું કનેકશન તને આપી દઉં તારી જાણ માટે કહી દઉં કે આશિષના કુલ આઠ સંતાનો છે આ ધરતી પર ,જેમાંના સાત ને જન્મ આપવા માટે આશિષ જવાબદાર છે …
ત્રણ સંતાનો ખુબ સુખી છે જેની જિંદગીમાં અમે ક્યારેય દખલ નથી કરી બે સંતાન મારા ઘરમાં છે અને રહ્યા બીજા ત્રણ .. તો એમાંની એક મિતાલી અને બીજા રહ્યા બે છોકરા જે બંને એક જ માં ના છે અને તે વિધવા છે , જેનું સંપૂર્ણ ધ્યાન હું રાખું છું , હું એટલે કે મોના આશિષની પત્ની ..આશિષ નહિ અને આ બધાના તમામ ખર્ચા હું એટલે ડોકટર મોના ઉપાડે છે ..
હવે રહી વાત મિતાલીની તો રીટા હું એક મોટું એનજીઓ ચાલવું છું , અનાથ બાળકો માટેનું અને તારી દીકરી મિતાલી મારે ત્યાં જ જોબ કરે છે , અને એ એક વિધર્મી છોકરા જોડે ભાગવાની તૈયારીમાં છે,ફૂલ ફલેજ રોમાન્સ ચાલી રહ્યો છે એમનો ,બોલ હજી શું જાણવું છે તારે ..?
મોનાની આટલી સ્પષ્ટ અને ટુ ધ પોઈન્ટ વાતો સાંભળીને રીટા એકદમ હબકાઈ ગઈ અને બોલી ..મારે કશું જ નથી સંભાળવું મોના મિતાલીની બાબતમાં અને હા આશિષ જાણીને આનંદ થયો કે તું અને તારી પત્ની મોના બધા તારા અનઔરસ સંતાનોનું આટલું બધું ધ્યાન રાખો છો ,
અને હું હવે જઈશ અહીંથી અને જતા જતા એટલું કેહતી જાઉં છું કે મિતાલીની જીંદગી થી હમેશા દુર રેહજો હું અને પરેશ એને સાચવી લઈશું ..કૃષણની માતા યશોદા જ છે અને યશોદા જ રેહશે દેવકીએ નંદગામ આવવાની જરૂર નથી આટલું બોલી અને સડસડાટ રીટા ઉભી થઇ અને રેસ્તોરાંતમાંથી બહાર નીકળી ગઈ …
મોના અને આશિષ એકબીજાની સામે જોતા રહ્યા ..થોડીકવાર ચુપચાપ બેઠા પછી મોનાએ ખામોશી તોડી શું કરશે આ આશિષ હવે ..?
આશિષએ કીધું અત્યારે રીટા પાગલ થઇ છે , તને મારી પત્ની તરીકે જોઈ … એટલે એ પોતાની જાતને હારેલી સમજે છે તારી સામે , ફક્ત અને ફક્ત મને તારાથી જુદો પાડવા માટે રીટા ત્રણ ત્રણ વર્ષ મને એક પછી એક છોકરીઓ તરફ ધકેલતી રહી મોના અને છતાં પણ એને આ દિવસ જોવાનો આવ્યો , એ મને ગુન્હેગાર સાબિત કરવા આવી હતી પણ પોતે ગુન્હેગાર સાબિત થઇ ગઈ ..મોના તારી હાજરી અને એ પણ મારી પત્ની તરીકેની એ રીટા માટે અસહ્ય છે ,આજે તો એની સહનશક્તિની બધી જ હદ વટી ગઈ છે ..
તે મારા બધા પાપને કેવા સાચવ્યા છે , રીટાની કમ્પેરીઝનમાં તો મોના તું દેવી સાબિત થઇ છે ..હવે ઈશ્વર જ જાણે કે રીટા શું કરશે , પણ એ છાની તો નહિ રહે એ નક્કી છે …
બને જણા લંચ કરીને ચુપચાપ ત્યાંથી રવાના થયા પોત પોતાના કામે પોતપોતાની ગાડીમાં …