PAGE:-15
ડોક્ટર મોના ને ખબર પડી ..તરત જ આશિષને ફોન થયો આશિષ મોનાના એનજીઓ પર આવ્યો , આશિષની હાજરીમાં મોનાએ ફોન કર્યો મિતાલીને અને રીટાની તબિયતના એકઝેટ સમાચાર લીધા …
આશિષ એ પૂછ્યું શું છે મોના ..? મોનાએ કીધું સાયકોલોજીકલ શોક છે ધીમે ધીમે આવી જશે …આશિષએ કીધું આપણે જવું છે મોના ? મિતાલીના ના બોસ તરીકે ખબર પુછવા ..? મોનાએ કીધું એકાદ દિવસ જવાદે પછી નક્કી કરીએ ,આમ પણ બે દિવસથી ઘરમાં મોન્ટુ બહુ તોફાને ચડ્યો છે કદાચ એને ઇલેક્ટ્રિક શોક આપવા પડશે ફરી ..
રીટાના ઘરમાં રસોડું મિતાલીએ સાંભળી લીધું હતું , રીટા લગભગ પડી રેહતી હતી પોતના રૂમમાં પલંગમાં જ..
એક અઠવાડિયું વીત્યું … પણ રીટાની તબિયતમાં ફેરફાર થતો નોહતો …છેવટે આશિષ અને મોનાએ માનવતાના ધોરણે રીટાના ઘરે જવાનું નક્કી કર્યું..
મોનાએ ફોન કર્યો મિતાલીને કે આજે રાત્રે હું અને મારા હસબંડ તારા મમ્મીની ખબર પૂછવા આવીએ છીએ તારા ઘરે ..મિતાલીએ કીધું આવો …પણ મિતાલીએ રીટાને જાણ ના કરી
રાત્રે ડોક્ટર મોના અને આશિષ બંને જણા રેવાબાઈની ચાલીમાં પોહચી ગયા .
અચાનક આશિષ અને મોનાન પોતના ઘરમાં જોઈને રીટાનો ગુસ્સો સાતમાં આસમાને પોહચી ગયું કશું જ પણ બોલ્યા વિના એના શ્વાસ વધવા લાગ્યા અને અચાનક બેભાન થઇ ગઈ , મોના અને આશિષએ તરત જ ૧૦૮ બોઅવી અને રીટાને સિવિલ હોસ્પિટલ લઇ ગયા…
મોના અને આશિષન પરિસ્થિતિ કફોડી થતી જતી હતી શું કરવું સમજાતું નોહતું મોનાને ,એક તરફ માનવતા છૂટતી નોહતી અને બીજી તરફ આશિષના અધ:પતન માટે મોના રીટાને જ જવાબદાર માનતી હતી ..
છેવટે મોનાએ એક સ્ત્રી તરીકેની પોતાની ભડાસ કાઢવાનું નક્કી કર્યું અને એક સાંજે આશિષને કશું કીધા વિના સિવિલ હોસ્પિટલ પોહચી ગઈ ..મિતાલી એકલી જ હતી રીટા પાસે ..મોનાએ રૂમની બહાર મોકલી મિતાલી ને …
રીટાએ મોનાની સામે જોવાની સુધ્ધા દરકાર ના કરી , મોના એ કીધું રીટા તારે જાણવું છે આશિષના જીવનન એ ભાગને જે તારાથી છુટા પડયા પછી એની અને મારી સાથે શું વીત્યું..?
રીટાએ કોઈ જ જવાબ ના આપ્યો અને બારીની બહાર જોતી રહી મોના એ બોલવાનું શરુ કર્યું ..રીટા તારા લગ્ન પછી અમે પણ તરત જ લગ્ન કરી લીધા હતા , આશિષ પસ્તાવાથી પીડાતો હતો મને મારું લગ્નજીવન થાળે પાડતા લગભગ બે વર્ષ લાગ્યા.. એ બે વર્ષમાં અમને એકપણ સંતાન ના થયું છેવટે અમે અમારા બધા ટેસ્ટ કરાવ્યા અને એમાં ખબર પડી કે મારે સંતાન થાય એમજ નથી … હું ખુબ રડી આશિષને મગજમાં એવું નક્કી થઇ ગયું કે ઈશ્વર એના કરેલા પાપની સજા મને આપે છે ..
આટલું સાંભળી ને રીટાના મોઢા પરની કરડાકી આવી ,અને આંખો સેહજ ઝીણી થઇ મોના આગળ બોલી પત્થર એટલા દેવ કર્યા આશિષએ પણ એક પણ દેવ પથરામાં ના આવ્યો છેવટે આશિષની પીડા જોઈ ને મેં આશિષ ને ક્ધુ આપણે એક સંતાન દત્તક લઈએ … અને અમે એક અનાથઆલય માંથી બે મહિના ના મોન્ટુ ને દત્તક લીધો ,પણ અમારા બદનસીબે અમારો પીછો ના મુક્યો .. મોન્ટુ મંદ બુદ્ધિ નું બાળક નીકળ્યો ..
તમારી કોલેજના મિત્રો જેણે ખબર નોહતીકે મોન્ટુ એ આશિષનું દત્તક સંતાન છે એ લોકો એ તો ત્યાં સુધી બોલી ગયા કે બીજા ના ઘેર તો મોર પેદા કર્યા તારા ઘેર આવો ગયેલો પેદા કર્યો આશિયા..
અમારી પીડામાં એ લોકો આનંદ લેતા અને આશિષ વધારે અને વધારે ડીપ્રેશનમાં જતો ગયો છેવટે મેં નક્કી કર્યું અને આશિષના તમામ સંતાનો જેનો આશિષ બાયોલોજીકલ ફાધર હતો એ બધાની ભાળ કાઢી અને પરોક્ષ રીતે એ બધા સંતાનો ની અમે ટેઈક કેર ચાલુ કરી મને મારું એનજીઓ વધારે કામ લાગ્યું..
તારી મિતાલી ને પણ મેં જ જેવી એ કોલેજ કરી રહી મેં સામે થી નોકરી નો લેટર મોકલ્યો …