PAGE:-5
રીટા ને સમજણના પડી શું થઇ રહ્યું છે પણ ધીમેકથી વીઝીટીંગ કાર્ડ લીઈને ત્યાંથી સરકી ગઈ …
ઘરે આવી સાંજની રસોઈ કરી મનમાં વિચારો ચાલતા હતા શું હતું એ આશિષના ઘરમાં , પરેશ જમી અને નાઈટ શિફ્ટમાં નોકરીએ જતો રહ્યા …
ફરી પાછી રાત આવી રીટાને આજે કાનમાં હેડ ફોન નોહતો આશિષનું વીઝીટીંગ કાર્ડ હાથમાં રમાડતી રમાડતી એકલી એકલી પથારીમાં યાદ કરતી રહી જુના દિવસો…
કોલેજનો પેહલો દિવસ હતો કેવી સરસ તૈયાર થઈને ગઈ હતીરીટા ,મનમાં એક જ વાત હતી બસ પેલો બ્લુ આંખોવાળો .. ક્લાસમાં એન્ટર થઇ બધા છોકરા એની સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા.. ક્યાંક ક્યાંકથી સાંભળ્યું .. એ માલ છે.. ટેટો છે લ્યા .. નામ શું છે ..રીટા શારદામંદિરની છે ..અઘરી છે નહિ હાથમાં આવે … બહુ પ્રાઉડી છે …
પેહલી બેંચ પર જ બેઠો હતો એ બ્લુ આંખોવાળો .. તરત જ એની બાજુમાં જઈ ને બેઠી રીટા ..
અને ક્લાસમાં પાછળથી છેલ્લી બેંચ પરથી અવાજો આવ્યા ઓહો .. આશિયા તારે તો મોજ આવી …કુઆ પ્યાસે કે ખુદ ચાલકે આયા.. લકી ચેપ …એવા અવાજો આવ્યા ..
ત્યારે ખબર પડી કે આનું નામ આશિષ છે… રોજ કલાસમાં આવીને સામેથી આશિષની બાજુમાં બેસી જતી રીટા ..રોજ નો ક્રમ થયો એ ..દસેક દિવસ રીટાએ રાહ જોઈ પણ આશિષ કબુતરની જેમ એની સામે જોતો પણ કઈ બોલે નહિ કે કોઈ એક્શન નહિ …
છેવટે એકદિવસ ચાલુ લેક્ચરમાં બાજુમાં બેઠેલા આશિષનો ધીમેકથી હાથ પકડ્યો રીટાએ ,એકદમ ઠંડો પરસેવાવાળો હાથ આશિષનો અને રીટાનો હાથ ગરમ ગરમ ,રીટાએ આશિષનો હાથ દબાવ્યો આશિષએ રીટાની સામું ત્રાંસી આંખે જોયું ને બસ હલકું સ્માઈલ આપ્યું રીટાએ .. અને હાથ છોડી દીધો રીટાએ …
લેકચર પૂરું થયું આશિષ દોડીને બહાર નીકળ્યો , બીજું લેકચર ચાલુ થાય એ પેહલા ,પાછળ ને પાછળ રીટા દોડીને બહાર નીકળી ક્લાસ રૂમની છેલ્લી બેંચ પરથી સીટી વાગી ..અને બુમ પડી એ આશીયો આજે લુંટાયો …
આશિષની પાછળ પાછળ ગઈ રીટા એટલે આશિષ ઉભો રહી ગયો ..ઉંધો ફર્યો આશિષ અને બોલ્યો શું છે તારે ..?
આંખો મસ્તી અને હોઠ પર તીરછું સ્માઈલ લાવી રીટા બોલી તારે છે કઈ ..?
આશિષ તરત જ બોલ્યો એટલે ..?
અરે તારે કઈ ફીલિંગ્સ છે ..? એમ પૂછું છું ..? અવળા અર્થ ના નિકાલ ..
આશિષ બોલ્યો કોના માટે ..?
રીટા થોડી અચકાઈ અને બોલી કોઈપણ છોકરી માટે ..?
આશિષ કઈ બોલ્યો નહિ ચુપચાપ રીટાની આંખમાં આંખ મિલાવીને ઉભો રહ્યો અને રીટા શું કેહવા કે કરવા માંગે છે એ એની આંખોમાંથી જાણવાની કોશિશ કરતો રહ્યો ,રીટાને એની નીલી નીલી આંખોમાં જોવું બહુ ગમતું હતું એટલે એ એકીટશે આશિષની આંખો માં આંખ પોરવી ને જોતી રહી ….
થોડી ક્ષણો ના એ આંખો ના અનુસંધાન પછી રીટા બોલી ..કેમ કઈ નથી ..? ..પછી અટકી ને બોલી.. ફીલિંગ્સ …જવાબમાં થોડા ખુન્નસથી આશિષએ રીટાની સામું જોયું …
રીટા ફરી પાછી બોલી ખાલી જોતો જ રહીશ ..? આશિષએ હાથ પકડ્યો કચ્ચીને રીટાનો ,અને ચાલવા માંડ્યો કોલેજના પાછલા ભાગે રીટાને ખેંચી ને એકાંતમાં લઇ ગયો …
થોડી ઘસડાતી ઘસડાતી રીટા એની પાછળ ગઈ હાથમાં થોડું દર્દ થતું હતું પણ એને ગમતું હતું .. આજુબાજુમાં કોઈ નથી એની સેહજ ખાતરી કરી સેહજ ઝીણી આંખો કરીને આશિષ બોલ્યો .. હવે બોલ કઈ ફીલિંગ્સ બતાડું તને ..? રીટા એ હાથ છોડાવ્યો ..અને ફરી આશિષની આંખમાં આંખ નાખીને બોલી જે આવતી હોય તે ……CONT..6