PAGE:-6
આશિષએ રીટાને નજીક ખેંચી અને રીટાને પોતાના બાહુપાશમાં લઇ લીધી ..કોઈ જ જાતના ઇન્કાર વિના રીટા એમાં સમાઈ ગઈ ..
રીટા ને આશિષની છાતીના નાના નાના વાળ અને થોડો પરસેવો અને એના શરીરની ગંધ શ્વાસમાં જવા માંડી રીટા લગભગ મદહોશ થઇ ગઈ હતી ..
આશિષએ પોતાની થોડી પકડ ઢીલી કરી અને રીટાના બરડે હાથ ફેરવવા લાગ્યો રીટાએ કસ્સીને આશિષના બરડે નખ ભરાવ્યા..
વીસએક મિનીટ નું એ આલિંગન ..
પથારીમાં પડ્યા પડ્યા પિસ્તાલીસ વર્ષની થયેલી રીટાના શ્વાસ ભારે થવા લાગ્યા આશિષ જોડે ગાળેલા કોલેજના પેહલા વર્ષના દિવસો એક પછી એક આંખની સામેથી જવા લાગ્યા ..
આંખ લાગી ગઈ રીટાની ….એકાદ કલાક એક પછી રીટાનો સત્તર વર્ષનો દીકરો મિતુલ ઘરમાં આવ્યો ..મમ્મી જમવાનું આપ .. લઇ લે તારી મેળે રાતના બાર વાગે હું તારી નોકર નથી કે તને જમાડું .. રીટાએ કીધું..રસોડામાં પડ્યું છે .. અત્યાર સુધી ક્યાં રખડતો હતો નાલાયક ..? મિતુલ કશું બોલ્યા વિના રચુપચાપ સોડામાં જતો રહ્યો..વાસણ ખખડવાના અવાજો આવ્યા …
રીટાની ઊંઘ ઉડી ગઈ ..
પેહલીવારનું આશિષનું આલિંગન પછી એ ઉધું ફરીને જતો રહ્યો અને રીટા જોતી રહી , શું થયું આને કેમ આવી રીતે મને મુકીને જતો રહ્યો ..? કેટલા બધા વિચારો એકસાથે આવ્યા રીટાને ત્યારે પણ એક અજીબ ફીલિંગ રીટાનો પીછો નોહતી છોડતી
બીજા દિવસે થોડી વેહલી કોલેજ આવી ગઈ રીટા , આજે તો લેકચર હોલમાં જવુજ નથી એવું નક્કી કરીને ત્યાં તો દુરથી એને આશિષ બાઈક પર આવતો દેખાયો આશિષ રીટાની નજીક આવ્યો ..
બહાર પાર્કિંગમાં એકલી બેઠી હતી રીટા ,આશિષ બાઈક પર આવીને ઉભો રહ્યો રીટાની પાસે ..ચુપચાપ બેસી ગઈ આશિષની પાછળ બાઈક પર ,અને સીધો આશિષએ બાઈક મારી મૂકી રીટા એકદમ કસ્સી ને આશિષને ચોંટીને બાઈક પર બેઠી હતી , એણે આશિષના ખભે માથું ઢાળી દીધું ..
રીટાને લઈને ગુજરાત યુનીવર્સીટીથી આગળ અટીરાના પાછલા ભાગે લઇ અને ઉભો રહ્યો આશિષ તદ્દન નિર્જન અને અવાવરું જગ્યાએ ..એકપણ શબ્દો ની આપલે ના થઇ બંને વચ્ચે રસ્તામાં ..બસ રીટા ના શરીરના સ્પર્શને આશિષ ચાલુ બાઈક પર માણતો રહ્યો અને રીટા આશિષને ..
બાઈક ઉભું રહ્યું રીટા ઉતરી પાછળથી ,આશિષ પણ બાઈક પરથી ઉતર્યો , બોલ શું જોઈએ છે તારે ? સીધો સવાલ આશિષએ કર્યો….
રીટાએ એની બ્લુ આંખોમાં જોઇને કીધું તું શું આપીશ મને ..?
આશિષ બોલ્યો તું ક્યારેય સીધા મોઢે વાત કરતા શીખી જ નથી ..? રીટાએ ખભા ઉલાળીને કીધું વાત જ કોને કારવી જ છે અહિયાં ..
આશિષ બોલ્યો ઓહ એમ વાત છે ..
આશિષ ઘૂરી ઘૂરી ને રીટાને જોતો રહ્યો ..રીટા કશું બોલ્યા વિના આશિષની આંખોમાં અપલક જોતી રહી .. આશિષને કઈ સમજણ નોહતી પડતી કે આ છોકરીને ખરેખર એની પાસેથી જોઈએ છે શું ..?
આશિષએ રીટાનો હાથ પકડ્યો રીટા એનો હાથ પકડીને ઝાડી માં અંદર ચાલવા લાગ્યો, ભરબપોરનો સમય હતો અને બંને જણા ઝાડીમાં ઉતરતા ગયા , આશિષને આજે બહુ અચકાટ થતો હતો પણ રીટા તદ્દન પાગલની જેમ ખાલી આશિષની આંખોમાં જોતી હતી એકદમ નિર્જન એકલવાયો વિસ્તાર હતો ..
રીટા એ દુપટ્ટો જમીન પર ફેંક્યો .. આશિષ સહેજ પાછળ હટ્યો ના રીટા રેહવા દે ..રીટા બોલી મને વાંધો નથી તો તને શું છે ..આશિષએ કીધું ના રીટા ના થાય
રીટા બોલી તારે જે કરવું હોય તે તું કર અને મારે જ કરવું હશે એ હું કરીશ એમ બોલી અને આશિષને એકદમ ગળે વળગી અને રીટા એની આંખોમાં જોતી રહી, આશિષ થોડો બેબસી થી ઉભો રહ્યો .. …CONT..7