PAGE:-7
રીટા મારાથી .. રીટાએ એક આંગળી આશિષના હોઠ પર મૂકી ને કીધું ..કઈ ના બોલ બસ અમને જોવા દે તારી આંખો આશિષ બસ ..
થોડીક્વારે આશિષ કંટાળ્યો છેવટે રીટાને ધક્કો મારીને દોડવા માંડ્યો બાઈક પાર્ક કરી હતી એ તરફ .. રીટા પાછળ દોડી ..બાઈક આગળ આવી અને આશિષ ઉભો રહ્યો રીટા પાછળ આવી આશિષએ બાઈક ચાલુ કરી રીટા બેસી ગઈ ,બંને જણા કોલેજ પર પાછા આવ્યા ..
બીજા દિવસે આશિષ કોલેજ ના આવ્યો રીટા ને થયું નક્કી કઈ પ્રોબ્લેમ લાગે છે ,પણ આશિષનું એડ્રેસ ખબર નોહતી ..
ત્રીજા દિવસે આશિષ આવ્યો , નજર સુધ્ધા ના કરી રીટા તરફ આશિષએ , બહુ જ અકળાઈ ગઈ રીટા આખો દિવસ આશિષ લેકચરમાં બેઠો રહ્યો છેલ્લી બેંચ પર બધા છોકરાઓની વચ્ચે ..
અઠવાડિયું આવું ચાલ્યું રીટા રીતસર તડપી ઉઠી અને હિમત કરી અને આશિષની બાજુમાં છેલ્લી બેંચ પર બેસવા પોહચી ગઈ બધા છોકરાઓની વચ્ચે ,એકદમ રીટાને છેલ્લી બેંચ સુધી આવેલી જોઈ ને છોકરાઓ ઉભા થઇ ગયા આશિષ નીચી નજરે ક્લાસ ની બહાર જતો રહ્યો રીટા પાછળ ગઈ ..બોલ શું થયું છે તને આશિષ ?આશિષ કઈ બોલ્યો નહિ રીટાએ ફરી પૂછ્યું શું છે કઈ બોલ તો ખરો .. આશિષ બોલ્યો જો રીટા મારે ઓલરેડી એક ગર્લફ્રેન્ડ છે રીટા એ મેડીકલમાં ભણે છે અમે નાનપણથી એક બીજાને ઓળખીએ છીએ મારાથી તારી જોડે કશું ના થાય હું મોના સાથે કમિટેડ છું ..
રીટા એકદમ ઝંખવાણી પડી ગઈ અને બોલી ઓકે એ પ્રોબ્લમ છે ને તારે તો એમ બોલ ને મેં તને ક્યાં કયારેય આઈ લવ યુ કીધું ? આશિષ આપડે તો ખાલી ફ્રેન્ડસ જ છીએ અને ફ્રેન્ડસ જ રહીશું બોલ મંજુર ..
આશિષની આંખમાં ચમક આવી ગઈ .. આશિષએ કીધું ઓકે .. રીટા બોલી ચલ તો હવે તારી બાઈક પર આંટો મરાવ મને ..અને બાઈક પાછળ એકદમ કસ્સી ને રીટા આશિષની પાછળ બેસી ગઈ …..
એક સ્ત્રીસહજ ઈર્ષા થઇ ગઈ હતી રીટાને ખાલી મોનાના નામથી જ અને વિચારતી થઇ ગઈ હતી કે કેટલી નસીબવાળી છે ,જેણે આશિષ જેવો છોકરો મળી ગયો છે અને એ પણ નાનાપાથી જ …
સવારના વેહલી રીટાની આંખ ખુલી ગઈ આજે તોકોઈ પણ સંજોગોમાં આશિષ જોડે વાત કરીને મળવું જ છે,એવું નક્કી કર્યું .. સવારના ઘરકામ આટોપ્યા , પરેશ વેહલી સવારે નાઈટ શિફ્ટમાંથી આવી અને સુતો હતો ..
શાક લેવા જાઉં છું એટલું કહી ને નીકળી ઘરથી દુર રોડ પર પોહચી અને રીટાએ વીઝીટીંગ કાર્ડમાંથી નંબર જોઈ ને ફોન લગાડ્યો આશિષ ને ..
હલો સામે છેડે અવાજ આવ્યો હલો .. રીટા ને દિલમાં કસક આવી હા એ જ છે ,એજ અવાજ રીટા બોલી આશિષ … આશિષએ જવાબ આપ્યો બોલ શું હતું આટલા વર્ષે ? કેમ એકદમ જ ..? રીટા ચમકી ગઈ કેવી રીતે ખબર પડી ગઈ આશિષને એ સાહજીકતાથી બીલી .. તું ઓળખી ગયો? હા બોલ શું છે ટ્યુશનમાં છું તને વાંધો ના હોય તો થોડી વાર રહીને ફોન કરું તને ..
ફોન કપાયો રીટા બીજી દુનિયામાં જતી રહી સાલો હજી એવો ને એવો શાતિર છે આટલા બધા વર્ષે પણ અવાજ ઓળખી કાઢ્યો જો કે એ તો એનામાં પેહલેથી જ ગુણ હતો અવાજ અને આંખો આશિષ ક્યારેય કોઈની ભૂલતો નહિ ,અરે હા શરીરની વાસ પણ એને બહુ જ યાદ રેહતી ..
બંધ આખે કેવા એણે અમને ખાલી સુંઘી ને ઓળખી પાડ્યા હતા ..આશિષ હમેશા કેહતો રીટલી બધી જ છોકરીની અલગ અલગ સ્મેલ હોય છે અને હું એક એ એક ને ખાલી સ્મેલથી છૂટી પાડી દઉં ..અને પાડી દીધી હતી પેલા દિવસે ..એના ઘરે અમે ચાર ભેગી થઇ હતી અને કેટલી બધી ..
વિચારતા જ રીટા બધું ભૂલી ગઈ કે એ કઈ દુનિયામાં છે ત્યાં આશિષનો ફોન આવ્યો રીટાએ કીધું તું ઓળખી ગયો
આશિષએ કીધું હા કામ બોલ…..CONT..8