Page:-16
દેખાવે ઘણી રૂપાળી અને ખુબ ધનના ઢગલાની વચ્ચે આળોટતી માલાતીએ પોતાનું શરીર સૌષ્ઠવ સારું જાળવી રાખ્યું હતું ,
માલતી અને એની બે જેઠાણી વાસંતીબેન અને મંજુલાબેન વચ્ચે લગભગ એક જનરેશનનો પૂરો ગેપ હતો બંને જેઠાણીઓ એ જીવનમાં ક્યારેય પેન્ટ ટીશર્ટ પેહર્યા નોહતા અને પેહરવાના વિચાર સુધ્ધા નોહતા કર્યા , જયારે માલતી સંપૂર્ણપણે મોર્ડન. અમદાવાદમાં જન્મી અને મોટી થઇ હતી અને એનું કુટુંબ પણ સાધન સંપન્ન અને ભણેલું ગણેલું હતું ,બંને જેઠાણી કરતા એને સારી સ્કુલ અને કોલેજમાં ભણવા મળ્યું હતું ,અને પરણીને સીધી રમેશ જોડે અમેરિકા ગઈ એટલે જે સ્વાભાવિક રીતે ફરક જીવન જીવવાની પદ્ધતિમાં હોય તે દેખાઈ આવતો …
માલતીને નવી નવી પરણી આવેલી રીન્કુ સાથે સારું ગોઠતું ,કલ્ચર ડીફરન્સ અને થોડા કલ્ચર કલેશને લીધે ક્યારેક માલતીને પોતાના સાસુ અને બંને જેઠાણીથી અકળામણ થતી પણ મારે તો બાર મહીને માંડ મહિનો એમની જોડે રેહવું એમાં હું શું કામ માથાકૂટમાં પાડું એવું વિચારી ને હા માં હા કરી લેતી …
અમદાવાદના બંગલે પોહચીને વાસંતીબેન અને પ્રભુદાસભાઈને પગે લાગ્યા રમેશ અને માલતી સવાર સવારમાં બાળકો બધા કેમ છે અને કુટુંબના બીજા બધા કેમ છે શું છે સમાચારોની આપ લે થઇ , માલતીએ પોતાના પિયર ફોન લગાડી અને વાત કરી લીધી અને કહી દીધું હું અને રમેશ રાત્રે મળવા આવશું …
ચા નાસ્તો વેહલી સવારે થયા , માલતીએ કીધું મારે હવે ઊંઘવું છે , રમેશે ના પાડી રેહવા દે ના ઊંઘીશ જેટલેગ નહિ પતે .. હું તો આજે આખો દિવસ જાગીશ ..માલતીએ કહી દીધું તારે જે કરવું હોય તે કર રમેશ મને ઊંઘવા દે …
એક કમરામાં માલતી આરામ કરવા જતી રહી , રમેશે પ્રભુદાસભાઈને કીધું ભાઈ હું તમારી સાથે કાલુપુર આવીશ પ્રભુદાસ ભાઈ એકીધું ..તું થાકેલો હોઈશ કાલે આવજે આરામ કર રમેશે પણ પાડી ના હું આવું છું …
સવારના સાડા આઠ વાગે બંને ભાઈઓ કાલુપુરની ઓફીસ જવા ગાડીમાં રવાના થયા ..
ઓફિસમાં બંને ભાઈઓ એકલા હતા અને પ્રભુદાસભાઈ એ ટોપિક ઉપાડ્યો …. રમેશ બાને મજિયારું છુટું કરવું છે ,અને દિલીપ કહે છે કે આપણું મજિયારું હતું જ ક્યાં ? બાપુજીનું જે કઈ છે એ તમે રાખો મોટાભાઈ .. બોલ તું જ કહે એ કેવી રીતે બને..?મારાથી કેવી રીતે આ બધું રખાય ? રમેશ ચુપચાપ સંભાળતો રહ્યો એણે પૂછ્યું ..મોટાભાઈ તો તમારી ઈચ્છા શું છે તમારે બાપુજીની કઈ મિલકતના ભાગ પાડવા છે ?
પ્રભુદાસભાઈ બોલ્યા જો રમેશ ભાડલાની હવેલી વાડી અને આ મારી મેસર્સ વિઠ્ઠલભાઈ મનુભાઈ પારી ..એ બધાના ચાર ભાગ કરો ત્રણ આપણા ભાયું ના અને ચોથો રેણુકાનો …
રમેશે કીધું મોટાભાઈ મેસર્સ વિઠ્ઠલભાઈ મનુભાઈ પારી તો તમે ચલાવો છો અને તમે જ ઉભી કરેલી છે ભાઈ , તનસુખભાઈજી જોડે આપડે છુટા થ્યા ત્યારે તો આપણને તો પચીસ લાખ જ મળ્યા હતા ..અને હવેલી ને એક વાડી હતી..
પ્રભુદાસભાઈ બોલ્યા … હા રમેશ એટલે તો કહું છું હું તને કે મેં જે કઈ ઉભું કર્યું છે બાપુજીની મૂડીમાંથી ઉભું કર્યું છે…
રમેશ એક મિનીટ વિચારે ચડ્યો અને બોલ્યો …હા કબુલ ચાલો તો પછી તમારા કેહવા પ્રમાણે તમારી બધી મિલકત ના ચાર ભાગ કરવા પડે અને ચોથો ભાગ તમને મળે ..
પ્રભુદાસ ભાઈ બોલ્યા હા બરાબર ..
રમેશે કીધું … તો પછી તમારા એકલાની મિલકતના કેમ ચાર ભાગ કરવાના ? જેમ તમે બાપુજીની મૂડી થી ઊંચા આવ્યા એમ દિલીપભાઈ અને હું પણ બાપુજીની મૂડી તો ઊંચા આવ્યા છીએ ને ..? તો પછી અમારી બધાની મિલકતના ચાર ભાગ કરો..પ્રભુદાસભાઈ અકળાઈ ગયા અને બોલ્યા.. આમાં તમારા બધાની ક્યાં વાત આવી આમાં ? તને મેં અને દિલીપે રૂપિયા આપ્યા છે અને દિલીપને મેં આપ્યા છે ..એ તો તમારા હક્કના રૂપિયા છે …
રમેશે કીધું… ભાઈ તો તમે એ રૂપિયા ક્યાંથી લાવ્યા ?બાપુજીના પચીસ લાખ હતા એમાંથી તમે ધંધો કરી અને તમે એ રૂપિયા વધાર્યા અને અમને આપ્યાને ..!! CONT….17