Page :-4
પણ તનસુખભાઈજી ધરાર નોહતા માનતા મેં જવાબદારી લીધી છે પરભા તમે મને નરકમાં નાખશો મારે મારી ને શું મોઢું બતાડવું મારા નાનાભાઈ ને વિઠ્ઠલો મને શું કેહશે ?
પણ હું મક્કમ રહી અને મેં અને પરભુએ થઇ ને મજિયારું છુટું કર્યું …એમના દીકરાઓ ઘણું વધારે લઇ ગયા …
જમનાભાભીને પણ ક્યાંક એવું લાગ્યું કે એમના છોકરાવ ખોટું કરી ગયા છે એટલે એ એક દિ` મારે ઘેર આવીને એમના ઘરેણાની પોટલી વાસંતીના હાથમાં મૂકી,પણ મારી વાસંતી બહુ ખાનદાન અને ભરેલા પેટની નીકળી એણે આંગળી સુધ્ધા નો અડાડી ..
જમનાભાભુ જે ભાગ પડી ગ્યા ઈ પડી ગ્યા બસ ,આ મને નો ખપે, મને પુછવા પણ નો રોકાઈ વાસંતી,કે બાઆ જમનાભાભુના ઘરેણા લઉં કે નઈ ? બારોબાર એણે જ પાછા દઈ દીધા અને ખાલી એટલું કીધું એણે ,ભાભુ જો દેવા હોય તો આશીર્વાદ દ્યો કે વિઠ્ઠલદાસ મનુભાઈ પારી ની પેઢી દુનિયાભરમાં નામ કાઢે .. અને એવું જ થયું .. જમનાભાભીએ આપેલા સાચા હૃદયના આશીર્વાદ આજે ફળ્યા છે..
અમદાવાદમાં મેસર્સ વિઠ્ઠલભાઈ મનુભાઈ પારી ને પ્રભુદાસ ઉપર લાવ્યો , મુંબઈમાં હાઉસ ઓફ વીએમપી ને વચલો દિલીપ અને અમેરિકામાં રમેશની વીએમપી મોટેલ્સ ઇનકોર્પોરશન… ત્રણે દીકરાએ નામ કાઢ્યું છે મારા ..
વિચારો કરતા કરતા પ્રભાબેનની આંખ લાગી ગઈ ..
કિશોરભાઈએ વાસંતીભાભીને ફોન કરી ને કીધું હું અમદાવાદ આવું છું અને પરભાકાકીને લઈને આવું છું ગાડી મોકલો ભાડલા..વાસંતીભાભી ખુશ ખુશ થઇ ગયા …
એ આ તમે મારા સાચા દિયર છો કિશોરભાઈ ,તમારા વહુ ને હારે લેતા આવો ..એવું આમન્ત્રણ અપાયું ..
અમદાવાદ નવરંગપુરા મીઠાખળી છ રસ્તા ઉપરનો કોર્નરનો બે હજાર વારના પ્લોટમાં મોટો બાર પંદર રૂમનો મોટો બંગલો આંગણે એક મર્સિડીઝ ,બે ઓડી અને બીજી નાની મોટી ચાર પાંચ ગાડીઓ ઝૂલે અને બહાર નેમ પ્લેટ લાગેલી
શ્રીમતી વાસંતીબેન પ્રભુદાસ પારી
શ્રી પ્રભુદાસ વિઠ્ઠલભાઈ પારી
વાસંતીબેન અને પ્રભુદાસને સંતાનમાં બે દીકરા અનીલ અને મલય અને એક દીકરી , દીકરી મોટી એને મુંબઈ પરણાવી દીધી હતી મોટા દીકરા અનીલને પણ પરણાવી દીધો અને એના ઘેર પણ એક દીકરો હતો નાનો દીકરો મલય પરણાવવાનો બાકી હતો , મલય એ મોટીબાનો કઈક વધારે પડતો લાડકો હતો ,હર્યુભર્યુ ઘર વાસંતીબેન અને પ્રભુદાસભાઈનું …અને દરિયા જેવું વિશાળ દિલ બંનેનું ..
બંગલાની પોર્ચમાં ભાડલાથી એક ઈનોવા આવી ઉભી રહી અને વાસંતીબેન દોડતા બહાર આવ્યા .. ગુજરાતી ઢબે પેહરેલી સાડીનો છેડો માથે ઓઢી અને પ્રભાબાના પગમાં પડી ગયા .. એ જેશ્રી ક્રષ્ણ બા આવો આવો .. આવો આવો કિશોરભાઈ ..તમારી હારે ઝઘડો ઉભો મારો ,કેમ ભાભી ને છોકરાવને મૂકી મૂકીને આવો છો આમ ..
ઘરના નોકરો અને સભ્યો એક પછી એક આવતા ગયા અને મોટીબાને પગે લગતા ગયા ..અમદાવાદના ઘરમાં પ્રભાબેન મોટીબા તરીકે જ ઓળખાતા..કિશોરભાઈ જમી પરવારીને કામે જતા રહ્યા બપોરનો સમય હતો પુરુષો ઘરમાં નોહતા ,
પ્રભાબેનનો એક કમરો અલાયદો રેહતો અમદાવાદના બંગલામાં અને એમાં એક મોટો વિઠ્ઠલભાઈ મનુભાઈ પારી નો ફોટો રેહતો ..
પ્રભાબાને એમના બધા પૌત્ર અને પૌત્રીમાં વાસંતીબેનનો મલય થોડો વધારે વહાલો હતો ,મલયમાં બહુ દુનિયાદારી નોહતી અલગારી જીવ હતો મલય ..વર્ષમાં બે ત્રણ વાર મલય ટ્રેકિંગમાં જતો અને કુદરતના ખોળે રેહતો ,અને ભાડલા પણ વર્ષે બે ચાર વાર એકલો રેહતો મોટીબા પાસે રેહવા ..
મોટીબા ભાડલાથી આવવાના છે એટલે મલય ઘરે રહ્યો હતો અને મોટીબાને પગે લાગી અને થોડીવાર મોટીબા જોડે લાડ કર્યા અને મોટીબાના હાથે જમી અને મલય ઓફીસ ગયો…મોટીબાને પણ મજા પડી ગઈ મલય જોડે ..રાત્રે પ્રભુદાસભાઈ અને આવ્યા મળ્યા મોટીબાનેCONT….5