Page:-8
દિલીપભાઈએ જવાબ આપ્યો ..સારું મોટાભાઈ આવી જઈશું ,
બીજી એક વાત છે દિલીપ
શું બોલો મોટાભાઈ ..
બા ને મજિયારું છુટું કરવું છે ..
દિલીપભાઈ એ પૂછ્યું કયું મજિયારું..?
પ્રભુદાસભાઈ એ કીધું ..આપડું મજિયારું
સામે છેડેથી દિલીપભાઈ એ કીધું આપણું વળી મજિયારું ક્યાં હતું આપણે ત્રણે ભાઈઓ આપણું બધું પોત પોતાનું જ કર્રીએ છીએ ને ..
ના ના દિલીપ બાપુજી નું જે કઈ છે એ ..
એ તો બધું તમારું જ છે ને મોટાભાઈ ,બાપુજી ના ગયા પછી તમે જ બધું સાંભળ્યું છે , અમને મોટા તમે કર્યા અને જયારે જે જરૂર પડી એ બધું તમે અમને આપ્યું તો હવે બાપુજીનું જે કઈ છે એ તમારું જ હોય ને , એમાં છુટું શું કરવાનું ..?
પ્રભુદાસભાઈ ઢીલા થઇ ગયા .. અરે રે દિલીપ તું અને બા તો બેઉ જણા મને ક્યાયનો ય નહિ છોડો ..મારે તમારું બધાનું લઇ ને ક્યાં જવું ? નર્કમાં પણ જગ્યા નો મળે મને તને ખબર છે જો દિલીપ મજીયારાનું ખાય ને એની સાત પેઢી નું નખ્ખોદ જાય ..મને પાપમાં ના પાડીશ દિલીપ …
દિલીપભાઈ એ કીધું તમે ચિંતા ના કરો ધરપત રાખો મોટાભાઈ નોરતામાં હું આવું છું બે ત્રણ દિવસ વધારે રોકાઈશ ત્યારે બા જોડે હું વાત કરી લઈશ વાત …
નોરતા ચાલુ થયા બંગલે ગરબો તેડાયો ..અને રોજ પાંચ ગરબા લેવાતા , આજુબાજુના અને થોડા દુરના નજીકના સગા આવતા સાસુ વહુ અને એની વહુ ત્રણ ત્રણ પેઢી ગરબા લેતી સાથે ,વાસંતીબેનના દીકરા અનીલની વહુ રીન્કુ આમ તો વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ હતી પણ મોટીબાના હુકમથી પૌત્રવધુ રીન્કુ માથે સાડીનો છેડો નાખી ને રોજ આરતી કરતી ..
વડસાસુ પ્રભાબેન પાસેથી રીન્કુ ઘોડો ખુંદતા શીખી , સાતમાં નોરતે સાંજની ફ્લાઈટમાં દિલીપભાઈ અને મંજુલાબેન આવી ગયા ઘર મેહમાનોથી ઉભરાવા લાગ્યું …
મજીયારા છુટા પાડવાની વાતથી અજાણ એવા પ્રભુદાસભાઈના બંને દીકરાઓ અનીલ અને મલયે આઠમની રાત્રે ઘેર મોટા પાયે ગરબાનું આયોજન કર્યું અને મુંબઈથી દિલીપભાઈ અને મંજુલાબેનના નવા પરણેલા દીકરા અને વહુ ને પણ સવારની ફ્લાઈટમાં તેડાવી લીધા ..
બંગલામાં ચારેકોર આનંદ આનંદ છવાયો હતો , દેરાણી ,જેઠાણી ભાભી ,ભાભી અને..બા..બા ..મોટીબા..ભાભુ ,કાકી ..કાકા ભાઈજી .. ચારે બાજુ એવા પ્રેમના શબ્દો કાને પડતા..તા
પ્રભાબેનએ માતાજીના લાખ લાખ ઉપકાર માથે ચડાવ્યા .. હે કુળદેવી માં આશાપુરા આ તારા આશીર્વાદે મને આવી રૂડી લીલી વાડી જોવા મળી છે .. બબ્બે વહુરુંઓ અને એની એ બબ્બે વહુરુઓ ને ગરબે રમતી જોઈ રહી છું આવા દિ` જોવાના તો કોઈક ના જ નસીબમાં હોય..
આવી હસતી રમતી લીલીવાડી જોઈને એકવાર મજિયારું છુટું કરવાનો વિચાર પડતો મુકવાની ઈચ્છા થઇ ગઈ પ્રભાબેનને , નકામું આ મારા મીઠી સાકરની ખીર જેવા આ મારા સંસારમાં લીંબુનું ટીપું પડશે તો બધું …
ના ના પણ એ તો થઇ જ ગયું છે માલતી એ સામેથી ભાગ માંગી જ લીધો છે ને ..!! હવે તો છુટું કરે જ છૂટકો ..વિચારે દુઃખી દુઃખી થઇ ગયા પ્રભાબા ..
દશેરાનો દિવસ આવ્યો ,ગરબો વળાવ્યો અને બપોરે પ્રભાબેનએ બંને દીકરા વહુને બોલ્વ્યા ,બાકીના લોકો ઘરમાં પોતપોતના કમરામાં આરામ કરતા હતા ..
દિલીપ મંજુલા મારે હવે મજિયારું છુટું કરવું છે , બોલો તમારે કઈ કેહવું છે , પરભુ અને વાસંતીની વાત મેં સાંભળી છે..
મંજુલાબેન માટે આ એક નવી વાત હતી પણ એ કઈ બોલે એ પેહલા દિલીપભાઈ એ કીધું …બા મને ભાઈ નો ફોન આવ્યો હતો પણ મારે તો એ જાણવું છે કે આપણું મજિયારું ક્યારે હતું ? અમે ત્રણે ભાઈઓ જે કઈ કરીએ છીએ એ તો પોત પોતાનું છે અને રહી વાત ધ્રાંગધ્રાવાળા બેન રેણુકાની તો એ અમે સંભાળી લઈશું ..? CONT….9