Page:-33
બસ શર્વરીને ચોવીસ વર્ષના ઇશાન પર ભરોસો મુકવાનું મન થઇ ગયું હતું ,ઇનફેક્ટ મૂકી દીધો હતો..દસ વર્ષની ઉમરનો ફરક પણ બંનેની વચ્ચેથી ઓગળી ગયો હતો..
ઈશાને લીફટમાં સતરમા માળનું બટન દબાવ્યું.. લીફ્ટ ઉભી રહી. ઈશાને ફ્લેટની ચાવીથી લેચ ખોલ્યું ફ્લેટમાં અંધારું હતું..
ફ્લેટના સત્તરમાં માળની બારીમાંથી દેખાતા બહાર મુંબઈના ચમકતા નિયોન લાઈટના હોર્ડીન્ગ્સના આછા ચમકારાનું આછું અજવાળું ફ્લેટના અંધકારમાં ફેંકાતું હતું ..ઇશાનની પાછળ પાછળ ધીમા પગલે શર્વરી ફ્લેટમાં દાખલ થઇ, ઇશાન સેહજ આગળ વધીને ફ્લેટમાં અજવાળુ કરવા લાઈટ કરવા માટે સ્વીચ તરફ જવા ગયો શર્વરીએ એનો હાથ ખેંચ્યો અને ઇશાન અટકી ગયો ..
ઇશાને શર્વરીની બેગ જમીન પર મૂકી..શર્વરી ઇશાનની નજીક આવી..શર્વરીના શ્વાસ ભારે થઇ ગયા હતા,ઈશાને પોતાના હાથથી ધક્કો મારી અને ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો..અંધારામાં શર્વરી એની તગતગતી આંખે ઇશાનનું મોઢું જોઈ રહી .. શર્વરીએ પોતના હાથથી ઇશાનના શર્ટને પકડ્યું , ઇશાનની છાતીના વાળ શર્વરના હાથમાં આવી ગયા, મુંબઈના ભેજવાળા વાતાવરણને લીધે ઇશાનને થયેલા પરસેવાની મહેક શર્વરી નાકથી એના શરીરમાં ઉતારી ગઈ..અને ધીમેકથી ફફડતા હોઠે બોલી ઇશાન..
ઇશાન શર્વરીની આંખોમાં ભભૂકતી આગ જોતો રહ્યો અને શર્વરીના ખભે હાથ હળવે હળવે ફેરવતો રહ્યો .. શર્વરીએ ફરી ફફડતા હોઠે બોલી ઇશાન ઇશાન..અને ઇશાનએ શર્વરીના ફફડતા હોઠને પોતના હોઠથી બંધ કરી દીધા ..લગભગ બે કલાકના રતિ અને કામદેવના આલિંગન અને ક્રીડા પછી ઇશાન બોલ્યો સરૂ ડીનર નથી કરવું..? પલંગમાં સુતેલી શર્વરી બંધ આંખે બોલી ના ઇશાન તારાથી આજે મારે નથી છૂટવું..એમ કરી ને ફરી શર્વરી ઇશાનને વળગી પડી …
મુંબઈ લોકલના પૈડા થંભી ગયા રાતના એક વાગ્યો..બંનેની આંખમાંથી ઊંઘ ગાયબ હતી ચલ સરૂ બહાર જઈએ..
બંને જણા જીન્સ ટીશર્ટ પેહરી અને એક કપલની જેમ હાથમાં હાથ નાખી ને રાતના એક વાગે નીચે ઉતર્યા..અને ઈશાને ગાડી લીધી સી લીંકના છેડે આવેલી એક મોટી પાંચ સિતારા હોટેલમાં,એની કોફી શોપમાં રાતના દોઢ વાગ્યો હતો..
ઈશાને બે સેન્ડવીચ અને કોફી ઓર્ડર કરી ..બોલ સરૂ શું પ્રોબ્લેમ છે તારે..સેલ્સ ઓછું છે..?CONT..34