Page:-38
ગુપ્તા એ કીધું ઝરૂર ઇશાન ,ચલો મૈ આપકી કેબીનમેં આતા હું ..ઇશાને કીધું ઓકે .. ફોન મુકીને ઇશાન બોલ્યો એ આવે છે મારી કેબીનમાં અહિયાં..
શર્વરી ભડકી એણે તરત જ એના મોબાઈલમાંથી ગુપ્તાને ફોન લગાડ્યો.. સર મૈ આપકે યહાં આતી હું કૌન સે ફ્લોરપે આઉં ..?
ગુપ્તાએ કીધું મોસ્ટ વેલકમ મેમ ફીફટીન્થ ફ્લોર ફર્સ્ટ લેફ્ટ એન સેકંડ કેબીન .. શર્વરી બોલી રીચીંગ ઇન ફાઈવ મીનીટસ..
મોબાઈલ કાપીને શર્વરીએ તરત જ ઇશાનને ટોક્યો.. ઇશાન ગુપ્તા મારા કરતા પણ ત્રણ વર્ષ સીડીઆઈસીમાં સીનીયર છે અને તું તો સાવ બચ્ચું છે હજી સીડીઆઈસીમાં આટલો મોટો સીનીયર માણસ તારા જેવા જુનિયરની કેબીનમાં આવવાનું કહે તો પણ એમને ના આવવા દેવાય ડોબા થોડો સુધર..આ કોર્પોરેટ ઓફીસ છે હાયારકીનું થોડી સમજ રાખ ..ઇશાન નીચી નજર કરીને બોલ્યો સોરી મેમ .. શર્વરી બોલી કેટલું શીખવાડું અને સમજાવું તને ઇશાન ..ચલ હું જાઉં છું સાંજે મળીએ ,હું સીધી તારા ફ્લેટ પર આવી જઈશ,મારી અહિયાં વેઇટના કરતો અને વચ્ચે હવે કોઈ ફોન કોલ ના કરીશ..
ઇશાન બોલ્યો કેટલા વાગે આવીશ સરૂ..? આઠ વાગતા સુધીમાં એટલે ત્યાં સુધી નો ફોન કોલ્સ અને હા હું મુંબઈમાં મારા માસીજી ના ઘરે ઉતરી છું સમજણ પડી ?ઈશાનની આંખમાં ચમક આવી ગઈ અને હસીને બોલ્યો હા ઇશાનમાસી ને ત્યાં..શર્વરી હસીને ઇશાનની નાનકડી કેબીનમાંથી બહાર નીકળી ગઈ..સીડીઆઈસીના પંદરમાં માળે લીફ્ટમાંથી શર્વરી બહાર નીકળીને ગુપ્તાની કેબીનમાં ગઈ..ગુપ્તાએ તેહઝીબ અને અદબથી કીધું આઇયે આઇયે શર્વરીજી બડે દીન બાદ આપકો મિલનેકા મૌકા મિલા..આપ તો બિલકુલ વૈસી કી વૈસી હી હૈ..શર્વરીએ હસીને કીધું થેંક્યું ગુપ્તાજી..ગુપ્તા હસીને બોલ્યો ઔર બતાઈએ ક્યાં હાલ ચાલ હૈ ગુજરાત માર્કેટ કે..? શર્વરી તરત જ ઉદાસ લેહજામાં બોલી ..બેન્ડ બજી પડી હૈ ગુપ્તાજી ગુજરાતકે સીડીઆઈસી કે ઓટો ડીવીઝનકી, ક્યા કરું યહી સમઝમેં નહિ આતા, કિતની સારી સ્કીમ ડાલી,લડકો કો ઇતના ઇન્સેન્ટીવ ડાલા ,દસ ગાડી કે ફાયનાન્સમેં તો દુબઈ કા ઓફર દિયા લેકિન સબ લડકે નૌ યા આઠ પે આકે રુક જાતે હૈ ઔર મેરે ટાર્ગેટ કી બેન્ડ માર દેતે હૈ ..એટલું બોલીને શર્વરી હસી પડી ..
ગુપ્તા પણ હસવા લાગ્યો અને બોલ્યો શર્વરીજી આપકે નહિ પૂરે ઇન્ડિયા કે યહી હાલ હૈ.. એટલીવારમાં પટાવાળો ચા લઈને આવ્યો ગુપ્તાએ કીધું લીજીએ ચાય લીજીયે..CONT..39