Page:-40
ગુપ્તાજી આગળ બોલ્યો ..વો અપના પુરાના એમડી જયેશ પારેખ વો તો બહોત ખુશ હૈ , કયું કી લોઅર સેલ્સ કા સારા ઠીકરા અબ સિલ્વરાજ કે સર પર આયેગા ઔર મૈ તો બચ ગયા..સાલા પક્કા ગુજરાતી હૈ જયેશ પારેખ.. પ્રોફિટ હુઆ તો સબ મૈને કિયા ઔર માલ ભી સારા મેરા ઔર મેરે બાપ કા ઔર નુકસાન હુઆ તો તુને કિયા ફિર ભી સારા માલ મેરા..એનપીએ કો થોડે સાલ પકડકે રાખ્ખેંગેઔર ફિર ઉસીકો એનપીએ કો બેચ કે પ્રોફિટ કરેંગે…
વૈસે શર્વરીજી આપકી ઔર આપકી ટીમ ગુજરાત કી તકદીર અચ્છી હૈ..શર્વરીને ગુપ્તાની વાતથી થોડો ઘણો અંદાજ બેઠો કે એક લાખની ગાડીનું કઈક ચક્કર છે..અને આમ ને આમ વાતો ચાલતી રહી શર્વરી અને ગુપ્તાની, શર્વરી ધીમે ધીમે ગુપ્તા જોડે વાત કઢાવવાની કોશિશ કરતી રહી..બરાબર બપોરના સાડા બાર વાગ્યા અને શર્વરીનો મોબાઈલ રણક્યો..મેમ સિલ્વા સર ઈઝ વૈટીંગ ફોર યુ..
શર્વરી ગુપ્તાજી જોડેથી ફટાફટ ઉભી થઇ ને સિલ્વારાજ સરની કેબીનમાં ગઈ સીડીઆઈસીના એમ.ડી.ની નરીમાન પોન્ટ ઉપર વીસમા માળે મોટી ચેમ્બરની સામે દરિયો ઘૂઘવે અને પાછળ મુંબઈ મ્હાલે..આવો ..આવો ..શર્વરીબેન કેમ છો ? સિલ્વરાજ સરએ ગુજરાતીમાં ઉમળકાથી શર્વરીને વેલકમ કર્યું શર્વરી એકદમ સંકોચાઈને બોલી મજામાં સર..સિલ્વરાજ સરે પૂછ્યું ક્યારે આવ્યા તમે .?શર્વરીએ કીધું ગઈકાલે રાત્રે સર અહિયાં વરલીમાં મારા માસીજીના ઘરે રહી છું..સિલ્વરાજ સરે કીધું આપણું કંપનીનું ગેસ્ટહાઉસ પણ વરલીમાં જ છે ,શર્વરી બોલી હા સર પણ ઇન લોઝ નો ઘણા વખતથી આગ્રહ હતો..એટલે સિલ્વારાજ સરએ કીધું ..હા બરાબર છે ક્યારે પાછા અમદાવાદ જવાના તમે ..? શર્વરીએ કીધું શુક્રવારે સવારે સર.. સિલ્વરાજ સર બોલ્યા તમે સોમવારે અમદાવાદ જાવ તો કોઈ પ્રોબ્લેમ ..?શર્વરી સેહજ ચોંકી અને બોલી ના ના સર પણ . સિલ્વારાજ સરે વચ્ચેથી વાત કાપી અને કીધું હું તમને એક્સપ્લેન કરું છું શર્વરી ..જુઓ શર્વરી જેમ તમે તમારા લો પરફોર્મન્સ માટે અહી સુધી દોડી ને આવ્યા છો ,એમ તમારી જેમ ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટેટ હેડને આ જ કારણથી મને મળવા અહિયાં આવવું છે,બધા ના પરફોર્મન્સ લો જ છે,અને મને એની ખબર છે.હું લો પરફોર્મન્સ માટે તમને બધાને ક્યાય રિસ્પોન્સીબલ નથી માનતો, માર્કેટની પોઝીશન અત્યારે ખરાબ છે,
પણ એ બધાની વચ્ચે આપડી પાસે અત્યારે એક ગોલ્ડન ચાન્સ આવ્યો છે, તમારા ગુજરાતમાં “કાયા ઓટોમોટીવ” નો બહુ મોટો પ્લાન્ટ આવ્યો છે. CONT..41