Page:-44
સીધી સીડીઆઈસી બેંક સો ટકા ફોર્ચ્યુન ફાઈવ હન્ડ્રેડમાં આવી જાય ..શર્વરીની ઊંઘ બિલકુલ ઉડી ગઈ હતી, એની બાજુમાં ઉઘાડા ડીલે સૂતેલો ઇશાન નાના બાળકની જેમ સુતો હતો..સવારના ચારનો એલાર્મ વાગ્યો બંને જણા ફટાફટ તૈયાર થઇ ને ટેક્ષીમાં બોમ્બે સાન્તાક્રુઝ એરપોર્ટ પોહચ્યા.શર્વરીએ આજે સાડી પેહરી હતી,બાકીના બધાએ લોકોએ ઇશાન સહીત સુટ અને ટાઈ પેહર્યા હતા.. સીડીઆઈસીના આખા ડેલીગેશનમાં શર્વરીએ એકલી ઓરત હતી અને શર્વરી પોતાની જાતને બીજા કરતા જુદી કેમ પાડવી એ બરાબર જણાતી હતી ..સીડીઆઈસીના ડેલીગેશનના અડધા મેનેજરો હાજર હતા,એરપોર્ટ પર ગુપ્તાજીએ શર્વરીને અને ઇશાનને હાઈ હેલ્લો અને ગુડમોર્નીગ કર્યું અને જણાવ્યું કે ડેલીગેશનના બાકીના લોકો દિનેશ પારેખના પ્રાઇવેટ જેટ પ્લેનમાં ગોવા પોહચવાના હતા..
એરપોર્ટ પર સિક્યુરીટી પતાવી અને બધા બોર્ડીંગની રાહ જોતા હતા,ત્યાં એક એરલાઇન્સના સ્ટાફમાંથી એક છોકરી આવી અને બોલી આર યુ ગાઈઝ ફ્રોમ સીડીઆઇસી..? શર્વરીએ હા પાડી એટલે પેલી છોકરીએ કીધું મેમ યોર બોસ ઇસ વોન્ટસટુ સી યુ ઇન વીઆઈપી લોન્જ,અને પછી એ છોકરી બધાને વીઆઈપી લોન્જ તરફ દોરી ગઈ ,વીઆઈપી લોન્જમાં સિલ્વારાજ સર બેઠા હતા અને એમની સાથે કાયા ઓટોમોટીવનો વારસદાર પર્સી ખંભાતા હતો ..શર્વરી પર્સી ખંભાતાને ધારી ધારીને જોઈ રહી અને એનાલીસીસ કરવા માંડી ,આજ સુધી એણે પર્સી ખંભાતના મેગેઝીન અને છાપામાં ફોટા જોયા હતા પેહલી વાર રૂબરૂમાં એને જોઈ રહી હતી .. ચોવીસ વર્ષનો પર્સી ખંભાતાના શરીર પરથી એનું ઇટાલિયન બ્રાંડનું શર્ટ અને બ્લેઝર કાઢી નાખીએ તો એકદમ પતલો સુકલકડી લાગે ,અને લાંબો પારસી ઈરાનીયન ચેહરો,પણ મોઢા પર રૂપિયાનું તેજ છલકતું હતું ,અને ફ્રેંચ બીયર્ડમાં પર્સી ખંભાતા એકદમ સોહામણો લાગતો હતો..
સિલ્વારાજ સરે સીડીઆઈસીના સ્ટાફ જોડે પર્સી ખંભાતાની ફોર્મલ ઓળખાણ કરાવી,અને પર્સી ખંભાતાએ પોતના કાયા ઓટોમોટીવના સ્ટાફ જોડે સિલ્વારાજ સરની ઓળખાણ કરાવી..શર્વરી એકધારું પર્સી ખંભાતાનું ઓબ્ઝરવેશન કરતી રહી ,એને પર્સી ખંભાતાની બોડી લેન્ગવેજ પરથી એટલી સમજણ પડી ગઈ હતી કે આ માણસ ડીસીશન મેકર નથી હજી ટ્રેનીગમાં છે..થોડીક વાર થઇ ત્યાં એક એકદમ ગોરો ચટ્ટો સુટેડ બુટેડ હેન્ડસમ ગોળમટોળ શરીર થોડું વધારે પડતું પેટ બહાર ,આશરે પચાસ એક વર્ષનો એવો મિલન દવે કાયા ઓટોમોટીવનો એમડી વીઆઈપી લોન્જમાં એન્ટર થયો..CONT..45