Page:-45
અને પર્સી ખંભાતા સહીત બધા ઉભા થઇ ગયા અને કાયા ઓટોમોટીવનો સ્ટાફ મિલન દવેને ગુડ મોર્નીગ સર ગુડ મોર્નીગ સર કરતો રહ્યો..
મિલન દવે સિલ્વારાજ સર પાસે ગયો,સિલ્વારાજ પોતાની જગ્યા પર પર્સી ખંભાતાની બાજુમાં બેઠા રહ્યા હતા ,મિલન દવે ત્યાં ગયો પર્સી ખંભાતા ઉભો થઇ ગયો અને મિલન દવે ને સિલ્વારાજ સરની બાજુમાં બેસવાની જગ્યા આપી,શર્વરીની ચબરાક નજર સમજી ગઈ કે ડીસીશન મેકર આવી ગયો.. હુકમ નું પત્તું મિલન દવે છે, પર્સી ખંભાતા નહિ..અને બધા જ ઉભા થયા પણ સિલ્વારાજ સર ઉભા થયા નથી એટલે મિલન દવે કરતા સિલ્વારાજ સરની હેસિયત ઉંચી છે..ઇશાન એકદમ બાઘો બનીને બધાને જોઈ રહ્યો હતો મિલન દવે અને પર્સી ખંભાતાને એ પેહલીવાર જોઈ રહ્યો હતો અને એના મનમાં વિચાર આવ્યો કે આ લોકો કેમ અમારી સાથે ફ્લાઈટમાં આવે છે?
ઈશાને ક્યાંક મેગેઝીનમાં વાંચ્યું હતું કે પર્સી ખંભાતાનું તો પોતાનું પ્રાઈવેટ જેટ પ્લેન છે..! ઇશાન આ એક જ સવાલ પર આવીને અટકી જતો હતો..શર્વરી અને ગુપ્તાજી લગભગ સાથે લોન્જમાં ફરતા રહ્યા અને કાયા ઓટોમોટીવના મેનેજરો સાથે રેપો બનાવવાની પ્રક્રિયામાં લાગી પડ્યા હતા.. સીડીઆઈસી તરફથી ઇશાન એકલો નવરો હતો અને કાયા ઓટોમોટીવ તરફથી પર્સી ખંભાતા..પણ પર્સી ખંભાતા સિલ્વરાજ સર અને મિલન દવે ની બાજુમાં બેસી અને એમની વાતો ધ્યાનપૂર્વક સાંભળતો હતો..ત્યાં જ ફ્લાઈટ માટેનું એનાઉન્સમેન્ટ થયું મુંબઈ ગોવાની ફ્લાઈટ આગળ દિલ્લીથી આવતી હતી અને એ એક કલાક ડીલે થઇ હતી..પર્સી ખંભાતાના મોઢા પર અકળામણ દેખાઈ આવી..પર્સી ચેઈન સ્મોકર હતો એને સખત સિગરેટની તલબ લાગી હતી.. ગુપ્તાજી બધી તૈયારી કરીને આવ્યો હતો,એરપોર્ટ પર સિક્યુરીટીથી આગળ સિગારેટ પીવાની એલાઉડ નોહતી એટલે ગુપ્તાજી નિકોટીન ચ્યુંઈગમ લાવ્યો હતો,ગુપ્તાજીએ ઇશાનને પોતાની પાસેબોલાવ્યો અને નિકોટીન ચ્યુઇન્ગમનું પેકેટ આપ્યું અને બોલ્યા લે ઇશાન આ લઇ લે,હમણા પર્સી ખંભાતા ટોઇલેટમાં જશે અને એની પાછળ તું જજે અને આ ચ્યુઇન્ગમ તું ઓફર કરજે એ લઇ લેશે..અને તું સિગારેટ પીવે છે ઇશાન ?ઇશાન માથું ધુણાવીને બોલ્યો ના એક વાર ટ્રાય કર્યો હતો બહુ ખાંસી આવી હતી..ગુપ્તાજી બોલ્યો હવે બીજી વાર ગોવામાં પર્સી જોડે પીજે ખાંસી નહિ આવે..ઇશાન બોલ્યો ના મારે નથી પીવી..ગુપ્તાજી બોલ્યો ઝ્યાદા નાટક મત કર વરના ડાયનાને કિયા થા ઉસસે બુરે હાલ કરવાઉંગા તેરે ..CONT..46